Nov 19 2009

ગુજરાતી સાહિત્ય સરિતાની નવેમ્બર મહીનાની બેઠકનો અહેવાલ.

Published by at 1:41 pm under બેઠકનો અહેવાલ

 
        આ વખતની બેઠક પ્રવિણા કડકીઆને ત્યા હતી

.વિષય હતો “આભાર”. ખૂબ સુંદર પ્રતિભાવ સાંપડ્યો.  ઓસ્ટિનથી આવેલા  આપણા સહુના ચહીતા શ્રી.સરયૂબહેન પરીખે સભાનું સંચાલન કર્યુઁ હતું. સ્વ રચિત પ્રાર્થના દ્વારા શરુઆત કરી.તેમણે તેમના સચાલન દરમ્યાન  બેથી ત્રણ કાવ્યો પ્રસ્તુત કરીને સહુને મુગ્ધ કર્યા.
   “ઝરમર કિશોરીની આંખે કાવ્ય,
 દશકામા જીઁદગીનું વિભાજન,
એક અશ્રુબિઁદુ મારી પાઁપણની કોર પર ગીત લઈ આવ્યું.”
જેવી કૃતિઓની રજુઆત કરી.
    વિજયભાઈ શાહે પોતાની શૈલીમાં “આભાર પ્રભુનો, માતાપિતાનો, કુટુંબ અને મિત્રોનો. અને ખાસ કરીને ‘ગુજરાતી સાહિત્ય સરિતા’નો માની સહુને લાગણીની ગંગામાં સ્નાન કરાવ્યું. તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતી શબ્દ સ્પર્ધા નો વિકાસ સમજાવ્યો.સાથે સાથે  અતુલભાઇએ સુચવ્યા મુજબ ગાંધી નિર્વાણ દિને સાહિત્ય સરિતાની( સીનીયર સ્પર્ધા) બેઠકમાં અને જૈન સેંટરમાં( બાળ સ્પર્ધા) ફેબ્રુઆરીમાં યોજાશે.
 
શૈલા મુન્શા: સુંદર કાવ્ય રચનાની રજુઆત દ્વારા બધાને  ખુશ કર્યા.
” ન થાય આભાર વ્યક્ત બાહ્યાચારથી
                  નિકળે હૈયાના ઉઁડાણ અને વર્તનથી”.
   ડો.ઇન્દુબહેન શાહ: થેન્કસગિવિઁગ ઉપર અલગ અલગ દેશો માં કેવી રીતે ઉજવાય છે તેની માહિતી આપી.
   સુમન અજમેરી: “પલ પલ તલસે, જત વણ લખ્યું તું વાંચજે,” ખૂબ સુંદર કાવ્યનું પઠન કર્યુ અને   ” ઢીલુ ઢીલું કાંઇ ઢીલુ ઢીલુ
                     ગોપિકાનું મોઢુ કાંઇ વીલુ વીલુ.”
બંને કાવ્યની મજા શ્રોતા ગણે માણી.
    પ્રવિણા કડકીઆ: આભાર, કોનો, ક્યારે અને કેમ માનવો તેના પર પ્રકાશ પાડ્યો.
             “આભારનો ભાર વેઁઢારવો મુશ્કેલ છે
                     આભારનો ભાર સતાવે તો વેપાર છે.”

     રસીક મેઘાણી:  તેમની અગવી અદામા પેશ કર્યુઁ.
              ચહેરો તારો મનહર મનહર
                           અતિ મનહર, જત લખવું કે
      ધીરુભાઇ શાહ: “જેમ મોભને ગુંથવો પડે તેમ  જીવન ગુંથવું પડે છે”.ની વાત અનુભવી
      કિરીટ મોદી: “કુછ ઇસ અદાસે યારને પૂછા મેરા મિજાજ”.ની સુંદર વાત લાવ્યા
અશોકભાઇ પટેલ, વિનોદપટેલ, પદ્મકાંત ખંભાતી અને ડો ભગવાનદાસ ભાઇએ પણ પ્રસંગને અનુરુપ વાતો કરી. આ સમયે આદિલ મનસુરીની પુણ્યતીથી નિમિત્તે સદગતને યાદ કર્યા.      
      ભારતી દેસાઇ: “દરશન દ્યો ઘનશ્યામ—
ભજન દ્વારા સહુને ભક્તિભાવમા તરબોળ કર્યા. સહુ તેમા સાથ પૂરાવી  ભક્તિભાવની ગંગામા વહ્યા.બેઠક્નાં અંતમાં રેખાબેન બારડે પ્રવિણાબેનનો આભાર માન્યો અને અલ્પાહાર કરી વિખરાયા.  
                                                                                                                 શૈલા મુનશા અને પ્રવિણા કડકીયા

One response so far

One Response to “ગુજરાતી સાહિત્ય સરિતાની નવેમ્બર મહીનાની બેઠકનો અહેવાલ.”

  1. Devika Dhruvaon 19 Nov 2009 at 9:31 pm

    સરસ..સરસ..પરોક્ષ રીતે તો મનથી ત્યાં હાજરી હતી જ,પણ અહેવાલ વાંચીને ઘડીભર જાણે પ્રત્યક્ષ હોવાની અનુભૂતી માણી. ચાલો,મારા તરફ્થી પણ આભારનો આ ભાર !!!!

Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help