Aug 24 2026

રજતજયંતી પ્રસંગે…૨૦૦૧ – ૨૦૨૬

Published by at 4:34 pm under પ્રકીર્ણ,Past Events

હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાને ૨૫ વર્ષ પૂરાં થશે એ માંગલિક અવસર પર…

આજ સરિતાને તીર કંઈ ઉમટ્યો છે મેળો,
ઉપવનમાં મ્હેકે જાણે કળીઓનો વેલો..

મંડપની મધ્યે છે ગુજરાતી ગરવા.
ભાવોનાં ગાણામાં ભાષાની ગાથા.
મોસમ મઝાની જો છલકે આપમેળે,
ને ભીતર તો કેવું ચડ્યું રે ચક્ડોળે.
આજ સરિતાને તીર કંઇ ઝુમ્યો છે મેળો, ઉપવનમાં મ્હેકે જેમ જૂઈનો વેલો..

અંતર ઉમંગે છે ઉડવાનો અવસર
પચ્ચીસમાં પર્વે મારે ભીંજાવું મનભર.
ગમતો ગુલાલ હે..ય ઊડે ઊડે ઉલાળે
ને ખીલી ગઈ સંધ્યાયે સાવ એની મેળે.
આજ સરિતાને તીર કંઈ જામ્યો છે મેળો, ઉપવનમાં મ્હેકે જેમ જૂઈનો વેલો....વાસંતી વેલો

 

—દેવિકા ધ્રુવ

One response so far

One Response to “રજતજયંતી પ્રસંગે…૨૦૦૧ – ૨૦૨૬”

  1. Riddhi Desaion 25 Aug 2026 at 7:34 pm

    અવસરને એકદમ અનુરુપ!
    ભાવનાબહેનનુ સ્વરાંકન પણ સુંદર રહ્યું.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.