Archive for the 'નવીન બેંકર' Category

Jun 30 2018

ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક #૧૮૬નો અહેવાલ

હ્યુસ્ટનની ‘ગુજરાતી સાહિત્ય સરિતા’ની બેઠકનો અહેવાલ…નવીન બેંકર  ૨૩ જૂન ૨૦૧૮ ને શનિવારે બપોરે ૧ થી ૪ દરમ્યાન, સુગરલેન્ડના કોમ્યુનિટી સેન્ટરમાં, હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૮૬ મી બેઠક યોજાઈ ગઈ.  ‘સરિતા’ના પ્રમુખ શ્રી. સતીશ પરીખે સભ્યોનું સ્વાગત કરતું આવકાર પ્રવચન કર્યું હતું. નયનાબેન શાહે  સરસ્વતીની પ્રાર્થના કર્યા બાદ, સંસ્થાના ખજાનચી શ્રી. મનસુખ વાઘેલાએ, મુંબઈથી પધારેલા લેખક શ્રી. ચંદ્રકાંતભાઈ સંઘવીનો પરિચય આપ્યો હતો અને તેમને માઈક સોંપી દીધું હતું. […]

One response so far

Jan 26 2015

ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૫૧મી બેઠકનો અહેવાલ શ્રી. નવીન બેન્કર

૧૭મી જાન્યુઆરી ૨૦૧૫ ને શનિવારની બપોરે અઢી વાગ્યે, સંસ્થાના માનનીય સભ્ય શ્રી. દિપકભાઇ અને ગીતાબેન ભટ્ટના નિવાસસ્થાને ૨૦૧૫ ના નવા વર્ષની પ્રથમ બેઠક યોજવામાં આવી હતી. હ્યુસ્ટનના પચાસેક જેટલા સાહિત્ય રસિકજનોની હાજરીમાં, પુરા ત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં વાર્તા, કવિતા,તથા મુક્તકોની છોળો ઉડી હતી. ડોક્ટર ઇન્દુબેન શાહે પ્રાર્થનાથી શરુઆત કરી. યજમાન શ્રી. દિપકભાઇ ભટ્ટે સ્વાગત […]

2 responses so far

Nov 14 2014

હ્યુસ્ટનમાં સાહિત્ય સરિતાએ ઉજવ્યો કાવ્યોત્સવ-અહેવાલ- શ્રી. નવીન બેન્કર

                                                                                                                               તસ્વીર સૌજન્ય- શ્રી. જય પટેલ     હ્યુસ્ટનમાં સાહિત્ય સરિતાએ ઉજવ્યો કાવ્યોત્સવ-    અહેવાલ-   શ્રી. નવીન બેન્કર તસ્વીર સૌજન્ય-  શ્રી. જય પટેલ હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની યશકલગીમા એક વધુ છોગુ એટલે ‘કાવ્યોત્સવ’ ૨૦૧૪. અમદાવાદના યુવાન,તરવરીયા અને હસમુખા કવિ શ્રી. કૃષ્ણ દવે અને બ્રિટન-બોલ્ટનથી આવેલા પીઢ ગઝલકાર શ્રી. ‘અદમ’ ટંકારવીના અતિથિ વિશેષપદે ઉજવાયેલો  ‘કાવ્યોત્સવ’. શિકાગોથી આ […]

2 responses so far

Oct 07 2014

ગુજરાતી સાહિત્ય સરીતાની ૧૪૯મી બેઠક –નવીન બેંકર

            આ બેઠકમાં હાજર રહેલા સર્જકો અને સાહિત્ય પ્રેમીઓની ડૉ બળવંત જાની સાથે તસ્વીર. હ્યુસ્ટનમાં મળતી દર મહીનાની ગુજરાતી સાહિત્ય સરીતાની ૧૪૯મી બેઠકનાં આજનાં ( તારીખ ૨૫ સપ્ટેમ્બર ના રોજ ભોજન રેસ્ટોરંટમાં સાંજે ૬.૦૦ વાગે)મળી હતી અને આજ ના  અતિથિ હતા ડૉ બળવંત જાની-.જેઓ તેમના વિવિધ લક્ષી કાર્યોનાં શિરમોર કાર્ય […]

No responses yet

Oct 06 2014

હ્યુસ્ટનમાં ડૉ. બળવંત જાનીના બે વાર્તાલાપ-અહેવાલ શ્રી. નવીન બેન્કર

ભારતથી પધારેલ, સમર્થ સાહિત્યકાર, લબ્ધ પ્રતિષ્ઠિત લેખક, વિવેચક શ્રી. બળવંત જાની,  ત્રણેક દિવસ હ્યુસ્ટનના મહેમાન બન્યા હતા. અને અત્રેના લેખકો, કવિઓ, સાહિત્યરસિકોને મળ્યા હતા. અને ડાયસ્પોરા સર્જકો અંગેની માહિતી મેળવી હતી. અહીં, મુખ્યત્વે બે સ્થળોએ તેઓશ્રીએ જે વિદ્વત્તાપુર્ણ વક્તવ્યો આપ્યા એની ઝાંખી કરીશું. ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૪ને બુધવારે રાત્રે આઠ વાગ્યે, હ્યુસ્ટનના સેવોય રેસ્ટોરન્ટના બેંકવેટ હોલમાં  […]

No responses yet

Aug 21 2014

હ્યુસ્ટનમાં, ‘રાધાના હ્રદયે જશોદાનો જાયો’- ભક્તિસંગીત કાર્યક્રમ-શ્રી. નવીન બેન્કર

  રાધાના હ્રદયે જશોદાનો જાયો’  એસોસીયેટેડ કો ઓર્ડીનેટર ફતેહઅલી ચતુર, માસ્ટર ઓફ સેરીમની શ્રી અશોક્ભાઇ પટેલ કલ્પનાબેન મહેતા અને મનોજ મહેતા અહેવાલ- શ્રી. નવીન બેન્કર   ‘હ્યુસ્તોનવી’ ના ઉપનામથી કવિતાઓ, ગઝલો લખતા ગાયક, કવિ, ગઝલકાર અને નાટ્ય-અભિનેતા એવા બહુરંગી કલાકાર શ્રી. મનોજ મહેતા અને તેમના પત્ની શ્રીમતી કલ્પનાબેન મહેતા ના હિકોરી હાર્વેસ્ટ ડ્રાઇવના  નિવાસસ્થાને, બળેવના […]

2 responses so far

Dec 23 2012

ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૦૧૨ની આખરી મીટીંગ- અહેવાલ- શ્રી. નવીન બેન્કર

  હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૦૧૨ના વર્ષની આખરી મીટીંગ તારીખ ૧૬ ડીસેમ્બર ૨૦૧૨ને રવિવારે બપોરે બે થી પાંચના સમયગાળામાં ‘સરિતા‘ના ભિષ્મ-પિતામહ ગણાતા શ્રી. દીપકભાઇ ભટ્ટના નિવાસસ્થાને મળી હતી.મીટીગનું કુશળ સંચાલન શ્રી. સુરેશ બક્ષીએ સંભાળ્યું હતું. ડોક્ટર ઇન્દુબેન શાહ અને શૈલાબેન મુન્શા કો-ઓર્ડીનેટરપદે હતા.હ્યુસ્ટનના વોઇસ ઓફ મુકેશ ગણાતા શ્રી.પ્રકાશ મજમુદારે પોતાના કેળવાયેલા અવાજે ભાવસભર પ્રાર્થના ગાયા […]

No responses yet

Apr 08 2012

ગુજરાતી સાહિત્ય સરિતાએ ઉજવી ૧૨૦મી બેઠક -અહેવાલ -નવિન બેંકર છબી –જયંત પટેલ

 ગુજરાતી સાહિત્ય સરિતા ઓફ હ્યુસ્ટનની ૧૨૦મી બેઠક,તારીખ ૨૪ માર્ચ ૨૦૧૨ને શનિવારની બપોરે, “ભોજન” રેસ્ટોરંટના હોલમાં મળી હતી. લગભગ સાઈઠ જેટલા સર્જકો અને સાહિત્યરસિકોની હાજરીમાં આ વિશિષ્ટ અને ઐતિહાસિક બેઠકમાં રજૂ કરાયેલી ક્રુતિઓનો વિષય હતો-‘એકાંતે આવી સાજન તારી યાદ’. ભાગ લેનારા કવિઓ, ગઝલકારો મોટેભાગે પંચાવન થી પંચોતેરની વચ્ચેની વયના હતા એટલે સ્વાભાવિક રીતે જ આ વિષય […]

No responses yet

Jun 12 2011

હ્યુસ્ટનમાં ભજવાયું-‘ હું રીટાયર થયો’ (ત્રિઅંકી નાટક)-નવીન બેંકર

૧૪ મે ના રોજ, હ્યુસ્ટનના  સ્ટેફોર્ડ સિવિક સેન્ટરમાં, શ્રી.મુકુંદ ગાંધીએ, શ્રી.પ્રવિણ સોલંકી લિખિત અને શ્રી. સિદ્ધાર્થ રાંદેરિયા દિગ્દર્શિત, ત્રિઅંકી ગુજરાતી નાટક ‘હું રીટાયર થયો’  ભજવીને હ્યુસ્ટનના ગુજરાતી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી મુક્યા હતા. આ નાટકનું કથાબીજ મૂળ તો મરાઠી લેખક સ્વ. શિરવાડકરના સાહિત્ય અકાદમી પુરસ્ક્રુત નાટક ‘નટસમ્રાટ’ને ગણી શકાય જેમાં શ્રીરામ લાગૂએ મુખ્ય ભૂમિકા કરી હતી.તે […]

2 responses so far

Mar 16 2011

હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય સરિતાનો “દશાબ્દિ મહોત્સવ”-અહેવાલ- નવીન બેંકર

સચિત્ર અહેવાલ બારમી માર્ચ ને શનિવારની રાત્રે, હ્યુસ્ટનના જૂના સ્ટેફર્ડ સિવિક સેન્ટરના વિશાળ હોલમાં,ગુજરાતી સાહિત્ય સરિતાએ પોતાના દશ વર્ષ પૂર્ણ કર્યાની ખુશાલીમાં “દશાબ્દિ મહોત્સવ”નું ભવ્ય આયોજન કર્યું હતુ. બરાબર આઠને દસ મિનિટે, કાર્યક્રમના આયોજક શ્રી રસેશ દલાલ અને સંસ્થાના સંચાલક શ્રીમતિ દેવિકાબેન ધુવે પ્રેક્ષકોના સ્વાગતથી શરુઆત કરી.પ્રારંભમાં વિરેન્દ્ર બેંકરના કંઠે દેવિકા ધ્રુવ રચિત શારદ સ્તુતિ […]

6 responses so far

Next »

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help