વિદ્વાન પ્રો.સુમન શાહ-”ગુજરાતી સાહિત્ય સરિતા”ના આંગણે -અહેવાલ -દેવિકા ધ્રુવ
Tuesday, May 20th, 2008

17મી મેની શનિવાર…બપોરના બરાબર બે વાગ્યે હ્યુસ્ટનની સાહિત્ય સરીતાના ઉપક્રમે યોજવામાં આવેલ બેઠકમાં, ભારતથી આવેલ પ્રો. સુમન શાહને આમંત્રિત કરવામાં આવ્યાં હતા.દર મહિને નિયમિત રીતે મળતી આ બેઠક, આ વખતે ભાઇ શ્રી અક્બરઅલી અને અમીનાબેન નરસીના નિવાસસ્થાને ગોઠવવામાંઆવી હતી.પ્રારંભમાં શ્રી રસિક મેઘાણીએ કાર્યક્રમની રૂપરેખાનો આછો ખ્યાલ આપ્યો હતો.તે પછી સર્યૂબેન પરીખની પ્રાર્થનાથી શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ હ્યુસ્ટનના સ્થાનિક લેખક અને કવિ પ્રો. સુમન અજ્મેરીએ , ‘બે સુમન’ ની શબ્દરમત કરતા કરતા, શ્રોતાજનોને પ્રો.સુમન શાહનો વિશેષ પરિચય આપ્યો.. (more…)
