Upcoming Events
ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન
અને
ગુજરાતી સાહિત્ય સરિતા
રજુ કરે છે મુંબઇ ના પ્રસિધ્ધ કવિ અને ગઝલકાર
શ્રી જવાહર બક્ષી
ઘેરો થયો ગુલાલ -જવાહર બક્ષી
આંખોનો ભેદ આખરે ખુલ્લો થઇ ગયો.
બોલ્યા વિના જ હું બધે પડઘો થઇ ગયો.
આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો.
આંખોને ખોલતાં જ એ તડકો થઇ ગયો.
જળને તો માત્ર જાણ છે, તૃપ્તિ થવા વિષે.
મૃગજળને પૂછ કેમ હું તરસ્યો થઇ ગયો.
તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પહાડ
મારી તરસના તાપથી દરિયો થઇ ગયો.
મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.
જ્યારે જીવન જીવવાની એક ચોક્કસ દ્રષ્ટિ પ્રાપ્ત થાય અને જીવન તે પ્રમાણે જીવી શકો,ત્યારે મસ્તી કેવી હોય તે સ્થિતિને વર્ણવતી આ ગઝલ તમને ગમશે.
ન્યુયોર્ક થી પધારેલ કવિ અને નાટ્યકાર રોહિત પંડ્યા પણ તેમની કૃતિઓ રજુ કરશે.
તારીખ 6 ઓક્ટોબર 2007 સાંજે 5.00 વાગે.
ગુજરાતી સમાજ લાઇબ્રેરી કેરેટ 22 અને કિંમત ગ્રોસરની પાછળ, શિવ મંદીર ની બાજુમાં 5623 Hillcroft,#702 Houston TX 77036
વધુ વિગતો માટે સંપર્ક
Kirit Modi 281-980-4692; Pravina Kadakia 281-497-2405
અનુદાન 5.00 ડોલર ( ગરમા ગરમ ખીચડી કઢી અને શાકનું ભોજન પ્રોગ્રામ પત્યા પછી)
