Apr 02 2022

માર્ચ,૨૦૨૨ઃ બેઠક ક્રમાંક 230ઃ અહેવાલ શ્રી નિખિલ મહેતા

ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક ક્રમાંક ૨૩૦ નો અહેવાલ : શ્રી નિખિલ મહેતા
(ટાઈપીંગ સહાયઃ પ્રકાશ મજમુદાર)

તા. માર્ચ ૨૭, ૨૦૨૨ના રોજ, સુગર લેન્ડ, ટેક્સાસના લોસ્ટ ક્રીક પાર્કના હૉલમાં સાહિત્ય સરિતાની ૨૩૦મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુંઆશરે ૪૦ -૪૫ જેટલા સભ્યોની હાજરી રહી હતી.

પ્રારંભમાં ચાપાણી અને મિલન પછી બરાબર ૨ઃ૧૫ વાગ્યે પ્રમુખશ્રી ભારતીબહેન મજમુદારે બધાનું સ્વાગત કરી સભાની શરૂઆત કરી.

સૌ પ્રથમ શ્રીમતી ભાવનાબહેન દેસાઈએ સરસ્વતીની પ્રાર્થના પોતાના સુમધુર સ્વરે કરી. ત્યાર બાદ પ્રમુખશ્રીએ થોડાં બેઠક માટેનાં જરૂરી સૂચનો કર્યા અને  હૉલ બુક કરાવવા માટે શ્રી સતીશભાઈનો અને એક અનામી ડોનરનો ડોનેશન બદલ આભાર વ્યક્ત કર્યો.

તે પછી એક પછી એક સભ્યોએ પોતાની લખેલી અથવા તો મનગમતી કૃતિઓ અથવા જે લેખકકવિઓની જન્મતિથિ અથવા તો પૂણ્યતિથિ માર્ચ મહિનામાં આવે છે તેમનો ટૂંક પરિચય અને કૃતિઓ રજૂ કરી.

સૌ પ્રથમ શ્રી જનાર્દનભાઈ શાસ્ત્રીએ જીવનનાં ત્રણ પાસાંની ઝાંખી કરાવતી સ્વરચિત કૃતિકેવી મજાની હોળી બાળપણનીરજૂ કરી. પછી શ્રી સતીશભાઈ પરીખે માર્ચએપ્રિલમાં અમેરિકાની ટેક્ષ સીઝન નિમિત્તે ડો. નિમિત્ત ઓઝાનીમારે પણ એક વાર રિટર્ન ફાઈલ કરવું છેતે રચના રજૂ કરી સભ્યોને ભાવવિભોર કરી દીધા, જેમાં દોસ્ત નામે સંપત્તિ હોય તેનું રિટર્ન ફાઈલ કરવાની વાત મઝાની રીતે વર્ણવી છે.

ત્યારબાદ માજી પ્રમુખ શ્રી ચારુબહેન વ્યાસે પોતાની સ્વરચિત કવિતાબહુ ખેલ ખેલ્યા જીંદગીમાંરજૂ કરી. પછી શ્રીમતી મોનીકાબહેને ઝવેરચંદ મેઘાણીનો ટૂંક પરિચય આપ્યો અને મેઘાણી સાહેબની કવિતાઓ વાંચી સંભળાવી.

શ્રી પ્રકાશભાઈ મજમુદાર અને શ્રીમતી મીનાબહેન પારેખે લેખક અને કવિશ્રી ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિમને લાગ્યો કસુંબીનો રંગગાઈને હાજર રહેલા સભ્યોને રસતરબોળ કરી દીધાં અને સભ્યોએ તેમાં સૂર પણ પૂરાવ્યો અને વાતાવરણ સંગીતમય બની ગયુંત્યારબાદ, શ્રી નિખિલભાઈ મહેતાએ શ્રી બાલશંકર કંથારિયાની અમર ગઝલ “ગુજારે જે શિરે તારેજે તેમના પિતાશ્રીને યાદ કરી ટૂંક પરિચય આપી રજૂ કરી. પછી આવ્યા શ્રીમતી ભાવનાબહેન દેસાઈ, જેમણે કવિવરલેખક તથા અનુવાદક શ્રી ન્હાનાલાલ દલસુખરામ કવિ જેઓ પંડિત યુગમાં થઈ ગયા, એમનો ટૂંક પરિચય આપ્યો અને સાથે સાથે તેમની કવિતાઓની થોડી પંક્તિઓ ગાઈને પણ સંભળાવી.

પછી આવ્યાં શ્રીમતી ભારતીબહેન મજમુદાર, જેમણેસુન્દરમત્રિભોવનદાસ પુરુષોત્તમદાસ લુહારનો ટૂંક પરિચય આપ્યો ( જન્મ દિવસ ૨૨ માર્ચ ૧૯૦૮), અને જણાવ્યું કે તેઓને ઘણા પારિતોષિકથી સન્માનવામાં આવ્યા છે. ૧૯૩૪માં એમની કૃતિકાવ્ય મંગલમાટે રણજીતરાય સુવર્ણચંદ્રક અને ૧૯૮૫માં ભારતનો ત્રીજો સર્વોચ્ચ પુરસ્કારપદ્મવિભૂષણ” પણ એનાયત થયો હતો

ત્યારબાદ હ્યુસ્ટનના કવયિત્રી શ્રીમતી દેવિકાબહેન ધ્રુવને આમંત્રિત કર્યા. તેમણે તાજેતરમાં કેલિફોર્નિયા ખાતે થયેલ જૂઈ મેળાની વાત કરી. એમાં રેકોર્ડેડ વિડીઓ દ્વારા રજૂ કરેલી બે કવિતાની પંક્તિઓ સંભળાવી. પછી વસંતના વધામણા કરતી પંક્તિઓ રજૂ કરી,  કવિ શ્રી સુંદરમને અને ગઝલ ગઢના મોભી શ્રી ચિનુ મોદીને યાદ કર્યાં. બંને કવિની કવિતાઓની થોડી પંક્તિ અને શેર સંભળાવ્યા. તે ઉપરાંત તેમણે વિશ્વ રંગમંચ દિવસ હોવાથીતખ્તા પર ની સ્વરચિત ગઝલ પ્રસ્તુત કરી. તે ઉપરાંત, હવે પછીની બેઠકોમાં સાહિત્ય સરિતાના સભ્યોની ખૂબીઓનું વર્ણન કરવાનું સૂચન આપ્યું , જે સૌ સભ્યોએ વધાવી લીધું.

તે પછી શ્રી નીતિનભાઈ વ્યાસે વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટર, કાલીચરણની વાત કરી અને સભ્યોને એક ગમતું પુસ્તક લઈ તેનું રસદર્શન કરવું જોઈએ એવું સૂચન કર્યું. તેમણે “સેવા ઇન્ટરનેશનલ અને અમેરિકન કોર્પ્સ, હ્યુસ્ટનસંસ્થાની ડિઝાસ્ટર ટ્રેઇંનિંગ વિશેની વાત કરીને સભ્યોને સક્રિય ભાગ લેવા આમંત્રણ આપ્યું.

શ્રી વિનોદભાઈ પટેલે શ્રોતાઓને વધુ સક્રિય કરવા માટે સાહિત્યની રસપ્રદ પ્રશ્નોત્તરી કરી અને સૌને મઝા કરાવી.

છેલ્લે સાહિત્ય સરિતાના ખજાનચીસેક્રેટરી શ્રી પ્રફુલભાઇ ગાંધીએ સૌ સભ્યોનો આભાર માન્યો. અને બટાકાવડાં અને ચાપાણીની મોજ માણી સૌ છૂટાં પડ્યા.

આમ, આ આખીયે બેઠક મઝાની અને યાદગાર બની રહી.

 

One response so far

One Response to “માર્ચ,૨૦૨૨ઃ બેઠક ક્રમાંક 230ઃ અહેવાલ શ્રી નિખિલ મહેતા”

  1. Vimala Gohilon 03 Apr 2022 at 9:12 pm

    સવિસ્તર,મુદ્દાસર અહેવાલ વાંચતા હાજર રહયાનો અહેસાસ થયો.સમુહ ફોટો દ્વારા સૌને મળ્યા જેવો 
    આનંદ થયો. આભાર નિખિલભાઈનો અને સરિતાનો.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.