Jan 29 2019

ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૦૧૮ના વર્ષની અંતિમ બેઠક (નં.૧૯૨)નો અહેવાલ- શ્રી. નવીન બેન્કર

Published by at 12:23 pm under બેઠકનો અહેવાલ

ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૦૧૮ના વર્ષની અંતિમ બેઠક (નં.૧૯૨)નો અહેવાલ- શ્રી. નવીન બેન્કર

૨૨ ડીસેમ્બર ૨૦૧૮ ને શનિવારે સાંજે ૪ થી ૭ દરમ્યાન, હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની, આ વર્ષની અંતિમ બેઠક, સુગરલેન્ડના ઓસ્ટીન પાર્ક વિસ્તારમાં આવેલા ક્લાઈડ એન્ડ નેન્સી કોન્ફરન્સ સેન્ટરના હોલ ખાતે યોજવામાં આવી હતી.

સંસ્થાના બાહોશ અને ઉત્સાહી પ્રેસિડેન્ટ શ્રી. સતીશ પરીખ સાહેબે,૨૦૧૮ ના આખા વર્ષ દરમ્યાન યોજાઈ ગયેલા કાર્યક્રમોની  તમામ બેઠકની વિગતો વાંચી સંભળાવી હતી, અને સંસ્થાની આવક તથા ખર્ચની વિગતો પણ જણાવી હતી.

સંસ્થાના ૯૭ વર્ષની વયના સભ્ય લેખક અને કવિ એવા શ્રી. ધીરૂભાઇ શાહે પોતાની સર્જનપ્રક્રિયાની રસભરી વાતો સંભળાવી હતી.

૨૦૧૯ના વર્ષ માટે સંસ્થાની નવી કમિટી નિમવામાં આવી જેને સર્વે સભ્યોએ સર્વાનુમતે મંજૂરી આપી.

નવી કમિટીના સભ્યો આ પ્રમાણે છે,

(૧) પ્રેસિડેન્ટ- શ્રી. ફતેહ અલી ચતુર. ગુજરાતી અને આગાખાની કોમ્યુનિટીના એક વિદ્વાન, અને સફળ આગેવાન ( લીડર ) તરીકે તેમની નામના છે. સ્વભાવે હસમુખા, નમ્ર, વિવેકી અને સફળ નાટ્યલેખક, નાટ્ય અભિનેતા, હિન્દી કવિશ્રી. અશોક ચક્રધર ના ચાહક અને તેમના વ્યંગ્ય રાજનૈતિક કાવ્યોના જાણકાર છે. આ સંસ્થામાં અવારનવાર તેમણે આવા કાવ્યો, પોતાની આગવી શૈલીમાં રજૂ કરીને શ્રોતાઓને હસાવ્યા છે.

(૨) વાઈસ પ્રેસિડેન્ટ શ્રીમતિ શૈલાબેન મુન્શા- પોતે સારા કવયિત્રી અને બ્લોગર છે. વર્ષોથી શિક્ષિકા તરીકે, વિકલાંગ બાળકોને ભણાવે છે. અને તેમના વિશે લેખો પણ લખે છે. એ અંગેના તેમના પુસ્તકો પણ પ્રસિદ્ધ થયેલા છે.પોતાની રસાળ શૈલીમાં, કોઇપણ કાવ્ય કે લેખની પ્રસ્તુતિ ખુબ સરસ રીતે કરી શકે છે. વર્ષોથી આ સંસ્થાના સક્રિય સભ્ય છે.

(૩) સેક્રેટરી અને ટ્રેઝરર- શ્રીમતિ અવનીબેન મહેતા
તેઓ કોમ્યુટર વિશે ખૂબ માહિતી ધરાવે છે અને ગુજરાતી સાહિત્ય સરિતાનું ‘પોસ્ટર’ બનાવવામાં તથા અન્ય  આર્ટીસ્ટીક કાર્યોમાં રસપૂર્વક  સહાય કરે છે જે પ્રશંસાને પાત્ર છે.

(૪) સલાહકાર- શ્રીમતિ દેવિકાબેન ધ્રુવ- ખુબ ઉમદા કવયિત્રી તરીકે, સારા ઉદઘોષક તરીકે, વક્તા તરીકે તેમને હ્યુસ્ટન ઉપરાંત ગુજરાતના સાહિત્યજગતમાં ઘણાં બધા ઓળખે છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા તેમણે બી.એ, સંસ્કૃત સાથે ફર્સ્ટક્લાસ ફર્સ્ટ આવીને, ગોલ્ડમેડલ પ્રાપ્ત કરેલો છે. ગુજરાત યુનિવર્સિટીમાં ઘણાં વર્ષો જોબ પણ કરી છે. ન્યુયોર્કની બેન્ક ઓફ બરૉડામાં કેટલાક વર્ષો સુધી આસિસ્ટન્ટ મેનેજર તરીકે સર્વિસ કરીને હ્યુસ્ટનમાં આવ્યા બાદ હજુ સ્કુલમાં શિક્ષણક્ષેત્રે સેવાઓ આપી રહ્યા છે. ગુજરાતીમાં તેમનો બ્લોગ પણ છે. તેમના કાવ્યો ગુજરાતના ખ્યાતનામ મેગેઝીનોમાં અવારનવાર પ્રસિદ્ધ થતા રહે છે.

હ્યુસ્ટનની આ વર્ષની કમિટીમાં, આવા વિદ્વાન કાર્યકર્તાઓનો સમાવેશ થવાથી, સંસ્થાની કાર્યપદ્ધતિમાં કશુંક નવું થવાની, સભ્યો આશા રાખી રહ્યા છે.

જુની કમિટીના સભ્યો- સર્વશ્રી. સતીશભાઈ પરીખ ( પ્રેસિડેન્ટ), મનસુખ વાઘેલા (સેક્રેટરી કમ ટ્રેઝરર), વાઇસ પ્રેસિડેન્ટ શ્રી. નિતીન વ્યાસ અને સલાહકાર શ્રી. હસમુખ દોશીએ પણ ગયા વર્ષોમાં ખુબ પરિશ્રમ કરીને, સંસ્થાના કાર્યક્રમોમાં યોગદાન આપ્યું છે જે માટે નવી કમિટી અને સભ્યોએ તેમનું બહુમાન કર્યું છે.

આ બેઠકમાં કોઇ સર્જકની કૃતિઓ વાંચવામાં આવી ન હતી.

કાર્યક્રમને અંતે  સામૂહિક તસ્વીર સ્વાદિષ્ટ ભોજનની લિજ્જત માણીને સૌ વિખરાયા હતા.

અસ્તુ,

શ્રી. નવીન બેંકર.

One response so far

One Response to “ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૦૧૮ના વર્ષની અંતિમ બેઠક (નં.૧૯૨)નો અહેવાલ- શ્રી. નવીન બેન્કર”

  1. શૈલા મુન્શાon 30 Jan 2019 at 3:24 pm

    નવીનભાઈ મહેનત કરીને આટલો સુંદર અહેવાલ લખવા બદલ ખુબ આભાર.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.