Dec 01 2008

ગુજરાતી સાહિત્ય સરિતા વેબ સામયિક

Published by

મિત્રો

ગુજરાત સાહિત્ય સરિતાની વેબ સાઈટ ઉપર પ્રસિધ્ધ થતી કૃતિઓને વધુ લોક્ભોગ્ય બનાવવા અને અખબાર અને પ્રીન્ટ મીડીયામાં પહોંચાડવાનાં ઉદ્દેશ્ય થી આ વેબ મેગેઝીન શરુ કર્યુ છે વેબ સાઈટ ચલાવતા દરેક સર્જક મિત્રોને વિનંતી કે તેઓ તેમની કૃતિઓ મુકે અને સાથે આ વેબ મેગેઝીન માં જોતા રહે.

આ વેબ મેગેઝીન માટેનું એક સ્વપ્ન મારું , સર્વ શ્રી વિશ્વદીપ બારડ અને પ્રો. સુમન અજમેરીનું હતું. આ વેબ મેગેઝીનનું નામ સંપાદક અને કૃતિની ગુણવત્તા, ડીઝાઈન તથા સમય મર્યાદા જેવી બાબતોમાં આપના સુચનો ને આવકારુ છું. આ વેબ મેગેઝીન એક ઉદાહરણ તરીકે શ્રી વિજયભાઈએ બનાવી જુદા જુદા અખબારોને મોકલાવ્યુ છે

આશા છે કે આપને તે ગમશે.

કીરીટ ભક્તા / દેવિકા ધ્રુવ

કો ઓર્ડીનેટર / એસોસીયેટ કો ઓર્ડીનેટર

પાછલા અંકો

સામયિક તારીખ
ગુજરાતી સાહિત્ય સરિતા સામયિક ૧૨ ૩ માર્ચ, ૨૦૧૨
ગુજરાતી સાહિત્ય સરિતા સામયિક ૧૧ ૧ ફેબ્રુઆરી, ૨૦૧૨
ગુજરાતી સાહિત્ય સરિતા સામયિક ૧૦ ૨૬ માર્ચ, ૨૦૧૦
ગુજરાતી સાહિત્ય સરિતા સામયિક ૯ ૧૯ ફેબ્રુઆરી, ૨૦૧૦
ગુજરાતી સાહિત્ય સરિતા સામયિક ૮ ૧૬ જાન્યુઆરી, ૨૦૧૦
ગુજરાતી સાહિત્ય સરિતા સામયિક ૭ ૧ ડીસેમ્બર, ૨૦૦૯
ગુજરાતી સાહિત્ય સરિતા સામયિક ૬ ૧૬ ઑક્ટોબર, ૨૦૦૯
ગુજરાતી સાહિત્ય સરિતા સામયિક ૫ ૧ જુન, ૨૦૦૯
ગુજરાતી સાહિત્ય સરિતા સામયિક ૪ ૧ મે, ૨૦૦૯
ગુજરાતી સાહિત્ય સરિતા સામયિક ૩ ૧ એપ્રીલ, ૨૦૦૯
ગુજરાતી સાહિત્ય સરિતા સામયિક ૨ ૧ માર્ચ, ૨૦૦૯
ગુજરાતી સાહિત્ય સરિતા સામયિક ૧ ૧ ફેબ્રુઆરી, ૨૦૦૯

22 responses so far

22 Responses to “ગુજરાતી સાહિત્ય સરિતા વેબ સામયિક”

 1. Dr P A Mevadaon 11 Feb 2010 at 10:16 am

  I am very much impressed by your activities, hope such things are happening in India-Gujarat too. I too believe that our mother tongue gujarati must be sustained and live as such. I have interest in poetry and started my blog at WP.
  Do visit, I am sure you will like it.
  http://venunad.wordpress.com

  “Saaj” Mevada

 2. ડૉ.મહેશ રાવલon 11 Feb 2010 at 7:35 pm

  આદરણીયશ્રી,
  ગુજરાતી સાહિત્ય સરિતાના સર્વે સભ્યશ્રીઓ
  નમસ્કાર,
  ઘણાં સમયથી હ્યુસ્ટનમાં થઈ રહેલી ગુજરાતી સાહિત્યની સુંદર રચનાત્મક ગતિવિધીને ઈન્ટરનૅટના માધ્યમ્થી માણી-જાણી રહ્યો છું.
  આપ સહુ મિત્રો,વડીલો જે નિઃસ્વાર્થ ભાવે આપણી ભાષા,આપણી અસ્મિતા અને આપણા ગૌરવને ચૈતન્ય અને એક ગરિમાપૂર્ણ વયવહારથી સિંચી રહ્યાં છો એ ઉમદા કાર્યને, એક ગઝલકાર એક સાહિત્યના જીવ કરતા અનેકગણું,એક ગુજરાતી હોવાના ગૌરવ સાથે બિરદાવું છું.

  દેવીકાબેન ધ્રુવ- વિજયભાઈ શાહ- વિશ્વદીપભાઈ બારડ- …..વિ.સાથે નૅટ પરિચય ખરો….!
  આપ સહુને જણાવવાની ઈચ્છા છે કે,
  મારી વેબસાઈટ – http://www.drmahesh.rawal.us – ની આપ સહુ અવાર-નવાર મુલાકાતે પધારો
  અને મારી ગઝલો વિષે આપના અમુલ્ય પ્રતિભાવ પણ જણાવશો તો મને મારી ગઝલને વધુ નિખારવાની તક મળશે.
  દેવિકાબેન સાથે એક બીજાના બ્લોગપર કૉમેન્ટ્સની આપ-લે નો વ્યવહાર ખરો….!
  એટલે ,
  અંતમાં આપ સહુની મા ગુર્જરી પ્રત્યેની નિષ્ઠાને હું મારા વંદન પાઠવું છું…..
  મળતા રહેજો.
  આ સાથે મારા કેટલીક પંક્તિઓ……..
  —————————-
  * ગમતાને ગમતું દીધું છે
  બીજે ક્યાં નમતું દીધું છે..!
  —————————-
  * હું હવે મારી દશાની વાત પણ કરતો નથી
  કેમ છો ? પૂછી જનારા ક્યાં મજામાં હોય છે..!
  —————————-
  * મજલ કાપીને બેઠો છું
  મને માપીને બેઠો છું
  ઉઘાડા દ્વારજેવો થઈ
  બધું આપીને બેઠો છું.

  —————— ડૉ.મહેશ રાવલ
  -આવજો.

 3. Devika Dhruvaon 12 Feb 2010 at 10:00 pm

  ડો.મહેશભાઇ અને ડો.મેવાડા…બંને ડોક્ટરોનો ખુબ ખુબ આભાર..પરસ્પર પ્રતિભાવ કેટલો પ્રોત્સાહક હોય છે !!
  નિર્મળ આનંદની આ સરિતામાં મળતા રહીશુ..અમારા ગ્રુપના સર્વે સભ્યો વતી ફરી એક વાર આનંદ સાથે આભાર વ્યક્ત કરું છું.

 4. Mahendra Shahon 30 Mar 2010 at 12:25 am

  Dear friends
  I am working for a team with intention of investing my own 50 K for each month, Buy maximum Gujarati literature and donate in some libraries where ther is dense Gujarati readers and educate so more people help us to save our matru bhasha much longer.
  I need some ideas, hints, and all possible helps. I do not want any one to use your own money. You can pass me your contact manner and I will write you, caal you any where in world at mu cost.
  With your all good wishes, time and fund is on my side.
  Jay Gujarati from Mahendra Shah
  cell phone 714 600 2769

  P.S. Kindly pass on my request to all whom you know and mari ghayan yagna ma Ahuti aapasho

 5. chetuon 30 Mar 2010 at 2:43 am

  આપ સહુને ખુબ ખુબ અભિનન્દન …!!

 6. pragnajuvyason 30 Mar 2010 at 11:29 am

  અભિનન્દન …

 7. www.gujaratibooks.comon 31 Mar 2010 at 12:08 am

  ગુજરાતી સાહિત્ય સરિતા સામયિકે શરુ કરેલા આ સાહસને હાર્દિક અભિનંદન…
  આવા એક ગુજરાતી વેબ magazine ની ખરેખર જરૂર હતી.

 8. Mahendrasinhon 31 Mar 2010 at 7:08 am

  ખૂબ સરસ ……. ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે એવી શુભેચ્છા…..

  રંગો ખુશીના છાંટવા તત્પર રહો સદા ,

  આ જિંદગી આખી અનેરી યાદ થઇ જશે .

  — ‘મરમી’

 9. Janakbhaion 31 Mar 2010 at 11:10 am

  I am glad to know about your website. I have realized in Houston personaly that you have selflessly tried to make Gujarati live residing in America. Still I have a wish to represent our wonderful and touchy Gujarati literature through the medium of English for our new and young Gujarati generation so that they can know our great heritage. Once again congratulation for your wonderful attempt.
  Dr Janak Shah

 10. k don 02 Apr 2010 at 12:01 am

  hi
  how are u?

  u are a gret

 11. Jay Gajjar, C.M., M.A.on 03 Apr 2010 at 2:32 pm

  Congratulations to all involved in this great work. I am very glad to learn that Gujarati lovers and promoters are active in USA. This will a be grat asset for all Gujaratis.
  Gujaratis are doing great work in North America for our Matrubhasha. Gujarati is not to disappear as long as dedicated Gujaratis are all around the world. GSS, you are the pioneear for great start. Long live Gujarati of proud Gujarat.
  Jay Gajjar, Mississauga, Canada

 12. nilam doshion 11 Apr 2010 at 9:34 am

  આજે દસમો અંક આખો એકી સાથે વાંચ્યો. આપ સૌને આ સુંદર કાર્ય બદલ ખોબલે ખોબલે દરિયા જેટલા અભિનંદન. અને હાર્દ્કિઅ શુભેચ્છાઓ.

 13. સૌ પ્રથમ તો આપ સૌએ,ડગલાના ને જ ઉત્સાહથી વધાવી ને પ્રતિભાવો આપ્યા છે તે બદલ ખુબ ખુબ આભાર.. આપસહુ મિત્રો,વડીલો જે નિઃસ્વાર્થ ભાવે આપણી ભાષા,આપણી અસ્મિતા અને તેના ગૌરવને વધારવા આ કાર્ય કરી રહ્યા છો તે ખરેખર અભિનંદન ને પાત્ર છે .ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે એવી શુભેચ્છા..

  સવિનય,
  ડગલો સમિતિ સભ્યો
  http://gujaratidaglo.wordpress.com/

 14. krupesh g naikon 02 Dec 2010 at 12:28 am

  i m really happy to see this

 15. DR. CHANDRAVADAN MISTRYon 17 May 2011 at 12:18 pm

  I had been to this Blog before.
  I had the opportunity of reading the 10th Anniversary Book of this Sanstha of Houston. Texas.
  I had expressed my “feelings” by an Email sent to Devikaben & others…but I thought it will be OK to post that here & I take the liberty of posting as my Comment>>>>

  કલ-નિનાદ સ્મરણિકા ગ્રંથની મારી વાંચન યાત્રા !
  “કલ-નિનાદ”નામે હ્યુસ્ટનની સંસ્થા ગુજરાતી સાહિત્ય સરિતાના દ્શાબ્દિ મહોત્સવની બુક પોસ્ટ દ્વારા મને એપ્રિલમાં વાંચવાનો લ્હાવો મળ્યો. એ બુકના કવર નિહાળતા ખુબ જ આનંદ થયો. અને ત્યારબાદ, એ વાંચવા માટે હું આતુર હતો. એક પછી એક પાન ધીરે ધીરે વાંચ્યા. વાંચી જે મારા મનમાં થયું તે જ શબ્દોમાં લખવા પ્રયાસ કરી રહ્યો છું.

  પ્રથમ પાને પ્રગટ હતી પ્રાર્થના. એમાં સમાવેશ થયો હતો ઉમાશંકર જોષીની “હે પ્રભો !”..અને નરસિંહરાવ દિવેટિયાની”પ્રેમળ જ્યોત દાખવી”. બસ, આ બે રચનાઓ દ્વારા ઉચ્ચ ગુજરાતી ભાષા/સાહિત્ય ના દર્શન થઈ ગયા. મનમાં સંતોષ હતો. અને, મારૂં વાંચન ચાલુ રહ્યું.

  પાન ૨ પર અનેકના નામો હતા.દશાબ્દિ મહોત્સવ સંચાલક તરીકે રસેશભાઈ દલાલ….સંસ્થાના સંચાલક તરીકે દેવિકા ધ્રુવ….સહસંચાલક તરીકે ડો. રમેશ શાહ…ખજાનચીના નામે પ્રશાંત મુન્શા, અને સંકલન અને સંપાદન તરીકે બે નામો…પ્રો. સુમન અજમેરી, વિજય શાહ, અને સાથે સોવેનીયર કમીટીમાં હતા ત્રણ નામો…. સરયુબેન પારીખ, દેવિકાબેન ધ્રુવ, અને વિશ્વદીપ બારડ…અને છેલ્લે હતા ટાઈપ સહાય કરનારા..ડો. ઈંદિરાબેન શાહ, શૈલાબેન મુન્શા, પ્રવિણાબેન કડકીયા, અને હેમાબેન પટેલ..અને માનદ સલાહકારોમાં નામો હતા ..દીપક ભટ્ટ, મુકુંદ ગાંધી, ડો. ભગવાનદાસ પટેલ વિનોદ પટેલ અને હેમંત ગજરાવાલા. આ સર્વ વિગતે ઉલ્લેખ કરવાનું કારણ એટલો જ કે આ સૌના ફાળા વગર આ પુસ્તક હોય જ ના શકે.

  પાન ૩ એટલે દેવિકાબેન ધ્રુવના શબ્દોમાં “કંકુ ચોખાથી સૌનું સ્વાગત” અને પાન ૪ પર રસેશભાઈ દલાલે”આયોજનની પગદંડી પરથી”ના શબ્દોમાં પરદેશમાં રહી, માત્રુભાષા/માત્રુભૂમીના પ્રેમની વાત કવિ નર્મદ ના શબ્દો”ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું” કહી, સંસ્થાની સફળતા વિષે જાણ કરી.
  આ લખાણ ખુબ જ અગત્યનું કહેવાય. પણ મારી “વાંચન યાત્રા” તો હજુ ચાલુ જ હતી.

  પાન ૫ એટલે ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીનો શુભ સંદેશો..અને પાન ૬એટલે ગુજરાત સરકારના કાર્યકર્તા ભાગ્યેશ જહાનો અભિનંદનભર્યો સંદેશો.આ પ્રમાણે ગુજરાત રાજ્યના આશિર્વાદો બાદ પાન ૭ પર મોંઘેરા મહેમાનો ડો. અશરફ ડબાવાલા, અને ડો. મધુમતિબેન મહેતાનું એમના જ કાવ્યો સાથે ફોટાઓ સાથે ભાવભર્યુણ સ્વાગત હતું. અને પાન ૮ પરા ડો. સુધીર પાખીખ વિષે માહિતીઓ વાંચી , વાંચક સુંદર મનગમતી ગુજારાતી કાવ્યોને વાંચી ગુજરાત માટે ગૌરવ અનુભવી વાંચનયાત્રા આગળ ચલાવવા માટે ખુશીઓ હૈયે ભરે છે…..કારણ કે “મંગલ મંદિર ખોલે”…ઓ ઈશ્વર ભજીએ તને !”….”નહી રે વિસારૂં હરિ”અને “આજની ઘડી રળિયામણી” ફરી વાંચાવાની તક એને તક મળે છે.

  પાન ૧૦ એટલે સંસ્થાને નારાયણ દેસાઈ તરફતી એક પત્ર દ્વારા શુભેચ્છાઓ, અને સામેના પાન ૧૧ પર ગુજરાતના ગૌરવ વિષે કહેતી એનેક કાવ્ય-રચનાઓ. અને, ત્યારબાદ, પાન ૧૨ એટલે અનેક વ્યક્તિઓ તરફથી મળેલા શુભેચ્છાના સંદેશા.પાન ૧૩ પર “મનના અતલ ઉંડાણમાં”ના પ્રવિણાબેન કડકીયાના લેખને સ્થાન મળ્યું,અને પાન ૧૪ પર સાંસ્થાને “ચીકાગો આર્ટ સરકલ” તરફથી મળેલી શુભેચ્છાઓભર્યો પત્ર. ફરી, પાન ૧૫ પર ગુજરાતના કાવ્યોરૂપે વખાણો, અને પાન ૧૬ પર ફરી શુભ સંદેશાઓ.

  પાન ૧૯ એટલે બે લેખો…ડો. ઈન્દિરાબેન શાહનો “ક્રુતશતા”લેખ અને હેમાબેન પટેલનો “સફળતા”નો લેખ.આ લેખો વાંચ્યા બાદ,પાન ૨૧ પર પ્રગટ થયેલી ચીમન પટેલની રચના ” બેસતા કરી દીધા” કોઈ પણ વાંચવાનું ચુકે નહી જ ! નવા જમાનામાં થઈ રહેલા પરિવર્તન વિષે એમણે સુંદર વર્ણન કર્યું છે…અરે, આ તો અમેરીકા છે એવું જ એમણે કહી દીધું….અને, પ્રો. સુમન અજમેરી ની રચના “જિંદગી” દ્વારા શબ્દોમાં ઘણા જ ઉંડા ભાવમાં કંઈક કહેવાયું છે. એ જ ભાવમાં, મહમદ અલી પરમારની “માલિક શૌલા બુઝાવી દે ” અને રમઝાન વિરાણીની “આ હ્યુસ્ટન છે !” વાંચતા પાન ૧૫ પૂરૂં થાય છે….અને એ પછી, પાન ૨૭ એટલે ત્રણ બીજી રચનાઓ..”નૈયા” (શૈલા મુન્શા), “એ આવે છે” (વિશાલ મોણપરા) અને “શતદલ” (દેવિકા દ્રુવ).

  હવે, આટલું વાંચ્યું અને પાન ૨૯ પર “એક વ્યક્તિનું આ કામ નથી,સમુહનું જુઓ આ પરિણામ”ના લેખ વાંચી હું ખુબ જ આનંદ અનુભવી રહ્યો હતો. આ લેખ ફોટાઓ સહીત દેવિકાબેન ધ્રુવ, વિજય શાહ અને સુમન અજમેરી તરફથી હતો. આ લેખ દ્વારા, ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૦ વર્ષની યાત્રાની ઝલક હતી..શું શું શક્ય થયું તેનો હેવાલ હતો. એ જાણી આનંદ થયો, પણ વધૂ આનંદ તો એનો હતો કે એઓએ એ જાહેર કર્યું કે આ જે કંઈ શક્ય થયું તે સૌના ફાળા આધારીત થયું છે. અહી રહી છે “એકતા, સંપ”ની મહત્વતા !..ફક્ત અહી જરા વધુમાં એટલો ઉલ્લેખ કરવો છે કે “જો ફોટાઓ કલરમાં હોત કે પછી ગ્લોસી પાન પર પ્રીન્ટ થયા હોત ” તો એની સંદરતા વધુ ખીલતે !
  પાન ૩૩ થી ૩૮ એટલે ત્રણ લેખો….૧ “પરાવર્તન…દીપિકા બની શોના” (સરયુ પરીખ).૨ “ઝમકુબા” (વિજય શાહ ) ૩ “મૌનનો જ્વાળામુખી” ( વિશ્વદીપ બારડ)…અને ત્યારબાદ, પાન ૩૯ નવિન બંકરનું સંકલન “હ્યુસ્ટન સાહિત્ય સર્જકોની રચના સુષ્ટિ”…આ લખાણ દ્વારા સૌને જાણ થાય છે કે હ્યુસ્ટન શહેરમાં અનેક “ગુજરાતી સાહિત્ય પ્રેમીઓ” છે. આ વાંચ્યા પછી, “હસ ગુલ્લી”માં જરા હાસ્ય કરી,અકબર લાખાણીએ પ્રગટ કરેલ “પાકિસ્તાનમાં ગુજરાતી સાહિત્ય સર્જન અને સમ્રુધ્ધિનું સંક્ષિપ્ત અવલોકન” વાંચી, એટલું જ્ઞાન થાય કે દેશના ભાગલા પડ્યા હોવા છતાં, ગુજરાતી સાહિત્ય હજુ પણ જીવીત છે. આ એક ખુબ જ આનંદની વાત છે !…અને ત્યારબાદ, પાન ૪૩ પર કિરીટ ભક્તનું “મારી માર્તુભાષાનું સૌન્દર્ય” વાંચતા શબ્દો-લખાણનું મહત્વ સમજાય છે. આવી સમજ બાદ, નિલમ દોશીનો લેખ “ઝુરાપો એટલે…”કંઈક ઉડાણની વિચારધારા તરફ લઈ જાય છે. અને મુકુંદ ગાંધી એમના “ગુજરાત રંગભૂમી”માં સૌ વાંચકોને ગુજરાતી નાટકો વિગેરેનો સાહિત્ય ટ્કાવવા માટેના ફાળાનો ઉલ્લેખ કરે છે. ત્યારબાદ, પાન ૫૭ એટલે રસેશ દલાલ છેલ્લા લેખ “હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતામાં ખીલેલ સાહિત્યના સર્જકો”મા નામો સાથે સર્વ કાર્યકર્તાઓનો ઉલ્લેખ કરે છે. જે કંઈ એઓ વિષે આગળ વાંચ્યું તે ફરી તાજુ કરે છે.

  અહી મારી “વાંચન યાત્રા” પુર્ણ હોત પણ પાન ૫૯ વાંચ્યું…તો, મેં “ચંદ્રપૂકાર”ના નામ સાથે સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા તે શબ્દો ફરી વાંચ્યા. હૈયે ખુબ જ આનંદ થયો !..અને, આ સાથે, પાન ૬૦ પર સંસ્થા સભ્યો તરફથી દર્શાવેલી “શુભેચ્છાઓ” વાંચવાનો લ્હાવો લીધો.

  આ મારી સફર…આ મારી વાંચનયાત્રા….ખરેખર અહી સમાપ્ત થાય છે !હ્યુસ્ટનની આ “ગુજરાતી સાહિત્ય સરિતા”એ ૧૦ વર્ષ પુરા કર્યા, અને હવે મારી એક પ્રાર્થના કે આ સંસ્થા પ્રગતિના પંથે આગેકુચ કરતી રહે !

  ડો. ચંદ્રવદન મિસ્ત્રી…લેન્કેસ્ટર કેલીફોર્નીઆ

  Devikaben & All others,
  Those who were involved in the Publication of the Anniversary Book, my Congratulations.
  I am unable to send Emails to all..I do not know the Email of Raseshbhai Dalal.
  So please convey this to all.
  I had read the Book..I wrote my feelings in Gujarati…some typing mistakes were corrected & now I send you as you were “deeply involved in the Publication of the Book.
  Chandravadan

 16. ડૉ. નરેશ શુક્લon 07 Jul 2011 at 12:36 pm

  સાહિત્યસરિતાના સૌ સંચાલકો, વાચકો અને ગુજરાતી મિત્રો…
  ખરેખર આ ઇન્ટરનેટના માધ્યમે તો આપણને સૌને કેટલા નજીક લાવી મુક્યા છે. યોજનો દૂર બેઠેલા આપણે ચિત્તમાં કેવું વિચાર-વિચાર કરતા હોઈએ છીએ.
  મજા પડી…
  હવે અવાર-નવાર આવતો રહીશ.
  તમે પણ સાહિત્યસેતુ.ઈન ની મુલાકાત લેજો, સૂચનો અને પ્રતિભાવ આપતા રહેજો. અહીં મોટાભાગના બ્લોગ, વેબ-સાઈટમાં કવિતા અને પદ્ય જેવું લખાણ વધારે પ્રમાણમાં છે. એના મુકાબલે સત્વશીલ ગદ્ય સાહિત્ય સાવ ઓછું છે. અમે સર્જન અને વિવેચનને સ્થાન આપવાનો પ્રયાસ કર્યો છે. આપ પણ સહકાર આપશો એવી અપેક્ષા રાખીએ છીએ.
  ખાસ તો આપના વાચક-વર્ગને પણ સાહિત્યસેતુ ઈ-જર્નલની મુલાકાત લેવા પ્રેરશો એવી ઈચ્છા રાખીએ છીએ. માત્ર ગુજરાતી ભાષા, સાહિત્ય અને એને ચાહનારી ગુજરાતી પ્રજાનો ધબકાર એ જ આપણા સૌનો મુખ્ય સ્વાર્થ છે. મળવાની મજા પણ એ જ.
  આભાર,
  નરેશ શુક્લ

 17. Navnit R Patelon 12 Jul 2012 at 11:48 am

  ગુજરાતી સાહિત્ય અને સાહિત્ય જગતના અને સાહિત્યસરિતાના તમામે તમામ સંચાલકોને મારા અને મારી ગુજરાતી ભાષા તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન…
  મને આપની આ સીસ્ટમ ગમી….

 18. Vinodbhaion 16 Sep 2012 at 10:06 pm

  ૫રમ આદરનીય શ્રી

  આપની ગુજરાતી સાહિત્ય સરિતા માટે કેટલાક આધ્યાત્મિક લેખો સાદર કરવાનું વિચારી રહ્યો છું યોગ્ય પ્રતિભાવ આપશો

  આપનો નમ્

  વિનોદભાઇ માછી

 19. shankermistryon 18 Mar 2015 at 3:43 am

  You have undertaken a gigantic task needing untold and unlimited resources but the time has come when this has to be done. Actually it has been long overdue.

 20. ઉમેશદાસ આર ગોંડલીયાon 02 Apr 2016 at 1:45 am

  નમસ્તે સાહેબ
  મારો બ્લોગ આપના લીસ્ટમાં સમાવેશ કરવા વિનંતી.
  મારો બ્લોગ સાહિત્ય અને શિક્ષણ રસિકોને મદદરૂપ થવાના પ્રયત્ન રૂપે બનાવેલ છે.
  umeshpalitana.blogspot.com

 21. Excle Velookupon 18 Apr 2018 at 5:30 pm

  Enjoyed every bit of your blog.Thanks Again. Fantastic.

 22. કીર્તિ ગણાત્રા (દુશ્મન)on 25 Jun 2019 at 5:43 pm

  આદરણીય દેવીકા બહેન
  નમસ્કાર
  ૨૩/૬/૨૦૧૯ ની બેઠક માણી
  આનંદ સાથે દુ:ખ ની લાગણી પણ અનુભવી.
  આનંદ સાહિત્ય સરિતા માં સ્નાન કરવાનો
  અને આપના જેવા વિદુષી ની અનુપસ્તી નો.
  ૨૦૦૮ માં ફક્ત કેમ છો? એટલીજ મુલાકાત
  હતી તો આ વખતે આપની લેખન શક્તિ નો
  માણવાનો અભરખો અધૂરો જ રહ્યો.
  હજુ ૧૮ જુલાઈ સુધી છું ,આશા છે કે ઈશ્વર
  એક તક આપશે જ.
  કીર્તિ ગણાત્રા

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.