Aug 03 2018

ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક #૧૮૭-અહેવાલ

Published by at 1:58 pm under બેઠકનો અહેવાલ

ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનની ૧૮૭ મી બેઠકનો અહેવાલશ્રી. નવીન બેન્કર-

હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૮૭મી બેઠકસુગરલેન્ડના રીક્રીએશન સેન્ટરના હોલમાંતારીખ ૨૯ જુલાઈ ૨૦૧૮ની બપોરે ૧ થી ૪ દરમ્યાન યોજવામાં આવી હતી.

 
 

શરૂઆતમાં જ  આગંતુક સાહિત્ય રસિકોનું  (સભ્ય અને શ્રોતાઓને) ગુલાબજાંબુ અને પાઉંભાજીનો નાસ્તો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને પછી ૧.૪૦ મીનીટે શ્રીમતિ નયનાબેન શાહની પ્રાર્થનાથી શરૂઆત કરવામાં આવી હતી. 

 

સંસ્થાના પ્રમુખ શ્રી. સતીશભાઇ પરીખે આવકાર પ્રવચન કરતાં૧૫મી સપ્ટેમ્બરે યોજાનાર ગુજરાતના બબ્બે મહાન કવિલેખક અને નાટ્યકારો એવા શ્રી. સિતાંશુ યશશ્ચન્દ્ર અને મુકેશ જોશીસંસ્થાના આમંત્રણથી હ્યુસ્ટનમાં પધારવાના છે એની જાહેરાત કરી હતી.

શ્રી. નવીન બેન્કરેઆ બન્ને સર્જકોની રચનાઓ અને સાહિત્યિક કારકિર્દીનો ટૂંકો પરિચય આપ્યો હતો.

આજના કાર્યક્રમના સૂત્રધાર હતા- ગુજરાત ગૌરવ’ માસિકના તંત્રી શ્રી. નુરૂદ્દીન દરેડિયા. શ્રી. દરેડિયા છેલ્લા દસેક વર્ષોથીદર મહિનેસ્વખર્ચે ૪૮ પાનાનું એક માસિક ગુજરાતી ભાષામાં નિઃશુલ્ક પ્રગટ કરીને ગુજરાતી જનતામાં વહેંચે છે. સાહિત્ય સરિતાના અહેવાલો અને ફોટાઓ પણ દરેક અંકમાં છાપે છે અને લગભગ ૭૫+ ની ઉંમરે જાડા થેલામાં ઉંચકીનેસિનિયર સિટીઝન્સ અને સાહિત્ય સરિતા જેવી સંસ્થાઓ તેમજ ગ્રોસરી સ્ટોરો પર જઈનેગુજરાતી જનતાને પહોંચાડવાની સેવા આપી રહ્યા છે. સરિતાની દરેક મીટીંગમાં એમની હાજરી અચૂક હોય અને વોટ્સેપમાંથી જડેલું કે -મેઇલમાં આવેલું સાહિત્ય રજૂ કરે. ગીતોના કાર્યક્રમમાંપબ્લીક સમક્ષ ડાન્સ પણ કરે.

 

 શ્રી. દરેડિયાએ સૌ પ્રથમ કાવ્યપઠન માટેશ્રી. ફતેહ અલી ચતુરને આમંત્રણ આપ્યું. શ્રી. ફતેહ અલી ચતુરહિન્દી કવિ ચક્રધરના હાસ્ય-વ્યંગ ના કાવ્યોની કુશળ રજૂઆત માટે જાણીતા છે. આ વખતે એમણેકવિશ્રી. જગદીશ જોશીની એક યુનિક ગીત ધારો કે એક સાંજ આપણે મળ્યાંઅને આપણે હળ્યાં પણ આખા આ આયખાનું શું ?’  જૂ કરી. સાથેસાથે,પોતે એની પાદપૂર્તી કરતા હોય તેમસ્વરચિત પંક્તિઓ પણ ઉમેરીને,ગીતને ચાર ચાંદ લગાવી દીધા. ધારો કે આમ થયું ને તેમ થયું અને પછી વેરવિખેર સ્વપનાઓનું શુંસંબંધો તૂટ્યાનું શુંયૌવનની આકાંક્ષાઓનું શુંએકલતાનું શું જેવા પ્રાસ મેળવેલી પંક્તિઓ પર શ્રોતાઓ ઝુમી ઉઠયા હતા.

 

 બીજા વક્તા હતા- મુક્તકોના મહારાજા અને ગની દહીંવાલાના આશિક એવા શ્રી. સુરેશ બક્ષી.  ‘કપરા સંજોગોમાં હસી જાણે તો જાણું’ સ્વરચિત કાવ્ય રજુ કર્યા બાદતેમણે શ્રી. વિવેક ટેલરની એક કૃતિની પેરોડી પ્રસ્તુત કરી હતી.

 

 સૂત્રધાર શ્રી. નુરૂદીન દરેડિયાએ રજૂ કરવામાં આવેલી દરેક રચના પર વિવિધ સાહિત્યસ્વામીઓના સર્જનના ઉલ્લેખો કરીને વિવેચન પણ કર્યું હતું. કૃષ્ણ-રાધા અને સુદામાની વાતના ઉદાહરણ દ્વારા પોતાને જે કહેવું હતું એ પણ કહી દીધું.

 

 આજની બેઠકમાંડીસ્ટ્રીક્ટ ૨૨ ના કોંગ્રેસમેન તરીકે લેક્શનમાં ઉભા રહેલાડેમોક્રેટીક ઉમેદવાર શ્રી. પ્રેસ્ટોન શ્રીનિવાસ કુલકર્ણી પણ પોતાની માતા સાથે ઉપસ્થિત રહ્યા હતા. કોઇ ફિલ્મી હીરો જેવા હેન્ડસમ ૩૯ વર્ષની ઉંમરના આ ઉમેદવાર અમેરિકન સરકારમાં વિવિધ ઉચ્ચ હોદ્દાઓ પર સેવા આપી ચૂક્યા છે. તેમના પિતાશ્રી લેખક હતા. એના સંસ્મરણો વાગોળતાં પોતે એમની સાહિત્ય-પ્રવૃત્તિમાં કેવી રીતે સહાયભૂત થતા એની રસપ્રદ વાતો કરી હતી.  સાથેસાથેભારતિયોનેઅમેરિકાની રાજકિય બાબતો વિશે પરિચિત રહીનેસક્રિયપણે ભાગ લેવા વિનંતિ કરી હતી.

 

 શ્રોતાઓએ તેમને એચ વન બી વીસારોહિગ્યા રેફ્યુજીઓ અંગે,યુનિવર્સલ હેલ્થકેર અંગે અને મેડીકેર અંગે પ્રશ્નો પૂછ્યા હતાજેના સંતોષકારક જવાબો તેમણે સસ્મિત આપ્યા હતા. હાજર રહેલા બધા સભ્યો સાથે તેમણે સામૂહિક તસ્વીર પણ પડાવી હતી.

 

 મુંબઈથી અત્રે વીઝીટર વીસા પર પધારેલ  સિદ્ધિ ઝવેરી નામના એક ગુજરાતી કવયિત્રીએ પણ સિતાંશુ યશશ્ચન્દ્ર અને મુકેશ જોશી અંગે વાત કરી હતી. અને પોતે મુંબઈની એક ગુજરાતી સાહિત્ય સંસ્થા સાંન્નિધ્યના સભ્ય છે અને દર બે મહિને એક મીટીંગ થાય છે તેની વાતો કરી હતી. પોતે સમકાલી’ સામયિકમાં કવિતાઓ લખે છે એનો ઉલ્લેખ કરતાં,  મૈત્રી અને સ્નેહ સંબંધની પરિભાષા અંગેના પોતાના બે કાવ્યો પણ રજૂકર્યા હતા.

 

 મુંબઇના બીજા એક લેખક શ્રી. ચંદ્રકાંત સંઘવીએ પોતાના પ્રથમ પુસ્તકચલા મુરારી હીરો બનને’ ના કેટલાક પરિચ્છેદો અંગે વાતો કરતાંહ્યુસ્ટન ખાતેની પોતાની પ્રથમ મુલાકાત અને સાહિત્ય સરિતાના પરિચિત મિત્રો સાથેના સંસ્મરણો વાગોળ્યાં હતાં.

 

 અંતમાંસંસ્થાના પ્રમુખ શ્રી. સતીશભાઈએ પણ એક કાવ્ય પ્રસ્તુત કર્યું હતુ અને કાર્યક્રમની સમાપ્તિ વખતે પણ ફરીથી ગુલાબજાંબુ અને પાઉંભાજીનો નાસ્તો કરીને સૌ વિખરાયા હતા.

 

 નવીન બેન્કર- ( લખ્યા તારીખ-૧ ઓગસ્ટ ૨૦૧૮ )

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.