Apr 25 2021

બેઠક નં. ૨૧૯ઃ અહેવાલ 

ગુજરાતી સાહિત્ય સરિતાની 219 મી બેઠક નો અહેવાલ.
તારીખ : ૧૮ ,એપ્રિલ,૨૦૨૧
સ્થળ : લોસ્ટ  ક્રિક પાર્ક ,સુગર લેંડ

લગભગ સવા વર્ષ સુધી ઘરમાં બેસી ને Zoom પર બેઠકો કર્યા પછી 219 મી બેઠક બહાર ખુલ્લા પાર્કમાં કરવાનો નિર્ણય લીધો.
આ પાર્ક નુ શ્રી નિખિલ મહેતા અને નીતિન વ્યાસે એ અગાઉથી બુકીંગ કરાવ્યું હતું.
18 એપ્રિલ ના રવિવારે સવારે 10:30 ના સમયે સુગર્લેન્ડ ના સુંદર લોસ્ટ ક્રિક પાર્ક માં કુદરતી વાતાવરણ માણવા 50 થી વધારે સભ્યો હાજર થઇ ગયા હતા. બધા જ એકબીજાને લાંબા સમય પછી મળતા હોવાથી આનંદ અનુભવી રહ્યા હતા. બધા જ સભ્યોના બંને vaccination થઇ ગયા હતા અને માસ્ક પહેરીને જરૂરી અંતર નું પાલન કરી રહ્યા હતા.
પહેલા અડધો કલાક બધાના મિલન પછી 11 વાગ્યે શ્રીમતી ચારુબેને સમૂહ પ્રાર્થના સાથે બધાનું સ્વાગત કર્યું. પૂ.ધીરુદાદાને યાદ કર્યા અને શ્રી સતિષભાઈના ભાઈ દેવલોક પામ્યાના સમાચાર સાથે એક મિનિટ નું મૌન પાળ્યું.

શ્રી દિપકભાઈ ભટ્ટે પૂ. ધીરુદાદાને યાદ કરી એમની સાથે ગાળેલા અને અનુભવેલા પ્રસંગોની થોડી રમૂજી વાતો કરી.

ત્યારબાદ પીકનીક નો દોર શ્રીમતી અવનીબેન મેહતાએ સંભાળ્યો અને પ્રકાશ મજમુદાર જેઓ મ્યુઝિક સિસ્ટમ લઈને આવ્યા હતા તેમનાથી સંગીતની શરૂઆત થઇ. પ્રકાશ મજમુદારે એમના મધુર અવાજ માં “ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની” શરૂઆત કરીને બધાને ખુશ કરી દીધા. એ પછી નીરુબેન શાહ, રક્ષાબેન અને મીનાબેન પારેખે પણ ખૂબ સરશ ગીતો ગયા. ત્યાર બાદ નિરાબેન શાહે “કુહૂ કુહૂ બોલે કોયલીયા” અને પ્રકાશ મજમુદારે વેણીભાઈ પુરોહિત અને દિલીપ ધોળકિયા દ્વારા રચાયેલ “તારી આંખનો અફીણી” ગાઈ ને બધાને મુગ્ધ કરી દીધા.

ગીત સંગીત અને રમુજી પ્રસંગો રજૂ કરતા કાર્યક્રમ પછી અવનીબેને Bingo Game ની શરૂઆત કરી. બધા જ સભ્યોએ ખૂબ રસ લઈને રમતમાં ભાગ લીધો. ત્રણ ઈનામો જીતનાર માં સૌ પ્રથમ ઇનામ 1. રમેશભાઈ શાહ અને પ્રવિણાબેન કડકિયા. 2. બીજા રાઉન્ડ માં આશાબેન અને પ્રદીપભાઈ પારેખ. અને 3. Full House ના વિજેતા બન્યા શ્રીમતી સુધાબેન ગાંધી. આમ ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે રમત પૂરી થઇ.
વાતાવરણ ઘણું ઠંડુ હતું પણ સભ્યોનો ઉત્સાહ અને આનંદ ની ગરમી ઘણી હતી.

12:30 વાગ્યે ભોજન હાજર હતું. પૂ. ધીરુદાદા ની પૂણ્ય તિથિ નિમિત્તે એમના પુત્ર શ્રી દિનેશભાઇ પરિવાર તરફથી ભોજન રાખવામા આવ્યું હતું, જેની તમામ વ્યવસ્થા નિખિલભાઈએ કરી હતી. જમણમાં શ્રીખંડ, પુરી, ખમણ, ઉંધીયું, કઢી, ભાત, ચણા (કઠોળ), સલાડ,અને પાપડનું સ્વાદિષ્ટ ભોજન બધા સભ્યોએ ખૂબ જ આનંદ થી માણ્યું હતું. પછી બધા સભ્યો એકબીજાનો આભાર માનતા છૂટા પડ્યા.
આમ નવા વર્ષનો આ નવો પ્રસંગ સફળતા પૂર્વક સમાપ્ત થયો.
સૌના સહયોગ બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર!

– ભારતી મજમુદાર, ઉપ પ્રમુખ
ગુજરાતી સાહિત્ય સરિતા.

One response so far

One Response to “બેઠક નં. ૨૧૯ઃ અહેવાલ ”

  1. શૈલા મુન્‍શાon 26 Apr 2021 at 10:19 am

    સુંદર, સવિસ્તાર અહેવાલ ભારતીબહેન.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.