Nov 19 2007
ગુજરાતી સાહિત્ય સરિતા એ ભજવ્યો ગુજરાતી શેર અંતાક્ષરીનો નૂતન કાર્યક્રમ-વિજય શાહ
આ કાર્યક્રમ સાંભળવા માટે નીચે ક્લીક કરો.
[audio:http://gujaratisahityasarita.org/files/2007/11/sher-antaxari.mp3]
4 નવેમ્બર 2007 નાં રોજ કો ઓર્ડીનેટર શ્રી દિપક ભટ્ટને ત્યાં યોજાયેલ સાહિત્ય સરિતાની નિયમિત માસિક બેઠક્માં કદાચ સમગ્ર વિશ્વમાં પ્રથમ ગુજરાતી શેર અંતાક્ષરીનો નૂતન કાર્યક્રમ યોજાયો.
આ બેઠકનાં સંવાહ્ક ડો.ભગવાનદાસ પટેલ હતા જેમણે બેઠક્નાં વિષય ‘આનંદ અને આભાર’ વિશે માહીતિ આપી અને સભા સંચાલન પ્રાર્થનાથી શરુ કર્યુ..મનોજ મહેતાએ તેમણે લખેલ તાજા ચાર મુક્તકો વાંચી આભાર વિષયને સંભાળ્યો. દેવિકાબેન ધ્રુવ અને સુમન અજમેરી નવતર વિષયો લાવ્યા હતા જેમા મહદ અંશે પ્રભુ તો કેટલો પાંગળો છે એવી માન્યતાને મજબુત કરતુ કાવ્ય સુમનભાઇએ કહ્યુ અને દેવિકાબેને પ્રતિ કાવ્ય સ્વરુપે જવાબ આપ્યો પ્રભુ તુ સર્વવ્યાપ્ત છે તારી અમને જરુર છે. શ્રી ધીરુભાઇ શાહે તેમની કવિતા સરળ ભાષામાં અને વિષય આધારીત રજુ કરી. વૈષ્ણવજન તો તેનેરે કહીયે નો ખુશવંતસીંઘ દ્વારા થયેલ અનુવાદ હ્યુસ્ટનનાં ગાંધી શ્રી અતુલ કોઠારીએ વાંચ્યો.
મુકુંદ ગાંધી એ ડો. દિનેશ શાહની કવિતા વાંચી જે અમેરિકામાં કમાતા દિકરાઓ જે વતનમાં માબાપને જે ભુલી ગયાછે તેમની વ્યથાને વણી. વિજય શાહે શ્રી ઇન્દ્ર શાહ ની કવિતા ‘કાવડ’ વાંચી આજનાં શ્રવણને યાદ કર્યો. ફતેહ અલી ચતુરે તેમની મનોરંજક અદામાં અશોક ચક્રધરની કવિતા સંભળાવી સૌને આનંદીત કર્યા. શ્રી દીલિપ પરીખે અગીયારસ થી નૂતન વર્ષ સુધી દિવાળીનાં દિવસોનુ મહત્વ સમજાવ્યુ અને આધ્યાત્મિક રીતે દિવાળી કેમ ઉજવાય તેના મનોગમ્ય સુચનો કર્યા. ડો ભગવાનદાસે પ્રસંગોચીત આભાર અને આનંદ વિશે તેમનું મનનીય વક્તવ્ય રજુ કર્યુ. દિપક ભટ્ટ ગુજરાતી સાહિત્ય સરિતાનાં ભાવી કાર્યક્રમો અને આયોજન અંગે તેમના અભિપ્રાયો આપ્યા.
બહુ અપેક્ષિત નવો શેર અંતાક્ષરીનો કાર્યક્રમ શરુ કરતા પહેલા આ કાર્યક્રમનુ માળખુ તૈયાર કરનાર શ્રી સુમન અજમેરીનું અભિવાદન થયું.
45 થી વધુ ગુજરાતનાં જાણીતા અને સ્વિકૃત કવિ અને ગઝલકારોનાં લગભગ 81 શેરો 8 સભ્યો સર્વ શ્રી રસિક મેઘાણી, સુરેશ બક્ષી, મનોજ મહેતા, અશોક પટેલ દેવિકાબેન ધ્રુવ, ફતેહઅલિ ચતુર,પ્રવિણા કડકીયા અને શૈલા મુનશા એ રજુ કર્યા. સમગ્ર અંતાક્ષરીનું સુચન શ્રી કીરિટ ભક્ત અને રસેશ દલાલનું હતુ. આ અંતાક્ષરીનું આયોજન અને સંચાલન વિજય શાહે કર્યુ હતુ.
કાર્યક્રમનાં શ્રોતાઓમાં લગભગ દરેક સ્પર્ધકોનાં શેરો ઉપર દાદ મળતી હતી. અને આવા કાર્યક્રમો વધુ કરો કે જેથી ગુજરાતી સાહિત્યની જાણવણી અને લોક્ભોગ્યતા જળવાય તેવુ મંજુલાબેન પટેલનું સુચન આવ્યુ હતુ. આવા કાર્યક્રમો લોકભોગ્ય રીતે મોટા પાયે કરવાનુ અને સ્પર્ધકોને વધુ સાહિત્ય મળે તો આપણો અમર વારસો સચવાય તેવુ પણ કેટલાક મંત્ર મુગ્ધ શ્રોતાઓએ સુચવ્યુ હતુ.
સ્પર્ધકોની રજુઆત અને તેમણે કરેલ કાર્યની મુલવણી માટે ત્રણ જજ ડો ભગવાનદાસ પટેલ, મુકુંદ ગાંધી અને હેમંત ગજરાવાલા હતા. સર્વ શ્રી દેવિકાબેન ધ્રુવ અને મનોજ મહેતાને સારી અને અસરકારક રજુઆત માટે સન્માન્યા હતા અને દરેક સ્પર્ધકોને શ્રોતાઓએ વધાવ્યા હતા. ગુજરાતી સાહિત્યની ઉંચેરી સંસ્કાર મુડીને વિદેશમાં સાચવવા મથતા લગભગ દરેક ગુજરાતીને આ પ્રયોગનો આનંદ હતો અને નવતર પ્રયોગ માટે અભિમાન હતુ. અને આવા કાર્યક્રમોનું સ્તર નાની બેઠકથી વધારી મોટા કાર્યક્રમ સ્તરે લઇ જવા સુચન થયુ હતુ
ભાઈ વીજય ભાઈ શાહ્ા
નવો પ્રોગ્રામ અંતાક્ષરી શરૂ કરવા બદલ
અભિનંદન.
આપની કોશિસો માટે ખરેખર દાદ દેવી જોઇએ.
ફરી થી અભિનંદન.
આ વેબસાઈટ પર મારી પહેલી મુલાકાત હતી અને મને ખરેખર આ જોઈને ખૂબ આનંદ થયો. આપની વેબસાઈટ અદભુત છે.
જો શક્ય હોય તો મારા બ્લોગને આપના બ્લોગ જગત ની લીન્કસના પેજ માં સ્થાન આપશો…
આભાર
જીગ્નેશ અધ્યારૂ
વિદેશમાં રહી આપ સર્વે મહાનુભાવો માતૃભાષાના ઋણને ભુલ્યા નથી,
તેમજ તેનો વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રયત્નશીલ જોઈ ખુબજ આનંદ થયો.
આપશ્રી મહાનુભાવોને ખૂબ ખૂબ અભિનંદન….
કલમ લઉં હાથમાં ને શબ્દો શરી પડે,
વેદના અને સંવેદનામાં ગજલ રમી પડે,
મક્કમ તો હિમાલય પણ નથી મારા જેવો,
છતાં કલમ લઉં હાથમાં ને હૃદય તૂટી પડે,