Oct 31 2024
બેઠક નં ૨૬૧ઃ ઑક્ટોબર ૨૦૨૪ઃ અહેવાલઃ શ્રી નિખિલ મહેતા
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૬૧મી બેઠક, ૧૩મી ઑક્ટોબર ૨૦૨૪ ને રવિવારે, ઑસ્ટીન પાર્કવે, સુગરલેન્ડના ક્લાઈડ અને નેન્સી કૉન્ફરન્સ સેન્ટર ખાતે યોજાઈ હતી. શરદઋતુની આહ્લાદક સાંજે ૫:૩૦ વાગે દશેરાનાં ફાફડા-જલેબી, મરચાં અને ગરમ ગરમ મસાલા-ચાના અલ્પાહાર પછી બેઠકની શરૂઆત થઈ. બેઠકના સૂત્રધારની જવાબદારી પ્રમુખશ્રી નિખિલભાઈ મહેતાએ સંભાળી. શ્રીમતી જ્યોત્સનાબહેન વેદે શારદા-વંદના સાથે બેઠકનો શુભારંભ કર્યો. વાતાવરણમાં […]