Jul 19 2020
બેઠક નં. ૨૧૦ જુલાઈ ૨૦૨૦ વીડિયો લીંક
—સુગમ સંગીતનો કાર્યક્રમ.. — આમંત્રિત મહેમાન, ડલાસ રેડિયો સ્ટેશનના આરજે કોકિલકંઠી સંગીતા ધારિયા. —સંસ્થાના ભૂતપૂર્વ સભ્ય અને ઉંચા ગજાના ગઝલકાર શ્રી રસિક મેઘાણીને શ્રધ્ધાંજલિ.
Jul 19 2020
—સુગમ સંગીતનો કાર્યક્રમ.. — આમંત્રિત મહેમાન, ડલાસ રેડિયો સ્ટેશનના આરજે કોકિલકંઠી સંગીતા ધારિયા. —સંસ્થાના ભૂતપૂર્વ સભ્ય અને ઉંચા ગજાના ગઝલકાર શ્રી રસિક મેઘાણીને શ્રધ્ધાંજલિ.
Jun 07 2020
૨૦ વર્ષના ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનના ઈતિહાસમાં પ્રથમ વખત એક તેજસ્વી યુવા-પ્રતિભાનું મંત્રમુગ્ધ વક્તવ્ય. અહેવાલઃ નવીન બેંકરઃ સંપાદન અને સંકલનઃ દેવિકા ધ્રુવ ૬ જૂન, શનિવારે સવારે ૧૦ વાગે પ્રમુખ શ્રીમતી શૈલાબહેન મુન્શાએ સરસ્વતી વંદનાથી બેઠક નં ૨૦૯ની શરૂઆત કરી. પ્રથમ દોરમાં કવિનામની અંતાક્ષરીની રજૂઆત કરીને દેવિકાબહેન અને શૈલાબહેને સામસામે માહોલ સજાવ્યો. તે પછી તરત જ ૧૦ સભ્યોએ વારાફરતી મૂળાક્ષરોના […]
May 17 2020
ગુ.સા.સ. હ્યુસ્ટનની બેઠક નં. ૨૦૮- અહેવાલ લેખઃ દેવિકા રાહુલ ધ્રુવ તસ્વીર સૌજન્યઃ શ્રી વિશાલ મોણપરા. ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનના ઈતિહાસમાં ‘ઝૂમ’ બેઠકનો આ પહેલો પ્રયોગ. આમ તો એપ્રિલ મહિનાની બેઠક પણ ‘ઝૂમ’ જ હતી પણ તે એક વિશેષ કારણસર અન્ય દ્વારા સંચાલિત હતી. આ બેઠક સાહિત્યના વિવિધ વિષયોની પ્રસ્તુતિ માટે હતી અને સંસ્થાના જ, ટેકનીકલી […]
Apr 22 2020
ગુ.સા.સ.હ્યુસ્ટન બેઠક નં.૨૦૭-અહેવાલ: શૈલા મુન્શા ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૦૭મી બેઠક, સંસ્થાના મોભી વડીલ શ્રી ધીરૂભાઈ શાહને શ્રધ્ધાંજલિ રૂપે યોજવામાં આવી હતી. શાહ પરિવારના સૌજન્યથી આ ઝુમ વિડિઓ બેઠક હતી. કોરોનાના ભરડામાં અત્યારે જગત ભીંસાઈ રહ્યું છે, અને લોકો ઘર બહાર નીકળી શકતા નથી એ સંજોગોમાં ઝુમ દ્વારા સહુ એકબીજાને જોઈ શકે અને સાંભળી શકે એ વિજ્ઞાનની […]
Mar 23 2020
ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનની પ્રથમ વોટ્સ-એપ બેઠકઃ અહેવાલઃ દેવિકા ધ્રુવઃ કવિ શ્રી સુંદરમના જન્મ દિવસે, તા.૨૨ મી માર્ચના રોજ, ૨૦ વર્ષ જૂની ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનની પહેલી ‘વોટ્સ-એપ’ બેઠક યોજાઈ. કોરોના વાયરસને […]
Feb 21 2020
ગુ.સા.સ.હ્યુસ્ટન બેઠક નં ૨૦૫-અહેવાલ- શૈલા મુન્શા તસ્વીર સૌજન્યઃ શ્રી જયંત પટેલ તા. ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૦ રવિવારના રોજ ગુ.સા.સ.હ્યુસ્ટનની ૨૦૫મી બેઠકનુ આયોજન સુગરલેન્ડના કોમ્યુનિટી સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. આ વખતની બેઠકના વિષય હતા, વસંતના વધામણા, વેલેન્ટાઈન ડે અથવા મનગમતી રચના. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી ની સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ પ્રમુખ શ્રીમતી શૈલાબહેને સહુનુ સ્વાગત કરી સભામાં […]
Jan 28 2020
(તસ્વીર સૌજન્ય શ્રી જયંતભાઈ પટેલ) https://www.akilanews.com/Nri_news/Detail/03-02-2020/19385 ગુજરાત દર્પણ,ન્યૂ જર્સીમાં આ અહેવાલ માર્ચ ૨૦૨૦ના અંકમાં પ્રકાશિત થયો છે. ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનના ઉપક્રમે, ૨૦૨૦ના વર્ષની પ્રથમ બેઠક ( બેઠક નં ૨૦૪ ) જાન્યુઆરી ૧૯ને રવિવારે બપોરે સુગરલેન્ડના ઈમ્પિરીયલ સેન્ટર ખાતે નવી સમિતિ દ્વારા યોજાઈ ગઈ. સમય બપોરે ૧.૩૦ વાગ્યાનો હતો પણ સભ્યો અને મહેમાનો એક વાગ્યાથી […]
Dec 11 2019
તા. ૮ ડિંસેમ્બર ૨૦૧૯ રવિવારે સાહિત્ય સરિતાની ૨૦૩મી બેઠકનું આયોજન સુગરલેન્ડ કોમ્યુનિટી સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. ગુલાબી ઠંડી માણતા સહુ સભ્યોએ શ્રી વિજયભાઈ નાગરના પરિવાર તરફથી આયોજિત ભોજનને ન્યાય આપ્યો અને બેઠકની શરૂઆત થઈ. શ્રી પ્રકાશભાઈ મજમુદારે મધુર કંઠે પ્રાર્થના કરી, અને સભાનો દોર પ્રમુખ શ્રી ફતેહ અલીભાઈએ હાથમાં લીધો. ગુ.સા.સના સભ્ય શ્રી વિજયભાઈ નાગરના હિંદી ભાષામાં લખાયેલ કાવ્ય […]
Nov 19 2019
(ફોટો સૌજન્યઃ શ્રી જયંત પટેલ) નવેમ્બર માસની ૧૭ તારીખે, સરસ મઝાના દિવસે સ્યુગર લેન્ડના ‘ રિક્રિએશન સેન્ટર‘ માં સાહિત્ય સરિતાની ૨૦૨મી બેઠક માટે સૌ સાહિત્યરસિકો એકત્ર થયા હતા. દિવાળી પછી બધા પ્રથમ વાર જ મળતા હતા. તેથી ખૂબ જ ખુશ હતાં. ડો. સરિતા મહેતાનો જન્મદિવસ હોવાથી તેમણે બધા માટે ભોજનનું આયોજન કર્યું હતું. તે માટે પ્રમુખશ્રીએ કેક કપાવી જન્મદિવસની અનેક શુભેચ્છાઓ આપી હતી. ડો. સરિતા મહેતા રાઈસ યુનિવર્સિટિમાં હિન્દીના પ્રોફેસર હતાં. અત્યારે પણ તેઓ એક પ્રસિદ્ધ સમાચારપત્ર સાથે કામ કરે છે. તેમની હાજરીથી સભાની શોભામાં અભિવૃદ્ધિ થઈ હતી. ત્યાર બાદ મહેમાન શ્રીમતી પદ્મજાબહેન વસાવડાએ ‘યા કુન્દેન્દુ તુષારહાર ધવલા’ અને ‘ઓમ તત્સત […]
Oct 23 2019
બેઠક નં ૨૦૧- અહેવાલ-ભાવનાબહેન દેસાઈ. તસ્વીર સૌજન્યઃ શ્રી જયંતભાઈ પટેલ. તા.૨૦ ઓક્ટોબર ૨૦૧૯ રવિવારે સાહિત્ય સરિતાની ૨૦૧મી બેઠકનુ આયોજન ઓસ્ટીન પાર્કવે સુગરલેન્ડ કોમ્યુનિટી સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. સભાના વિષયો હતા ‘દિવાળી, ગાંધીજયંતિ કે બીજી કોઈ રચના’. અરવિંદભાઇ તથા મંજુલાબહેન દ્વારા કરવામાં આવેલ ભોજન વ્યવસ્થાને ન્યાય આપ્યા બાદ નિર્ધારિત સમયે બેઠકની શરૂઆત થઈ. શ્રી […]
Following is a quick typing help. View Detailed Help
Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.