Dec 19 2025

‘ડાયસ્પોરા સાહિત્યના પારિતોષિક’ વિજેતા શ્રીમતી દેવિકા ધ્રુવ

Published by at 7:44 pm under સમાચાર

૧૯૦૫ મા સ્થપાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાતમાં સાહિત્યિક આબોહવા પ્રગટાવવા, ગુજરાતી સાહિત્યનો વિસ્તાર વધારવા અને એને લોકપ્રિય કરવાનો અવિરત પ્રયત્ન સફળતાપૂર્વક કરી રહી છે. દર વર્ષે પરિષદ નાટક, કવિતા, નવલકથા/નવલિકા, ડાયસ્પોરા સાહિત્ય વગેરે વિવિધ શ્રેણીમાં નોંધપાત્ર લેખનને પારિતોષિક એનાયત કરે છે. ગુજરાતી સાહિત્ય પરિષદના માસિક મેગેઝીન ‘પરબ”માં તેની જાહેરાત કરવામાં આવે છે.

 

“પરબ”ના ૨૦૨૦ના ફેબ્રુઆરી મહિનાના અંકમાં ‘ડાયસ્પોરા સાહિત્યના પારિતોષિક’ના વિજેતા તરીકે ગુજરાતી સાહિત્ય સરિતાના મુરબ્બી સભ્ય શ્રીમતી દેવિકા ધ્રુવ અને તેમની મિત્ર નયના પટેલને તેમની કૃતિ ‘આથમણી કોરનો ઉજાસ’ (૨૦૧૭) માટે જાહેર કર્યા હતાં. આ પારિતોષિક  ન્યૂ જર્સીના ‘ગુજરાત દર્પણ’ પારિતોષિક તરીકે આપવામાં આવે છે. દુર્ભાગ્યે, કોવિડની મહામારીને કારણે કોઈ સમારોહ થઈ ન શક્યો.

 

 

‘આથમણી કોરનો ઉજાસ’ એ બે દેશોમાં દૂરદૂર બેઠેલી બે બહેનપણીઓની પોતાના મુળ વતનની વાતો છે; ભારતથી વિખૂટીને પરદેશને જ સ્વદેશ બનાવી બેઠેલી બે મિત્રોએ પોતાના અપનવેલા દેશોના વૈવિધ્યની આલંકારિક ભાષામાં કરેલી રજૂઆતો છે;  ઘરની, કુટુંબની, કૉલેજની અને થયેલા પ્રવાસોની રસભરી વાતો છે; અને આપણને પણ આપણા ભારતમાં વિતાવેલા મીઠા સમયની યાદો તાજી કરાવે એવાં સંભારણાં છે.

 

 

આખરે ૨૦૨૫માં, આ પારિતોષિકનું વિતરણ થયું. શ્રીમતી દેવિકા ધ્રુવની કલગીમાં એક નવું પીંછું ઉમેરાયું. આપણી ગુજરાતી સાહિત્ય સરિતા માટે આ ખૂબ જ આનંદ અને ગૌરવનો વિષય છે.

 

 

શ્રીમતી દેવિકાબહેનને  આપણા સહુ તરફથી ખૂબ અભિનંદન અને એમની લેખનપ્રવૃત્તિ આમ જ સફળતાના શિખર ચૂમતી રહે એવી ગુજરાતી સાહિત્ય સરિતા તરફથી શુભેચ્છા.

લેખનઃ રિદ્ધિ દેસાઈ

2 responses so far

2 Responses to “‘ડાયસ્પોરા સાહિત્યના પારિતોષિક’ વિજેતા શ્રીમતી દેવિકા ધ્રુવ”

  1. Nikhil Mehtaon 26 Dec 2025 at 11:05 am

    ખૂબ ખૂબ અભિનંદન!
    ગુજરાતી સાહિત્ય સરિતા તરફથી શુભેચ્છા!!

  2. Devika Dhruvaon 26 Dec 2025 at 2:38 pm

    રિદ્ધિબહેન, ખૂબ ખૂબ આભાર.
    ખરા અભિનંદન તો આપણી સાહિત્ય સરિતાના મંચને જ આપવા ને?
    વર્ષોથી નિયમિતપણે જુદા જુદા વિષયો પર આગળ આવીને બોલવા માટેની જે ધગશ, નવું લખવાની ઇચ્છા, તૈયારી કરવાની વગેરેને કારણે કલમને વિકસવાની તક મળી એ જ મોટું અહોભાગ્ય અને આનંદ. એટલા માટે જ એવો લાભ સૌ કોઈ લે અને ગુજરાતી ભાષા ટકી રહે એ જ આપણો સહિયારો પ્રયત્ન જરૂરી બની રહે છે.
    –દેવિકા ધ્રુવ

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.