Aug 16 2026

ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૮૨ મી બેઠકનો અહેવાલ

Published by at 9:22 pm under બેઠકનો અહેવાલ

ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૮૨ મી બેઠકનો અહેવાલ

ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટનની ૨૮૨મી બેઠક, રવિવાર જુલાઈ ૨૨૨૦૨૬ની બપોરે ત્રણ વાગે સુગરલેન્ડના Clyde and Nancy Jacks Conference Center ખાતે યોજવામાં આવી હતી.બેઠકનો વિષય હતો.”અમેરિકાની ૨૫૦ વર્ષની સ્વાતંત્ર્ય સફરની મૂલવણી.” 

કાર્યક્રમના આરંભે સહુ પ્રથમ દરેક સભ્યોનું સ્વાગત, બહાર વરસતા વરસાદ વચ્ચે ગરમ ચા, બટાકા પૌંઆ અને બિસ્કીટના સ્વાદિષ્ટ નાસ્તાથી થયું. ત્યારબાદ  શ્રીમતી જ્યોત્સનાબહેન વેદે સુંદર સરસ્વતી વંદનાથી શુભારંભ કર્યો. શ્રી ૐપ્રકાશ ગુપ્તાજીની અનુપસ્થિતિને કારણે, શ્રી નરેન્દ્રભાઈ વેદે સ્વાતંત્ર્યદિન નિમિત્તે  તેમની સ્વરચિત કવિતા રજૂ કરી.

 વક્તાઓમાં સહુ પ્રથમ શ્રીમતી દેવિકાબહેન ધ્રુવે સ્વાતંત્ર્યદિનને અનુલક્ષીને એક સુંદર સ્વરચિત કાવ્ય પ્રસ્તુત કર્યું અને તેમની આગવી શૈલીમાં અમેરિકાના ઈતિહાસની ઝલક વર્ણવી. અમેરિકાને વર્ષોથી તેમની કર્મભૂમિ બનાવી તે દરમ્યાનમાં તેમનાં વિવિધ અનુભવો જણાવ્યાં.

શ્રી મુકુંદભાઈ ગાંધીએ અમેરિકાના ઈતિહાસની માહિતીસભર રજૂઆત કરી જ્યારે રિદ્ધિબહેન દેસાઈએ અમેરિકાના ઈતિહાસનું નકારાત્મક પાસું કે જેમાં વિવિધ યુદ્ધો થયાં હતાં તેનું તટસ્થપણે વિશ્લેષણ કર્યું. શ્રી નરેન્દ્રભાઈ વેદે તેમનાં વર્ષોનાં અમેરિકાના વસવાટ દરમ્યાન તેમને થયેલ સારામાઠા અનુભવો અને સારીનરસી બાજુઓનું મૂલ્યાંકન કર્યું.

 

 નયનાબહેન શાહે રોઝા પાર્કસે જે સિવિલ વોરની ચળવળ કરી હતી તે વિશે ખૂબ સરસ રીતે રસપ્રદ માહિતી આપી. શ્રી દીપકભાઈ ભટ્ટે અમેરિકાના ઈતિહાસનું વિસ્તૃત વર્ણન કર્યું અને સાથે તેમના વસવાટનાં વર્ષોમાં થયેલ યાદગાર અનુભવો જણાવ્યા. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન શ્રી નિખિલભાઈ મહેતાએ વચ્ચે વચ્ચે વિષયોની સમીક્ષા કરી, કેટલાંક પુસ્તકો અને ચલચિત્રો વિશે પણ જાણ કરી

 

શ્રી નરેન્દ્રભાઈ વેદે ચા નાસ્તાના પ્રયોજકો અને મીટીંગ માટે હૉલના વ્યવસ્થાપકોનો આભાર માનીને કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

 

અસ્તુ.

પદ્મજા વસાવડા

 

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.