Apr 29 2026
” સંવર્ધન માતૃભાષાનું”
” સંવર્ધન માતૃભાષાનું”
આજથી ૧૧ વર્ષ પહેલાની વાત છે. સાહિત્ય સરિતાના નેજા હેઠળ નવીન દિશામાં
પગલું ભર્યું. માતૃભાષાનું ઋણ અદા કરવાની આ સોનેરી તક સાંપડી .
મિત્રો સંગે વિચાર કર્યો, ‘દુનિયામાં સહુથી જાડું પુસ્તક બનાવી “ગિનિઝ બુક ઓફ વર્લ્ડ” માં નામના મેળવીએ.’
કાર્ય ચાલુ કર્યું, સહયોગ મળ્યો. મહેનત કરીને પુસ્તક બનાવ્યું. તેમાં ગુજરાતી સાહિત્યને લગતા દરેક વિષય સાંકળી લીધા. લગભગ ૧૦૦ જેટલા લેખક મિત્રોનો સાથ મળ્યો. શ્રી વિજય શાહના નેતૃત્વ હેઠળ, પ્રવિણા, હેમા અને પ્રજ્ઞા કાર્યરત થયા.
૧૨,૦૦૦ પાનાનું આ પુસ્તક જોતાની સાથે આશ્ચર્ય પમાડે તેવું છે. એવી કારીગરીથી સંકળાયેલું છે કે દરેક પાનું વાંચી શકાય છે. વાર્તા, નવલકથા, નાટક, કવિતા ચિંતાન, હાસ્ય દરેક વિશે માહિતી મળશે.
અમદાવાદમાં શ્રી કિરણ શાહ નો સહયોગ મળ્યો. તેમના પ્રેસમાં કામ આગળ વધ્યું. મહેનત સફળ થતી લાગી, પણ ‘ગિનિઝ’ વાળાની શરત હતી કે ૫૦૦ ચોપડી છાપો. વાટાઘાટ ઘણી કરી. અંતે ફંડના અભાવે આ કાર્ય સફળ ન થયું. અફસોસ નથી. પ્રયત્ન કર્યો તેના પરિણામ રૂપે આ પુસ્તક આજે આપની સમક્ષ છે.
” ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનનો’ આભાર જેને કારણે ગુજરાતી જનતા તેને નજર સમક્ષ નિહાળી શકે છે. આ પુસ્તકને અમદાવાદમાં પ્રસિદ્ધિ મળી હતી. સાન ફ્રાન્સિસ્કોમાં પણ તેને રજૂ કરવાની તક સાંપડી હતી.
હ્યુસ્ટનમાં પ્રવિણા કડકિઆએ, સહુ સાહિત્ય સરિતાના સભ્યોને ઘરે બોલાવી તેની ઉજવણી કરી હતી.
અમદાવાદના શ્રી ભાગ્યેશ ઝા આ પુસ્તકને જોઈ ખુશ થયા હતા. તેમણે અમેરિકામાં રહી આવા કાર્યને બિરદાવ્યું હતું.
આ એક અદભૂત પુસ્તક છે. તેની જાળવણી જરૂરી હતી. શ્રી ઉમંગ અને દક્ષિણા મહેતાએ પરિશ્રમ કરી તેને
યોગ્ય સ્થળે મૂકવા મહેનત કરી.. અંતરથી આભાર માનું છું
પ્રવિણા અવિનાશ કડકિઆ