May 17 2026
ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૮૦મી બેઠકનો અહેવાલ
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૮૦મી બેઠક રવિવાર, મે ૧૦, ૨૦૨૬ ની બપોરે ૩ વાગે સુગરલેંડના Clyde and Nancy Jacks Conference Center ખાતે યોજવામાં આવી હતી. બેઠકનો વિષય હતો સ્વરચિત કવિતા, હાસ્યલેખ, નિબંધ અથવા વાર્તા. કાર્યક્રમનો આરંભ શ્વેતાબહેન શ્રોફના કંઠે સરસ્વતી વંદનાથી થયો હતો. ત્યારબાદ, પ્રવીણાબહેન ક્ડાકિયાએ બે અંગ્રેજી બાળગીતો રજૂ કર્યાં હતાં, જેમાંનું એક grandpa અને એક grandma […]