Feb 23 2009

ગુજરાતી સાહિત્ય સરિતાની સભા-૦૨/૨૧/૨૦૦૯-અહેવાલ: વિશ્વદીપ બારડ

Published by at 1:17 am under બેઠકનો અહેવાલ

100_3700

હ્યુસ્ટન-ગુજરાતી સાહિત્ય પ્રેમીઓ..

હ્યુસ્ટન એક રંગીલું શહેર છે, જ્યાં ભાત-ભાતનાં, જાત જાતનાં સુંદર કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. આપણી ભારતિય સંસ્કૃતીના દર્શન આ શહેરમાં જોવા મળે. ગુજરાતીઓનો પણ એક અનોખો રંગ છે.પરદેશ આવી આપણી માતૃભાષાનું જતન , ગુજરાતી સાહિત્યને આદર અને સન્માન કરતા ગૌરવ લે છે..હ્યુસ્ટન-ગુજરાતી સાહિત્ય સરિતા સંસ્થા આપણી માતૃભાષા,આપણી ગુજરાતી સંસ્કૃતીને જીવંત રાખવા મહત્વના ભાગ રૂપ છે.
ગુજરાતી સાહિત્ય સરિતાની માસિક બેઠક ફેબ્રુઆરી,૨૧મી ને શનીવારે હ્યુસ્ટનના માનિતા સમાજ-સેવક શ્રી દિનેશભાઈ શાહના નિવાસ્થાને યોજવામાં આવેલ, જેમાં આ શહેરનાં ગુજરાતી સાહિત્ય પ્રેમીઓ મોટી સંખ્યામાં હાજરી આપેલ.સભાનો દોર કવિયત્રી દેવિકાબેન ધૃવે સંભાળેલ,સમયને સાથમાં લઈ કાર્યક્રમ રાબેતા મુજબ બપોરે બે વાગે ,ગુજરાતી સાહિત્ય સરિતાના સંચાલક જયંત પટેલે સૌને આવકારી આજની સભાનું સંચાલન દેવિકાબેનને આપી સભાની શરુયાત ન્યુજર્શીથી પધારેલ સુષ્માબેન શાહની સુંદર પ્રાર્થનાથી થયેલ.સભાની શરૂઆત પહેલા ગુજરાતી સાહિત્યના શુભેચ્છ્ક ,પ્રોત્સાહક સ્વ. ડૉ.શિરીશ કોઠારી ને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાજંલી અર્પી .

ગુજરાતી સાહિત્યના જાણીતા-માનીતા પ્રૌઢ કવિ-લેખ શ્રી ધીરૂભાઈ શાહ જે હમણાંજ અકસ્માતની માંદગીમાંથી પસાર થઈ રહ્યા છે તેમની સરળ શૈલીભરી કવિતા એમની પૂત્રવધૂ હેમંતી શાહે વાંચી સંભળાવેલ.જેના શબ્દો …’શબ્દ સુખ,શબ્દ દુ:ખ,શબ્દ આશા-નિરાશા આપે.’ જે આજનો મૂખ્ય વિષય હતો .”શબ્દ”. સાથે સાથ “ગાંધી તારો જય થશે’સુંદર કવિતા રજૂ કરી ગાંધીને શ્રદ્ધાજંલી અર્પી.

રેખા બારડે શ્રી ધીરુભાઈની જીવનની ઝરમરને વધાવતી વિશ્વદીપ રચિત કવિતા’મ્હેંકતા ફૂલ’ ગાઈ, કવિશ્રી હિમંતભાઈ શાહે પણ ધીરૂભાઈના કાર્ય અને સુંદર મિજાજ ને દાદ આપતી કવિતા..”આપની સરળતા કપાળે ચાંદલો કરી જાય…ચંદ્રમાંથી સહજ શીતળતા ઝરે..રજૂ કરી ધીરુભાઈના સુંદર સ્વભાવ, કાર્યને બિરદાવ્યા.

ન્યુજર્શીથી પધારેલ ‘ગુજરાત ટાઈમ્સ” સંચાલક શ્રી રમેશભાઇ જાદવ આજની સભાના મૂખ્ય મહેમાન, જેમણે “શબ્દ” વિશે ઘણીજ વિગતવાર વાતો અને સમજ આપેલ..શબ્દની ઉત્પતી પહેલા ધ્વનીની ઉત્પતી..જે બાળક જન્મે તેની સાથે તેને આ દુનિયામાં શ્વાસ લેવા એની પીઠ થાબવડવામાં આવે..બાળકનો પહેલો ધ્વની..”ઊવા..ઊવા’ વાહ! સુંદર દાખલા આપી “શબ્દ”જ્ઞાન નો ઊંડો ખ્યાલ આપેલ. હ્યસ્ટ્ન-સાહિત્યપ્રેમી પ્રજા અવિરત શાંતીથી સાહિત્યની મજા માણી રહી હતી..એક પછી એક કવિઓ સ્વરચીત કવિતા રજૂ કરી રહ્યાં હતાં એમાં ઑસ્ટીનથી પધારેલ સરયૂબેન પરીખે “સંતોષ_ વિશે મુકતક , ઉપરાંત આ શહેરના ખ્યાતનામ શાયર રસિક મેઘાણી એ..ઓ મારા હ્ર્દય ક્યાં થાકી ગયો..બે ચાર પ્રલયની રાતોમાં’.વિરેન્દ્ર બેંકરે સુંદર વાંસળીના સુરે સૌ શ્રોતાજનોને મુગ્ધ કર્યા,નવિન બેંકરે રાજેન્દ્ર શુક્લની શબ્દ વિશે..”મનને સમજાવો નહી” રજુ કર્યુ., શૈલા મુનશા, નરૂદીન દરેડીયા, મનોજ મહેતા, વિજય શાહ, અશોક પટેલ, વિશાલ મોણપરા અને વિશ્વદીપ બારડની ભાવવિભોર કૃતીએ સૌને આનંદ-વિભોર કરી દીધા.

વિજય શાહે એ હ્યુસ્ટન સાહિત્ય સરિતાની દિન-પ્રતિદીન વધતી પ્રગતીને વધુ આગળ ધપાવવા હ્યુસ્ટ્નના સ્થાનિક કવિઓને પોત્તાના સ્વરચિત કાવ્યો-વાર્તાનું પ્રકાશન થાય તેના માટે સૌને પ્રોતસાહિત કરેલ..હ્યુસ્ટન એ અમેરિકામાં ગુજરાતી સાહિત્યનું એક અગત્યનું કેન્દ્ર છે. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે આ શહેરમાં આગામી મહિનાઓમાં એક સ્થાનિક કવિઓનો મોટો કાર્યક્રમ કરવો એવી પ્રસ્તાવના શ્રી દીપકે ભટ્ટે કરી એ આવકાર્ય હતી.તેજાણી,વરાલી સાહેબે જુદા જુદા સંપ્રદાય તેમજ આતકવાદના સુંદર ઉદાહણો આપ્યાં.નિરાલીબેને..’શબ્દ”ના અર્થ-ધટન, સુરેશ બક્ષીએ “સમન્વય” જેવી એક બુકનું પ્રકાશન સ્થાનિક કવિઓનું થવું જરૂરી છે એવી દરખાસ્ત મૂકી.
આ આખી સભાનું સુંદર આયોજનનો યશ-જશ..સમયની સાચવણી સાથે , ‘શબ્દ” વિશે અવાર-નવાર ઊંડી સમજ આપનાર “શબ્દને પાલવડે”ના સર્જનહાર કવિયત્રી દેવિકા ધ્રુવને જાયછે.સભા રાબેતા મુજબ સમયસર સમાપ્તિ,અને શ્રી દિનેશભાઈ શાહના લાગણી સભર ..હ્યુસ્ટ્ન-સાહિત્ય સરિતાનો આભાર સાથે તેમના ધર્મપત્ની હેમંતીબેને સ્વાદિષ્ટ અલ્પાહારનું આયોજન અને ભોજનના સુમેળ સાથે સૌ સાંજે પાંચ વાગે સભાનું વિસર્જન થયું.

13_03_2009_006

One response so far

One Response to “ગુજરાતી સાહિત્ય સરિતાની સભા-૦૨/૨૧/૨૦૦૯-અહેવાલ: વિશ્વદીપ બારડ”

  1. સરસ કામ ક્રરો છો હવે કામ ચાલુ જ રાખશો.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.