સરસ્વતીના તીર્થધામ પરથી આપનું સ્વાગત છે.

ગુજરાતનો સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો લગભગ ૧૦૦૦ વર્ષ જેટલો પ્રાચીન છે. તેની અભિવ્યક્તિનું માધ્યમ ગુજરાતી ભાષા રહ્યું છે અને દેશમાં કે વિદેશમાં ગુજરાતી પ્રજા, સાહિત્ય અને કલાની પરમ ઉપાસક રહી છે. હ્યુસ્ટનના વિવિધ ગુજરાતી વૃંદો ભાષાની રિયાસતના ઉંચા સિંહાસને બિરાજમાન છે. આ સભાનતા સાથે છેલ્લાં ૧૩-૧૪ વર્ષથી અમારી ગુજરાતી સાહિત્ય સરિતા, ભાષાના પટોળામાં અજબગજબના રંગો પૂરીને એક અનોખી ચુંદડી બનાવવાનો સતત પ્રયાસ કરતી રહી છે. હવે આ અવનવા અને વિવિધ બિંદુઓનો એક સિંધુ બનાવવા પ્રયત્નશીલ છે.

ગુર્જરવાણી,ગુર્જર લ્હાણી,ગુર્જર શાણી રીત.
જંગલમાં પણ મંગલ કરતી,ગુર્જર ઉદ્યમ પ્રીત. (કવિ શ્રી ખબરદાર )

sarasvati

મુખ્ય હેતુઓ –

આ સંસ્થામાં જોડાવા માટે માતૃભાષા પ્રત્યે પ્રેમ,સાહિત્યમાં રુચિ અને વાણીમાં વિવેક-શુધ્ધિ જરૂરી છે.પૂરા પરિવાર માટે ફી વર્ષની માત્ર $ ૧૦. હાલ લગભગ ૧૦૦ જેટલાં સભ્યો છે જેમાંના ૨૫-૩૦ સર્જકો છે.
ચાલુ વર્ષે ( ૨૦૧૭ ) નિયુક્ત થયેલ વહીવટી સભ્યોના નામો નીચે મુજબ છે.

નામ સંપર્ક ફોન
પ્રમુખ-શ્રી સતીશ પરીખ Satish.Parikh@gujaratisahityasarita.org 832-771-2053
ઉપપ્રમુખ-શ્રી. નિતીન વ્યાસ    
ખજાનચી-શ્રી. મનસુખ વાઘેલા    

તાજેતરમાં બદલાયેલ બ્લોગ
Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help