Dec 01 2008

ગુજરાતી સાહિત્ય સરિતા વેબ સામયિક

Published by vijayshah

મિત્રો

ગુજરાત સાહિત્ય સરિતાની વેબ સાઈટ ઉપર પ્રસિધ્ધ થતી કૃતિઓને વધુ લોક્ભોગ્ય બનાવવા અને અખબાર અને પ્રીન્ટ મીડીયામાં પહોંચાડવાનાં ઉદ્દેશ્ય થી આ વેબ મેગેઝીન શરુ કર્યુ છે વેબ સાઈટ ચલાવતા દરેક સર્જક મિત્રોને વિનંતી કે તેઓ તેમની કૃતિઓ મુકે અને સાથે આ વેબ મેગેઝીન માં જોતા રહે.

આ વેબ મેગેઝીન માટેનું એક સ્વપ્ન મારું , સર્વ શ્રી વિશ્વદીપ બારડ અને પ્રો. સુમન અજમેરીનું હતું. આ વેબ મેગેઝીનનું નામ સંપાદક અને કૃતિની ગુણવત્તા, ડીઝાઈન તથા સમય મર્યાદા જેવી બાબતોમાં આપના સુચનો ને આવકારુ છું. આ વેબ મેગેઝીન એક ઉદાહરણ તરીકે શ્રી વિજયભાઈએ બનાવી જુદા જુદા અખબારોને મોકલાવ્યુ છે

આશા છે કે આપને તે ગમશે.

કીરીટ ભક્તા / દેવિકા ધ્રુવ

કો ઓર્ડીનેટર / એસોસીયેટ કો ઓર્ડીનેટર

પાછલા અંકો

સામયિક તારીખ
ગુજરાતી સાહિત્ય સરિતા સામયિક ૯ ૧૯ ફેબ્રુઆરી, ૨૦૧૦
ગુજરાતી સાહિત્ય સરિતા સામયિક ૮ ૧૬ જાન્યુઆરી, ૨૦૧૦
ગુજરાતી સાહિત્ય સરિતા સામયિક ૭ ૧ ડીસેમ્બર, ૨૦૦૯
ગુજરાતી સાહિત્ય સરિતા સામયિક ૬ ૧૬ ઑક્ટોબર, ૨૦૦૯
ગુજરાતી સાહિત્ય સરિતા સામયિક ૫ ૧ જુન, ૨૦૦૯
ગુજરાતી સાહિત્ય સરિતા સામયિક ૪ ૧ મે, ૨૦૦૯
ગુજરાતી સાહિત્ય સરિતા સામયિક ૩ ૧ એપ્રીલ, ૨૦૦૯
ગુજરાતી સાહિત્ય સરિતા સામયિક ૨ ૧ માર્ચ, ૨૦૦૯
ગુજરાતી સાહિત્ય સરિતા સામયિક ૧ ૧ ફેબ્રુઆરી, ૨૦૦૯

3 responses so far

3 Responses to “ગુજરાતી સાહિત્ય સરિતા વેબ સામયિક”

  1. Dr P A Mevadaon 11 Feb 2010 at 10:16 am

    I am very much impressed by your activities, hope such things are happening in India-Gujarat too. I too believe that our mother tongue gujarati must be sustained and live as such. I have interest in poetry and started my blog at WP.
    Do visit, I am sure you will like it.
    http://venunad.wordpress.com

    “Saaj” Mevada

  2. ડૉ.મહેશ રાવલon 11 Feb 2010 at 7:35 pm

    આદરણીયશ્રી,
    ગુજરાતી સાહિત્ય સરિતાના સર્વે સભ્યશ્રીઓ
    નમસ્કાર,
    ઘણાં સમયથી હ્યુસ્ટનમાં થઈ રહેલી ગુજરાતી સાહિત્યની સુંદર રચનાત્મક ગતિવિધીને ઈન્ટરનૅટના માધ્યમ્થી માણી-જાણી રહ્યો છું.
    આપ સહુ મિત્રો,વડીલો જે નિઃસ્વાર્થ ભાવે આપણી ભાષા,આપણી અસ્મિતા અને આપણા ગૌરવને ચૈતન્ય અને એક ગરિમાપૂર્ણ વયવહારથી સિંચી રહ્યાં છો એ ઉમદા કાર્યને, એક ગઝલકાર એક સાહિત્યના જીવ કરતા અનેકગણું,એક ગુજરાતી હોવાના ગૌરવ સાથે બિરદાવું છું.

    દેવીકાબેન ધ્રુવ- વિજયભાઈ શાહ- વિશ્વદીપભાઈ બારડ- …..વિ.સાથે નૅટ પરિચય ખરો….!
    આપ સહુને જણાવવાની ઈચ્છા છે કે,
    મારી વેબસાઈટ – http://www.drmahesh.rawal.us – ની આપ સહુ અવાર-નવાર મુલાકાતે પધારો
    અને મારી ગઝલો વિષે આપના અમુલ્ય પ્રતિભાવ પણ જણાવશો તો મને મારી ગઝલને વધુ નિખારવાની તક મળશે.
    દેવિકાબેન સાથે એક બીજાના બ્લોગપર કૉમેન્ટ્સની આપ-લે નો વ્યવહાર ખરો….!
    એટલે ,
    અંતમાં આપ સહુની મા ગુર્જરી પ્રત્યેની નિષ્ઠાને હું મારા વંદન પાઠવું છું…..
    મળતા રહેજો.
    આ સાથે મારા કેટલીક પંક્તિઓ……..
    —————————-
    * ગમતાને ગમતું દીધું છે
    બીજે ક્યાં નમતું દીધું છે..!
    —————————-
    * હું હવે મારી દશાની વાત પણ કરતો નથી
    કેમ છો ? પૂછી જનારા ક્યાં મજામાં હોય છે..!
    —————————-
    * મજલ કાપીને બેઠો છું
    મને માપીને બેઠો છું
    ઉઘાડા દ્વારજેવો થઈ
    બધું આપીને બેઠો છું.

    —————— ડૉ.મહેશ રાવલ
    -આવજો.

  3. Devika Dhruvaon 12 Feb 2010 at 10:00 pm

    ડો.મહેશભાઇ અને ડો.મેવાડા…બંને ડોક્ટરોનો ખુબ ખુબ આભાર..પરસ્પર પ્રતિભાવ કેટલો પ્રોત્સાહક હોય છે !!
    નિર્મળ આનંદની આ સરિતામાં મળતા રહીશુ..અમારા ગ્રુપના સર્વે સભ્યો વતી ફરી એક વાર આનંદ સાથે આભાર વ્યક્ત કરું છું.

Comments RSS

Leave a Reply

Powered By Indic IME