Oct 21 2013

શેરાક્ષરી – શેર અંતાક્ષરી- સંકલન દેવિકાબેન ધ્રુવ

Published by

ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક ૧૩૮ માં રમાયેલી શેરાક્ષરી

 ૧. ધવલ            

મિત્રો આવો સાથે મળી, રમીએ રમત શેરાક્ષરી,
સંગે સૌની હળી મળી, માણીએ ગમ્મત શેરાક્ષરી…..    

ર…….દેવિકા:           

રેત ભીની તમે કરો છો પણ રણ સમંદર કદી નહિ લાગે,
શબને ફૂલ ધરો છો પણ મોત સુંદર કદી નહિ લાગે.     

ગ…….શૈલાબેન:  

ગહનતા ઘાવની માપી શકું, એવું ગજું ક્યાં છે?
વળી હર ઝખ્મ પંપાળી શકું, એવું ગજું ક્યાં છે?           

છ…..
પ્રશાંતભાઇ:       

છીપ મોતીની કણસ મેં સાચવી છે.
બંધ મૂઠીની જણસ મેં સાચવી છે.                      

ફરીથી  છ….?


ઇન્દુબેન:          

છોને મળી એ હાર અમને જીવન કેરાં યુધ્ધમાં,
સત્ય સાચું પામતા એ હાર પર હસતો રહ્યો;               

‘ય’  ચિમનભાઇ:       

યૌવન ગયું, ઉપવન ગયું,જીવન ગયું,નંદન ગયું,
નર્તન ગયું કિર્તન ગયું, બાકી હવે ક્રન્દન રહ્યું.             

‘ય’…  ધવલ            

યારી ગુલામી શું કરું તારી સનમ?
ગાલે ચૂમું કે પાનીએ તુને સનમ?                     

‘મ’……….દેવિકા            

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઇ ગઈ
જળમાંથી નીકળી આંગળી ને જગા પૂરાઈ ગઇ.        

‘ઈ’… નો ‘અ’ થાય.
શૈલાબેન         

અનુભવની મઝા કોઇને કહેવામાં નથી હોતી,
અસલ વસ્તુની ખુબી એની છબીમાં નથી હોતી.         

‘ત’……..પ્રશાંતભાઇ       

તૂટેલા કાચના કટકા સિતારા કદી થાતા નથી,
પાવડર લગાડેલા ચહેરા રૂપાળા કદી થાતા નથી.                

‘થ’……ઇન્દુબેન          

થોભવાનો થાક વસમો હોય છે,માર્ગ સમજ્યો એ ઉતારો નીકળ્યો.
આશરો કેવળ નદીને જે હતો,એક સાગર એ ય ખારો નીકળ્યો..  

‘ય’…..ચિમનભાઇ   

આપના વિશ્વાસમાં ઉંડો ઉતરતો જાઉં છુ,
ડૂબવાની કોને પરવા,હાલ તરતો જાઉં છુ,            

 ‘છ’……ધવલ            

છલના તમારી દ્રોણની પામી ગયો છું હું.
નખશિખ હવે નવ્ય છું,એકલવ્ય છું હું. . 

‘હ’…..દેવિકા            

હું ક્યાં કહું છું કે આપની હા હોવી જોઇએ,
પણ ના કહો છો તેમાં વ્યથા હોવી જોઇએ.                       

‘અ’….શૈલાબેન    

એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !
 શા માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ ?                    

 ‘એ’……પ્રશાન્તભાઇ
અમને મળ્યો જ નહીં રજુઆતનો સમય

નહીં તો મજાનો હોત મુલાકાત નો સમય                                                            

‘ય’….ઇન્દુબેન          

યાદ જે કરતા નથી દિલથી કદી,નામ એનું કોતરીને શું કરું ?
પંડની ઓળખ મને મળતી નથી,આયનો સૌને ધરીને શું કરું?   

‘ર’…..ચિમનભાઇ       

રડી લઉં છુ જ્યારે હ્રદય પર ખુબ ભાર લાગે છે,
નર્યા આંસુ જ મારા દર્દનો ઉપચાર લાગે છે.                     

‘છ’….ધવલ            

છોડો બધી વ્યાખ્યા જૂની જે જે વતન માટે રચી,
આજે જુઓ આ વિશ્વનું પ્રૂથ્વી વતન કહેવાય છે.                           

‘છ’….. દેવિકા:            

છીછરા નીરમાં હોય શું ન્હાવું,તરવા તો મઝધારે જાવું,
ઓર ગાણામાં હોય શું ગાવુ,ગીત ગાવું તો પ્રેમનું ગાવું.           

‘વ’…..શૈલાબેન:         

વ્યથા વિયોગની જોકે હવે અપાર નથી
છતાંય શાને હૃદયમાં હજી કરાર નથી.     

 ‘થ’  !  પ્રશાંતભાઇ:       

થાકીને સાંજ ટાણે‘રસિક’બેસવું પડયું
નહિતર વિરાટ રણ મહીં રસ્તા ઘણાં હતા                           

‘ત’….ઇન્દુબેન:          

તું જીતે એ તારી કિસ્મત, હું તો હારું અંગત અંગત.
આંખોએ પણ શું આપ્યું આ, પાણી ખારું અંગત અંગત.           

 

ફરી ‘ત’….?
ચિમનભાઇ:

તમે મન મૂકી વરસો, ઝાંપટું આપણને નહીં ફાવે
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.                                 

  ‘વ’….ધવલ :           

વાણી મારી ગુજરાતી ને ભૂમિ મા ગુજરાત છે.
પાણી દેશે દેશનું પણ ગૌરવ, આ ગુજરાત છે.   

3 responses so far

3 Responses to “શેરાક્ષરી – શેર અંતાક્ષરી- સંકલન દેવિકાબેન ધ્રુવ”

  1. mahesh jadavon 25 Jan 2014 at 5:20 am

    બેન,તમે શેર-શાયરી રૂપે અંતાક્ષરી કરવાનું કાર્ય ઉત્તમ કર્યું છે. બાકી આજે કોણ અંતાક્ષરી રમવા વખત કાઢે છે. આભાર……..મહેશ જાદવ

  2. રાકેશ રાઠોડ "મિત્ર"on 07 Feb 2017 at 11:27 pm

    સુંદર આયોજન હું
    વાંચીને ઘણી મજા આવી

    શું હું પણ આયોજન માં ભાગ લઇ શકું?

  3. રાકેશ રાઠોડ "મિત્ર"on 07 Feb 2017 at 11:28 pm

    હતું*****

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.