Jul 25 2007

ગુજરાતી લખવુ છે?

Published by

visit web page

Pramukh Type Pad for Gujarati Typing

or

http://ccat.sas.upenn.edu/plc/gujarati/

or

http://dhavalshah.com/Write%20in%20Gujarati.htm

or

http://www.vishalon.net/VideoTutorial/EnableLanguageToolbarinWindows/tabid/231/Default.aspx

23 responses so far

23 Responses to “ગુજરાતી લખવુ છે?”

 1. ભગીરથ પટેલon 12 Feb 2010 at 12:36 am

  સંચાલક શ્રી,

  આ સાથે મારી પ્રથમ સ્વરચિત અછંદાસ રચના મોક્લું છું. લખવાનું સાહસ આજ સુધી કયારેય કર્યું નથી. ખબર નથી કે આ રચના આપના વેબપેજ પર સ્થાન પામવાને લાયક છે કે નહી? વિદેશમાં છું અને વ્યવસાયે ઇજનેર છું, એટલે વ્યાકરણની ક્ષતિયો માફ કરી/સુધારીને પણ જો સ્થાન મળશે તો મને વધું લખવાની હિંમત મળશે તે આશા સાથે પ્રસ્તુત છે “પ્રેમ”….

  પ્રેમ…
  માત્ર સમર્પિત યુગલની લાગણીઓમાં જ સિમિત નથી પ્રેમ…
  પરિભાષા નથી, પણ જગત આખાની ભાષા છે પ્રેમ…
  ઘન, પ્રવાહિ કે વાયુ નથી, રંગ, ગંધ, ક્દ, આકાર, કે પરિમાણ નથી,
  વિજ્ઞાન નથી, તોયે ન્યુટનના ત્રણે નિયમો પાળે છે પ્રેમ….
  અર્થશાસ્ત્ર નથી, તોયે ઘણા શાસ્ત્રોનો અર્થ છે પ્રેમ….
  જાણો તો, જગત આખાનું નાણું છે પ્રેમ…
  કરાય નહીં વેપાર પ્રેમનો, એવો છે જગતનો વહેવાર,
  થાય પ્રેમ તણો વહેવાર, તે દિ જ બને સાચો તહેવાર,
  સમયની સાથે વહી જાય…, અને રહી જાય તે પ્રેમ…
  ધ્વનિ સાથે પ્રેમ તે સંગિત, શબ્દ સાથે પ્રેમ તે ગીત,
  અન્ન સાથે પ્રેમ તે સ્વાદ, પ્રકૃતિ સાથે પ્રેમ તે સૃષ્ટિ,
  દ્રશ્ય સાથે પ્રેમ તે સુંદર, દ્રશ્યમાં નહીં દ્રષ્ટિમાં છે પ્રેમ…
  જ્યાં જુઓ ત્યાં પ્રેમ, તોયે વ્હેંત છેટો છે પ્રેમ…
  નસીબ હોય તો જ મળે એમ નહીં, પણ નસીબ હોય તો જ સમજાય પ્રેમ…
  વિદ્વાનોને ભલે ના સમજાય, અભણ તો શું? જીવ માત્રને પણ સમજાય પ્રેમ…
  બાલ, તરુણ, વૃધ્ધ તો શું? ઝાડ, પાન, પશુ, પક્ષીનો પણ ઇજારો નથી પ્રેમ…
  જડ અને ચેતનમાં પણ પ્રેમ…
  ઉષાના કિરણોને ઝાકળ સાથે પ્રેમ…
  વરસાદના સૂરજનો મેઘધનુષમાં ભાસે પ્રેમ…
  તરુ ને ધરા સાથે, તારામંડળ ને ધ્રુવ સાથે પ્રેમ…
  પર્વતને નદી સાથે, નદીને દરિયા સાથે ને માટીને ઢેફા સાથે પ્રેમ…
  કણ કણમાં છે પ્રેમ, પ્રભુ તારો, કણ કણમાં છે પ્રેમ…
  જગત આખામાં પથરાય એટલો વ્યાપક તોયે, નાના બાળકની મુઠ્ઠીમાં સમાય પ્રેમ…
  નિબંધમાં બંધ થાય નહીં, તોયે મુક્તકના પદોમાં સમાય પ્રેમ…
  કોઈ સાચા સંતની ઝોળીમાં પણ સમાય પ્રેમ…
  સ્વજનની આંખોમાં પણ ઊભરાય પ્રેમ…
  થવું જ હોય પ્રેમમાં, તો પાગલ કે ઘાયલ નહીં પણ લાયક થવાય
  ડૂબે તે તરે, ને તરે તે ડૂબે, આ તો પ્રેમ છે ભાઇ પ્રેમ…
  સમ્રાટ અને તવંગર તો શું? નિર્ધનનો પણ ખજાનો હોય પ્રેમ…
  ભક્તિની શક્તિ છે, શાસ્ત્ર નહીં પણ શસ્ત્ર છે પ્રેમ…
  આમતો મને અને તમને પણ છે ક્યાંક પ્રેમ…
  પણ મારો ને તમારો પ્રેમ એક બિંદુ, ને મારા પ્રભુનો પ્રેમ છે સિંધુ,
  કણ કણમાં છે પ્રેમ, પ્રભુ તારો, કણ કણમાં છે પ્રેમ…
  દરિયો છે, આમ શબ્દોથી ઉલેચાય નહીં પ્રેમ…
  ભગીરથની કલ્પના નહીં, પ્રેમ પર છે પ્રેમ…
  કણ કણમાં છે પ્રેમ, પ્રભુ તારો, કણ કણમાં છે પ્રેમ…

  – ભગીરથ પટેલ

 2. અકબર અલી નરસીon 16 May 2010 at 8:21 am

  સમ્રાટ અને તવંગર તો શું? નિર્ધનનો પણ ખજાનો હોય પ્રેમ
  ભગીરથ ભાઈ
  અછંદાસ હશે પરંતુ આસ્વાદ જરૂર છે.
  ધન્યવાદ

 3. અનન્યાon 07 Jun 2010 at 12:29 pm

  ત્મારા કાવ્ય બદ્લ ખુબ અભિનન્દન
  પ્રેમના અજાન્યા પ્રદેશમા લઇ જ્વા આભાર

 4. કિરણકુમાર રોય.on 31 Jul 2010 at 3:33 am

  નમસ્કાર,
  આપની સાઈટ ખુબજ સુદર છે.
  ગુજરાતી સાહિત્યનો રસથાલ પિરસવા માટે ખુબ ખુબ આભાર.

  કિરણકુમાર રોય.
  http://gujaratisahityaa.blogspot.com

 5. tushar gandhion 08 Aug 2010 at 12:49 pm

  આ મન્ચ ઉપર થી ભગિરથ જેવા ઉગતા સર્જક ને સ્થાન આપી તેમની સર્જન કલા ઔર ખિલે અને હજુ ઘણા સર્જકો આ યાત્રા મા જોડાય જેથી…અન્ય સર્જકો ની ક્રુતિ માણી શકાય..આભાર…

 6. sameeron 19 Aug 2010 at 2:15 am

  khoob j sundar website

 7. મહેક રાવલon 05 Oct 2010 at 2:49 am

  સરસ
  ખુબ સરસ

 8. kavi jalrup morbion 06 Nov 2010 at 5:30 am

  gujrati lakhvu chhe.
  kavya, gazal ne geet
  aa sight joine mane thai chhe preet.
  have to am thai chhe
  kaink
  gujrati lakhvu chhe.

  kavi jalrup (MORBI)

 9. ભૈરવીon 16 Nov 2010 at 11:43 pm

  Google Transliteration also works very well. બધી જોડણી સાચી જ આવે છે.

 10. rajni patelon 22 Jan 2011 at 7:58 am

  aa website sundar che. mane khub j gme che…………… thank you

 11. harsahdon 15 Feb 2011 at 5:41 am

  khubj sundar j rete bhini mati mathi suwas aave che
  tej rete aa web gujrati sahitya suwas felave che

 12. Hiren Janion 04 Mar 2011 at 11:19 am

  અભિનંદન ગુજરાતી ભાષા અને સાહિત્ય ને જીવંત રાખવા બદલ. મારી એક હાલ ની રચના લખું છું, આશા રાખું છું કે વાચકો ને આનંદ થશે.
  ====================

  તરસ મળી માછલી ની,
  રહેવા મળ્યું મને રણ,
  સુખ મળ્યું ભવોભવ નું,
  જીવવા મળી મને ક્ષણ.

  જાગતી રાતો નયનના દ્વારે,
  પાંપણનો ભાર કોણ ઉતારે?
  શમણા વેર્યા આંગણે,
  પંખી, તુ મન મુકી ચણ.

  છોડ હવે, લોક્લાજ ત્યજી દે,
  એક ઘાવ કસીને તું મારી દે,
  મારા અંગત હોવા ના દાવે,
  એટલો હક છે તને પણ.

  સુખ મળ્યું ભવોભવ નું,
  જીવવા મળી મને ક્ષણ
  તરસ મળી માછલી ની,
  રહેવા મળ્યું મને રણ,

  – ‘તરસ્યો’ જાની

 13. BHARAT SONIon 14 Mar 2011 at 1:54 am

  નમસ્કાર,
  આપની સાઈટ ખુબજ સુદર છે.
  ગુજરાતી સાહિત્યનો રસથાલ પિરસવા માટે ખુબ ખુબ આભાર.
  FROM.BHARAT SONI

 14. BHARAT SONIon 14 Mar 2011 at 1:56 am

  આ મન્ચ ઉપર થી ભગિરથ જેવા ઉગતા સર્જક ને સ્થાન આપી તેમની સર્જન કલા ઔર ખિલે અને હજુ ઘણા સર્જકો આ યાત્રા મા જોડાય જેથી…અન્ય સર્જકો ની ક્રુતિ માણી શકાય..આભાર…

 15. નિલયon 16 Apr 2011 at 9:01 am

  મારા વ્હાલાઓ,

  ગુજરાતી માં લખવું હોય તો Firefox માં ગુગલ માં Lipikaar લખો અને થોડું શોધો.

 16. vishnu bhalodion 24 Apr 2011 at 1:41 am

  gujarati shahity ras thal pirasva badal sau bhaiyo no khub khub aabhar.

 17. durgesh b ozaon 06 Jun 2011 at 8:50 am

  pl publish this positive student oriented story NAVJEEVAN -THX DURGESH B OZA AUTHOR PORBANDAR

  ઃ વિધાર્થી,માબાપ તેમ જ સમગ્ર માણસજાતને પ્રેરક સંદેશ આપતીરચનાત્મક વાર્તા ઃ
  નવજીવન લેખક-દુર્ગેશ બી ઓઝા પોરબંદર
  રમેશ તો નવાઇમા ડૂબી ગયો. ઓરડામાં ચારે બાજુ કરોળિયાના ચિત્રો,રંગોંની ડ્બ્બીઓ,કેંનવાસ,કાગળના થપ્પા,ને એની અંદર ખુંપેલા પપ્પા ! પપ્પાનું આવું રૂપ આ પહેલાં એણે ક્યારેય ન્હોતું જોયું.અચાનક રમેશની નજર મોટા રંગબેરંગી મથાળાવાળા કાગળ પર પડી,જેમાં એક વાર્તા લખેલી હ્તી,જેને એ રસપૂર્વક વાંચવા લાગ્યો.”એક હ્તી કોયલ.તે એક વાર માંદી પડી.તેને ખબર પડી કે તેનો અવાજ થોડા દી’ પૂરતો બેસી જશે..એની ખબર કાઢનારા કહે,’અ ર ર ર,તારો અવાજ બેસી જ્શે?હાય હાય….હવે તારી જિંદગી.!’કોયલ કહે,’ભલે અવાજ બેસી જતો.એ પાછો ઊભો થઇ જ્શે.બે-ચાર દી’ અવાજ ચાલ્યો જાય એમાં કાંઇ આખું જીવન નકામું નહીં થઇ જાય,કાગડાકાકા !હું કાંઇ એમ હિમત હારું એવી નથી.અવાજ બેસી ગયો એટલે એવું સમજો કે દસમા-બારમાં ધોરણની પરીક્ષાનું પેપર નબળું ગયું કા એમાં નાપાસ થયા,બસ એટલું જ….તમે ખાલી ચોપડીની પરીક્ષામાં જ હારી ગયા,પરંતુ,પરીક્ષા પૂરી એટલે તમારું સાવ પૂરું થઇ ગયું એવું નથી.તમારી સામે આખી જિંદગી પડી છે.હજી ઘણી બધી તકો,પ્રવત્તિઓ છે.કાળઝાળ ગરમીમાં એક વખત્ પાક સાવ બળી જાય તો ધરતી કાયમને માટે સુકીભઠ્ઠ થઇ નથી જતી,વાંદરાભાઇ !એ એમ નથી વિચારતી કે” આપણી જિંદગી ખતમ”.પાક ખાલી એક જ વાર બગડ્યો છે,પણ ફરી એ જ જમીનમાં વાવશો તો પાછું ઉગશે,એટલું જ નહીં,ચોતરફ અનેરી હરિયાળી લહેરાઇ ઊઠશે,કારણ કે નબળો પાક એ સમજો માત્ર એક પરીક્ષા કે તેનું પેપર છે,તે આખા જીવનનો સાર કે તેનું માપ નથી.અભી તો પિક્ચર બાકી હૈ મેરે દોસ્ત.”કરતા જાળ કરોળિયો ભોંય પડી પછડાય,તૂટે ઘર તો પાછું નવું બનાવતો જાય.”.એટલે હું નિરાશ થઇ આપઘાતના નબળા વિચાર નહીં કરું.’….ને કોયલ; ખરેખર થોડા દિવસ પછી ફરી એ જ મસ્તીમાં ટહુકવા લાગી ને બીજાનેય ખુશ કરી સાચો રસ્તો બતાવી ગઇ……
  ……..ને એ રંગબેરંગી કાગળ શોધવા જેવી હિંમતલાલે પાછળ નજર ફેરવી કે તરત જ,…’લે તું ક્યારે રૂમની અંદર ઘુસી ગયો દીકરા!!?અચ્છા,તો એ કાગળ તારા હાથમાં છે એમ ! કેવી લાગી વાર્તા?
  ‘સરસ છે પપ્પા’રમેશ થોડું મલક્યો ને પપ્પા બોલ્યા,’તને નવાઇ લાગે છે ને કે આ બધું !! એક પુસ્તકે મને જ્ગાડ્યો જેમાં લખેલું કે”તમે જીવનમાં ક્યારેય ન કર્યું હોય એવું સારું,કંઇક નવું. અનોખું કરી બતાવો.”બેટા,નાનો હતો ને ત્યારે હું સરસ ચિત્રો દોરતો,પણ છેલ્લા વીસ વરસથી ધંધા,નફા,પૈસા..વગેરેની હાયવોયમાં હું બધું ભૂલી ગયો હતો,પરંતુ આજ મેં નક્કી કર્યું કે આજકાલ વિધાર્થી નબળા પેપર કે પરિણામથી નાસીપાસ થઇ જીવનનો અંત આણવા સુધી પહોંચી જાય છે;તે ન થાય ને તે ફરી પડકાર ઝીલી લઇ નવી આશા,શ્રદ્ધા સાથે બેઠો થાય એવું કાંઇક કરું.ને દીકરા સાચું કહું?આ વાંચીને વિધાર્થી વગેરેને તો મળશે જ,પણ મને તો અત્યારે જ નવજીવન મળી ગયું.જો આ ચિત્રો.’
  પહેલું ચિત્ર કરોળિયો ચડે એવું,બીજું તે નીચે પડે તેનું ને ત્રીજું તે ફરી ઉપર ચડી અંતે ઘર બનાવવામાં સફળ થાય એ પ્રકારનું હતું.રમેશે ચિત્રો જોયા ને પછી તે ઘરની બહાર નીકળ્યો………….. ………દીકરો મોડી સાંજે ઘેર પાછો આવ્યો ને પપ્પાને વળગી રડવા લાગ્યો.પછી થોડું સ્વસ્થ થતા એ બોલ્યો,’પપ્પા,સવારે જ્યારે હું તમને મળવા આવ્યો’તો ત્યારે અમારી પરીક્ષા પૂરી થતાં જ હું કાંકરિયા તળાવની પાળે ફરવા જવાની રજા લેવા આવ્યો’તો.પણ સાચું કહું? હું કાયમ માટે તમારી રજા લેવા આવ્યો’તો.હું ત્યાંથી પાછો ન્હોતો આવવાનો,પણ્ તમારી વાર્તા,ચિત્રો વગેરે જોઇ હું ઘેર પાછો ફર્યો છું.બધા માબાપ તમારા જેવા હોય જે મિત્ર બની સાચું વહાલ કરે,ખોટું દબાણ ન કરે તો જીવવાની મઝા આવે.થેંક્યુ પપ્પા.’થોડીવાર સાવ શાંતિ છવાઇ ગઇ.ને પછી પપ્પા ગળગળા સાદે કહી રહ્યા,’બેટા,એવા અનેક લોકો છે જે ભણવામાં સાવ ‘’ઢ’’ હતા છતાં સફળ થયા છે.પરીક્ષા મહત્વની છે જે દિલ દઇ પૂરી મહેનત કરી આપો,પણ્ એની જ ફૂટ્ટપટ્ટીથી તમારી કુશળતાને ન માપો.ને ખાલી અભ્યાસક્ર્મના ચોપડા જ ન વાંચો.બીજું પણ વાંચો.થોડું નાચો-ગાઓ,હરો-ફરો તો ટેંન્શન જાશે,આનંદ આવશે,ને ઊલટું વધુ યાદ રહેશે.પરીક્ષા એ જીવનની છેલ્લી તક નથી.એની બહાર પણ એક સુંદર જીવન છે.સચિન તેંડુલકર ઝીરોમાં જાય તો તે કાયમ માટે ક્રિકેટ છોડી નથી દેતો..ફરી હિંમત બતાવી બીજા મેચમાં સદી ફટકારે છે.ઝીરોમાંથી હીરો બની જાય છે.હારો ભલે,પણ હિંમત ન હારો.બેટા,તું આ પરીક્ષામાં ભલે કદાચ ઓછા ગુણ મેળવ કે નાપાસ થા,પણ જીવનની પરીક્ષામાં તો તું ફર્સ્ટ-ક્લાસ પાસ થયો છે.અભિનંદન.આ સદ્ગુણનું મૂલ્ય પેલી પરીક્ષાના ગુણ કરતાય ક્યાંય વધુ છે..ચાલ,એના માનમાં થોડો મસ્ત ડાંન્સ થઇ જાય.’….ને પિતા-પુત્ર બંને ખુશીમાં નાચવા લાગ્યા.બંનેને કશુંક અનોખું પ્રાપ્ત થયું હતું.ઃઃઃઃ

  લેખક-દુર્ગેશ બી ઓઝા ૧,જલારામનગર નરસંગ ટેકરી,પોરબંદર ૩૬૦૫૭૫ email- durgeshart@yahoo.in PL. FORWARD/CIRCULATE THIS EMAIL/STORY TO AS MANY AS POSSIBLE.IT MAY SAVE AND MAKE HAPPY SOMEONE/S PRECIOUS LIFE.

 18. Manhar Prabtanion 28 Jul 2011 at 2:44 am

  Sir,
  Wow ! What a nice website. I like very much. I think… Sahitya to sarjaaytu rahe chhe pale..pale… Pan aa e-yugma ena vaarasanu shu? Pan aa Web jota have lage chhe ke have saahitya vaarasani chinta karava jevu nathi. Thanks.
  Biju..Sir Mare Gujarati Chhandshashtra joe chhe. Jo aapni pase uplabdh hoy athva praptisthan janavava krupa karsho.
  Sorry for the trouble given. Thanks.

 19. bhojaldhamon 16 Oct 2011 at 7:06 am

  આ વેબસાઈટ મા ચિંતનાત્મક લેખો, સંત ભોજલરામ બાપની માહિતી તથા સંતપુરુષોના જીવનની પ્રેરણાદાયી વાતો તથા રામચરિતમાનસ, ભગવદ ગીતા, મહાભારત, તથા રામાયણ તથા આરોગ્યની માહીતી નરસિંહ મહેતા, મીરાંબાઈ, કબીર અને ગંગાસતીના પ્રસિદ્ધ ભક્તિપદો, જાણીતા ગુજરાતી ભજનો, સ્તુતિ, આરતી, બાવની ગુજરાતીમાં માણી શકશો. ઈ-બુક ડાઉનલોડ કરી શકશો.

 20. pratibhaon 03 Sep 2012 at 12:12 pm

  આપની આ વેબસાઇટ સુન્દર અને ઉપયોગી થાય તેવી છે.

 21. PUSHPAon 20 Jun 2013 at 7:37 am

  BAHUJ MAHATVA NI VAT AAP NI AA VARTA MA CHHE AAJ NA YUVAK YUVATIO MATE EK RASTO CHHE , EK SIKHAMAN CHHE …. KYAREK AAVA SHABDO PAN JIVAN DAI JAY CHHE .. SO NICE .. THANKS ALOTT

 22. Varsha K.Trivedion 04 Aug 2013 at 9:35 am

  આ વાર્તા ખુબ સુન્દર .

 23. રૂપશીભાઇ કિહોરીon 16 Jan 2018 at 5:37 am

  ગુજરાતી ભાષાની સરિતા સોરઠના નરસૈયાના સમયથી સરકી ’’ગુજરાતી સાહિત્ય સરિતા’’ એ આ ગુજરાતી ભાષાને વૈશ્વિક સ્તરે વહેવાની ક્ષમતા બનાવી છે. એના અભિનંદન સૌને સરખા આપું છું.
  રૂપશીભાઇ કિહોરી, પી.એસ. ટુ આર.આઇ.સી., ગાંધીનગર.

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.