Jul 25 2007

સ્વાગત

Published by

સરસ્વતીના તીર્થધામ પરથી આપનું સ્વાગત છે.

ગુજરાતનો સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો લગભગ ૧૦૦૦ વર્ષ જેટલો પ્રાચીન છે. તેની અભિવ્યક્તિનું માધ્યમ ગુજરાતી ભાષા રહ્યું છે અને દેશમાં કે વિદેશમાં ગુજરાતી પ્રજા, સાહિત્ય અને કલાની પરમ ઉપાસક રહી છે. હ્યુસ્ટનના વિવિધ ગુજરાતી વૃંદો ભાષાની રિયાસતના ઉંચા સિંહાસને બિરાજમાન છે. આ સભાનતા સાથે છેલ્લાં ૨૦ વર્ષથી અમારી ગુજરાતી સાહિત્ય સરિતા, ભાષાના પટોળામાં અજબગજબના રંગો પૂરીને એક અનોખી ચુંદડી બનાવવાનો સતત પ્રયાસ કરતી રહી છે. હવે આ અવનવા અને વિવિધ બિંદુઓનો એક સિંધુ બનાવવા પ્રયત્નશીલ છે.

ગુર્જરવાણી, ગુર્જર લ્હાણી,ગુર્જર શાણી રીત.
જંગલમાં પણ મંગલ કરતી,
ગુર્જર ઉદ્યમ પ્રીત. (કવિ શ્રી ખબરદાર )

મુખ્ય હેતુઓ –

 • ગુજરાતી ભાષાનું સર્જન, સંવર્ધન, પ્રચાર અને પ્રસાર.

 • મહિનામાં એક વાર બેઠક યોજીને સ્થાનિક નવોદિત સર્જકોને માટે મંચ પૂરું પાડવું.

 • ઉચ્ચ કક્ષાના લેખકો કે કવિઓને આમંત્રણ આપી, સ્થાનિક સર્જકોનું સ્તર ઉંચું લાવવા પ્રયત્નશીલ રહેવું.

 • અન્ય લલિત કલાના કાર્યોમાં સહકાર આપવો.

આ સંસ્થામાં જોડાવા માટે માતૃભાષા પ્રત્યે પ્રેમ, સાહિત્યમાં રુચિ અને વાણીમાં વિવેક-શુધ્ધિ જરૂરી છે. 

ફી વર્ષની માત્ર $ ૨૦.

 ૨૦૨૪ વહીવટી સભ્યોના નામોઃ

નિખિલ મહેતા (પ્રમુખ)

રિદ્ધિ દેસાઈ (ઉપપ્રમુખ)

નરેન્દ્ર વેદ (સચિવ)

હસમુખ દોશી (સલાહકાર)

6 responses so far

6 Responses to “સ્વાગત”

 1. kaushalon 29 Mar 2010 at 2:11 am

  pls comment this site.

  http://www.vinelamoti.com

 2. Rajendra M. Trivedi,M.D.on 30 Mar 2010 at 6:41 am

  Great service to Gujarati home away from Gujarat.
  We in new England can work too.
  I will talk to Chandu Shah.

  Rajendra Trivedi, M. D.

 3. Preety Senguptaon 30 Mar 2010 at 12:50 pm

  Hello Everyone at the Sahitya Sarita, the news about the web-magazine is wonderful. I am amazed as to how you all have taken to the Internet – like birds in the sky.
  The objectives are carefully thoughout, and the whole project is bound to make a difference in many ways – to Gujarati writing, and its readership.
  Congratulations.
  with many wishes ————-Preety Sengupta, NYC

 4. રાજેશ પડાયાon 22 May 2010 at 10:13 am

  ઘણુ જીવો !!

 5. Dave Bipinchandra Aon 03 Sep 2015 at 6:25 am

  Sir,

  I would like to join in Gujarati Sahitya Sarita Institute. I, therefore, request you to please provide me details for the same at the earliest.

  Thanking you,

  Yours faithfully,

  (BIPIN A DAVE)

 6. Nita Shahon 04 Mar 2016 at 12:48 am

  હું નીતા શાહ, અમદાવાદની રહેવાસી છું. વિજયભાઈ શાહ દ્વારા આપના સાહિત્યનો પરિચય થયો છે. સહિયારા સર્જન માં ભાગ લેવાનો મોકો મળ્યો છે.
  ખુબ ખુબ અભિનંદન ”ગુજરાતી સાહિત્ય સરિતા” ની આખી ટીમ ને …! ખુબ સરસ રીતે માં સરસ્વતી વંદના અને માતૃભાષાને ઉજાગર કરી રહ્યા છો. હાલમાં તો પોતાના દેશમાં જ રહીને પોતીકા રાષ્ટ્ર ને ભૂલી રહ્યા છે ત્યાં આપ સૌએ તો પરદેશ માં રહીને પણ માતૃભાષાનો અખંડ દીવો પ્રગટાવીને એની જ્યોત દરેક ગુજરાતીના હૃદયમાં પ્રજ્વલિત કરી રહ્યા છો. શત શત પ્રણામ …!
  હું મારું લખેલું સાહિત્ય આપને મોકલી શકું ?

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.