Feb 04 2009

હ્યુસ્ટન આંગણે ગાંધીજીના નિર્વાણદિને શ્રદ્ધાજંલીનો કાર્યક્રમ.-અહેવાલ: વિશ્વદીપ બારડ

Published by at 5:23 pm under બેઠકનો અહેવાલ

100_3663100_3658

(ડાબી બાજુથી નુરુદીનભાઈ દરેડીયા, વિશ્વદીપભાઈ બારડ. વિજયભાઈ શાહ, પ્રકાશભાઈ દેસાઈ, જયંતભાઈ પટેલ. બીજી તસ્વીરમાં ગાંધીજીને શ્રદ્ધાજંલી પ્રવચન આપતાં માનનિય કૉનસલ જનરલ ઓફ ઈન્ડિયા શ્રી સંજય અરોરા)

મહાત્માગાંધી લાયબ્રેરી,આઈ.સી.સી., ગુજરાતી સાહિત્ય સરિતા તેમજ અન્ય સંસ્થાના સંયુક્ત સંયોગથી પ્રથમવાર હ્યુસ્ટનના આંગણે, જાન્યુઆરી ૩૧, ૨૦૦૯ને શનીવારે ગાંધી નિર્વાણદિનનાકાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. સાબરમતીનાં સંત અને એક યુગ પુરૂષ, વિશ્વના માનિતા એવાં ગાંધીજીને શ્રદ્ધાજંલી અર્પવા ડાઉન-ટાઉન, હરમનપાર્કમાં, સવારે ૧૦વાગે ગાંધીબાપૂની મૂર્તિને ફૂલહાર પહેરાવી, “રઘુપતિ રાઘવ રાજારામની ધુન લગાવી સૌ જનસમુદાય નીકળી ઈન્ડિયા હાઉસમાં આવેલ. જ્યાં સભાનું સુકાન ડૉ.મનીષ વાણીએ સંભાળેલ.ગાંધીજીનાં પ્રિય એવા ભજનો, કવિતાના આયોજન અને ગાંધીજીને શ્રદ્ધાજંલી અર્પતા બે મિનિટ મૌન સાથે સવારે ૧૧વાગે માનનિય કૉનસલ જનરલ ઓફ ઈન્ડિયા શ્રી સંજય અરોરાએ ગાંધીજીને શ્રદ્ધાજંલી અર્પતા કહેલ કે ઓકટોબર ૨,મહાત્માગાંધીનો જન્મદિવસ આખા વિશ્વમાં નૉન-વાયોલન્સ દિવસ તરીકે ઉજવવામાં આવશે,જે યુનાટેડ નેશનમાં સર્વાનુમતીએ પસાર કર્યો એક ગૌરવની વાત છે.

ગાંધીજીની અહિંસા પ્રવૃત્તિ સ્વીકારનારા સ્વ.માર્ટીનલ્યુથર કીંગની પ્રશંસા કરેલ.ત્યારબાદ ગાંધી લાયેબ્રેરીના સ્થાપક અતુલભાઈ કોઠારીએ ગાંધીજીને શ્રદ્ધાજંલી અર્પી, મનોજભાઈ અને કલ્પના મહેતાએ તેમના મધુર રાગ સાથેવૈષ્વણજનતો તેનેરે કહીએ..ગાઈ સૌને ભાવ-વિભોર કરેલ,તેમજ ફતેહઅલી ચતૂરે ગાંધીજી વિષે હીન્દી કાવ્ય પઠન અને નિખીલ મહેતાએ ઉમાશંકર જોષીએ લખેલ ગીત..મારું જીવન તે મારી વાણી જે ગાંધીજીને અર્પણ કરેલ તે મધુરકંઠે ગાયેલ. હ્યુસ્ટન યુનિટી ચર્ચના બે પ્રતિનિધી સભ્યોએ પોતાના ચર્ચમાં ચાલતાં વર્ગ “ગાંધીના વિચારો અને એમની પશ્રિમદેશો પર અસરવિષે સુંદર વાતો કરેલ, ઉપરાંત શ્રી દેવ મહાજને ગાંધી લાયબ્રેરીની આગળ ધપતી પ્રવૃતીનું પ્રવચન સાથે સૌનો અભાર માની પ્રથમ દોરની સભાની પૂર્ણાહુતી જાહેર કરેલ ત્યારબાદ રઘુપતિ રાઘવ રાજા રામની ધુનબાદ બપોરના બાર વાગે અલ્પાહાર માટે વિશ્રાંતી લીધી,ડૉ. મનીષ વાણીએ સમયને સાચવીને પ્રથમદોરનું સુંદરરીતે આયોજન કરેલ

બપોર બાદ હ્યુસ્ટનમાં ચાલતી ગુજરાતી સાહિત્યની માસિક બેઠક વિજયભાઈ શાહ, વિશ્વદીપ બારડ અને જયંત પટેલના આયોજન હેઠળ સશ્ રુ થઈ બીજો દોર દરમ્યાન ગુજરાતી સમાજના પ્રમૂખશ્રી પ્રકાશ દેસાઈ એ આમંત્રીત અતિથી તરીકે હાજરી આપી. કાર્યક્રમની શરૂઆત રેખા બારડે કવિયત્રી દેવિકાબેન ધ્રુવ રચિત પ્રાર્થનાગાંધી પ્રિયજન નિજને રે કહીએગીત ગાયા બાદ સરયુબેન પરીખે સ્વરચિત કાવ્ય સાથે ઑસ્ટીનસ્થળાંતરની વાત રજુ કરી,રસિક મેઘાણીએ પોતાની આગવી શૈલીમાં પોતાની ગઝલ કહી, નુરુદ્દીન દરેડિયા સાહેબે ગાંધીજીની નાની નાની સુંદર કવિતાઓ સંભળાવેલ. વિશ્વદીપ બારડે ગાંધીજી વિશે લખેલ સ્વરચિત કાવ્યઆંધીઓ છે ઉમટે ને અંધતા આભે અડે, સત્યની પદપંકતિને ના કોઈ વંટોળો નડેસુંદર શૈલીમાં રજૂ કરેલ,

ગુજરાત દર્પણ દ્વારા પ્રકાશીત પુસ્તક દરિયા પારના સર્જકો ખ્યાલ આપતા વિશ્વદીપે કહેલ કે પરદેશમાં રહી ગુજરાતી ભાષા તેમજ સાહિત્યને જીવંત રાખતા ૧૩૬ ઉપરાંત સાહિયકારોનો આ પુસ્તકમાં સમાવેશ છે જેમાં ૧૩ સાહિત્યકારો હ્યુસ્ટનના છે તે હ્યુસ્ટન અને ગુજરાતી સાહિત્ય સરિતા માટે ઘણાંજ ગૌરવની વાત છે. કવિશ્રી મનોજ મહેતાએ પોતાનું કાવ્ય ગીત શૈલીમાં,સતીશ પરીખે ગાંધીજીને શ્રદ્ધાજંલી અર્પતો લેખ,વિજય શાહે સ્વરચિત લાગણીશીલ કાવ્ય પોતાની આગવી છટાથી રજૂ કરેલ.ભગવાનદાસ પટેલ તેમજ દીપકભાઈ ભટ્ટ્, નીરાબેન શાહે સમયોચીત વાતો કરી.અતુલભાઈ કોઠારીએ ગુજરાતી સાહિત્ય સરિતાનો આભાર વ્યક્ત કરતાં કહેલ કે હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના સભ્ય શ્રી વિશ્વદીપ , રેખાબેન, દીપકભાઈ,ગીતાબેન ,સતીશભાઈ, અને અન્ય સભ્યોએ હંમેશા ગાંધી લાયબ્રેરી અને એમની દરેક પ્રવૃતીમાં સહાયરૂપ રહ્યા છે એનું મને ગૌરવ છે’.હ્યુસ્ટનના યુવાન કવિ વિશાલ મોણપરા જે કવિ ઉપરાંત વેબ માસ્ટર પણ છે જેમની ગુજરાતી લીપી , બ્લોગ જગતને આપી ઘણુંજ મહત્વનું પ્રદાન કરેલ છે તેમણે સભ્યોને વેબ તાલીમ આપવા વેબ કોન્ફરન્સ આયોજવાનું સુચન કર્યુ. . કાંતીભાઈ શાહ તેમજ નવિનભાઈ બેંકરે ગુજરાતી લાયબ્રેરીના પુસ્તકોની વિગતવાર અહેવાલ આપેલ.


બેઠકના અંતે સભા સંચાલક શ્રી વિજયભાઈ શાહે ગુજરાતી સાહિત્ય સરિતા વતી આજના કાર્યક્ર્મની તેમજ અલ્પાહાર અને અન્ય ખર્ચની જવાબદારી હર્ષભેર નિભાવનાર શ્રી અતુલભાઈ કોઠારી તેમજ તેમના ધર્મપત્નિ રીટાબેનનો આભાર વ્યક્ત કરી સભાની સમાપ્તીની જાહેરાત કરી હતી.

અહેવાલ: વિશ્વદીપ બારડ (ગુજરાતી સાહિત્ય સરિતા)

)

One response so far

One Response to “હ્યુસ્ટન આંગણે ગાંધીજીના નિર્વાણદિને શ્રદ્ધાજંલીનો કાર્યક્રમ.-અહેવાલ: વિશ્વદીપ બારડ”

  1. Shah Pravinchandra Kasturchandon 04 Feb 2009 at 9:48 pm

    આવા અહેવાલો વરસમાં મળતા રહે તો અમેરિકામાં નહીં ,પણ ભારતમાં રહેતા હોઈએ એવું લાગે.
    ખૂબ સારું લાગ્યું.
    ધન્યવાદ!!!!

    શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.