Oct 19 2025
૨૭૩ મી બેઠક – નવરાત્રિ અને દિવાળીની ઉજવણી – નો અહેવાલ
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૭૩મી બેઠકમાં નવરાત્રિ અને દિવાળીનાં પર્વોની ધમાકેદાર ઉજવણી કરાઈ હતી. આ બેઠક રવિવાર, ઓક્ટોબર ૧૨, ૨૦૨૫ ની સાંજે ૫ વાગે સુગરલેંડના Clyde and Nancy Jacks Conference Center ખાતે યોજવામાં આવી હતી, જેમાં આશરે ૬૫ જેટલા સભ્યો હાજર રહ્યાં હતાં. કાર્યક્રમનો શુભારંભ શ્વેતાબહેન શ્રોફના કંઠે સરસ્વતી-વંદનાથી અને ત્યારબાદ મા જગદંબાની આરતીથી થયો હતો. અવનીબહેન મહેતાએ માતાજીના તેજસ્વરૂપના પ્રતીક એવા ગરબાની આસપાસ સુંદર સજાવટ અને અન્ય જરૂરી તૈયારી કરી હતી.
ત્યાર પછી બધાં ભાઈ બહેનો ભક્તિભાવથી લગભગ કલાક, દોઢ કલાક ગરબે ઘૂમ્યાં હતાં. જે ભાઈ-બહેનો ઉત્સવને અનુરૂપ પરંપરાગત ગુજરાતી પહેરવેશ્માં ગરબે ઘૂમ્યાં એમણે તો ઉત્સવનો ઉત્સાહ અનેકગણો વધારી દીધો હતો. અને છેવટે, પહેલેથી નક્કી કર્યા મુજબ બધાં દિવાળીનાં જે સ્વાદિષ્ટ નાસ્તા, મિઠાઈ અને માતાજીના પ્રસાદ લાવ્યાં હતાં તેને ભેગાં મળી ખુશી-ખુશી માણ્યાં હતાં. આ માટેનું જરૂરી coordination અવનીબહેને કર્યું હતું.
અંતમાં, જેઓ વિવિધ વાનગીઓ લાવ્યાં હતાં તે સૌનો, શ્વેતાબહેન શ્રોફનો પ્રાર્થના અને કાર્યક્રમના અહેવાલ-લેખન માટે, પ્રકાશભાઈ મજમુદારનો/અશોકભાઈ ભાવસારનો sound system માટે, જયંતભાઈ પટેલનો photography માટે, અવનીબહેન મહેતાનો સુંદર coordination માટે, City of Sugar Landનો હોલ માટે, દિનેશભાઈ પટેલનો ચાની વ્યવસ્થા કરવા બદલ તથા અન્ય સહુ સ્વયંસેવકોનો કે જેમનાં અમૂલ્ય સહયોગ થકી જ આવાં કાર્યક્રમો સફળતા પામે છે તેમનો આભાર માની બધાં છુટાં પડ્યાં હતાં.