Aug 26 2013

ગુજરાતી સાહિત્ય સરિતા-ઓગસ્ટ ૨૦૧૩-૧૩૬મી બેઠક નો અહેવાલ-શૈલા મુન્શા

20130818_162001

ઓગસ્ટ ૨૦૧૩ની સાહિત્ય સરિતા ના યજમાન શ્રી હસમુખભાઈ દોશી એ સભાનુ આયોજન જે વી બી પ્રેક્ષા મેડીટૅશન સેન્ટર મા કર્યું હતું. સભા સંચાલક ની જવાબદારી શ્રી નીખિલભાઈ મેહ્તા એ સંભાળી હતી. સભાનો વિષય હતો “આઝાદી” અને “જન્માષ્ટમી”

સભાની શરૂઆત નીખિલભાઈ એ સરસ્વતી વંદના થી કરી અને સાથે કુન્દનિકા કાપડિઆ ની પ્રાર્થના પુસ્તિકા “પરમ સમીપે” મા થી એક પ્રાર્થના વાંચી સંભળાવી હતી.
સહુ પ્રથમ નીખિલભાઈ એ સરિતાના વડિલ અને સરળ ભાષા મા કવિતા લખનાર શ્રી ધીરૂભાઈ શાહને એમની કૃતિ રજુ કરવાનુ આમંત્રણ આપ્યું.
ધીરૂભાઈ એ ૧- “ભારત મહાન નથી ઊંચા પર્વતો થી, પણ મહાન છે એના વેદ અને ઉપનિષદો થી”
૨-”ભારત કી શાન બઢાઓ”
૩-”મારો કૃષ્ણ કનૈયો” વગેરે કનૈયા ના કાવ્ય સંભળાવ્યા.
નીખિલભાઈ સાથે સાથે એમની સાહિત્યિક શૈલી મા શબ્દો નો અર્થ અને પોતાની વિશેષ ટીપ્પણી ઉમેરી શ્રોતાઓ ને સાહિત્યની સરિતા મા વહેતા રાખતા હતા.
શૈલાબેન મુન્શાએ કૃષ્ણને “પરદેશી” તરીકે કલ્પી ગોકુળની ગોપીઓ ની વ્યથા પોતાના કાવ્ય દ્વારા દર્શાવી.
“પરદેશી તું આવે કે ના આવે,
વાટ જોઉં હું તારી,
કાના તું આવે કે ના આવે
વાટ જોઉં હું તારી.”
નીતિનભાઈ વ્યાસે સંસ્કૃત નો એક શ્લોક “सर्वे भद्राणि पश्यन्तु” કહ્યો અને સાથે એનો અર્થ પણ સમજાવ્યો.
ડો.ઈંદુબેન શાહે- “સંભવામિ” કાવ્ય વાંચી સંભળાવ્યું જેના શબ્દો,
“માનવ મર્યાદા મા ના રહે,
અધર્મ હિંસા અત્યાચાર આચરે!”
સાથે સાથે સ્વતંત્રતા વિશે બહુ સરસ વાત કરી
“Not to do
What you feel like doing
is freedom”
અશોકભાઈ પટેલે “વાર્તા એક મિત્રની” વાંચી સંભળાવી.
સાથે સાથે નીતિન મહેતા લિખીત એક કાવ્ય વાંચી સંભળાવ્યું
નીખિલભાઈ મિત્ર કેવા હોવા જોઈએ એના વિશે “પરમ સમીપે” મા થી સુંદર લખાણ વાંચી સંભળાવ્યું.
નરેન્દ્રભાઈ વૈદે “જન્માષ્ટમી” પર એક કાવ્ય વાંચી સંભળાવ્યું.
“અગણિત અષ્ટમિ વચ્ચે,
જન્માષ્ટમિ કેમ ના આવે”
નુરૂદિનભાઈ દરેડિયા એ મિત્ર વિશે જુદા જુદા ઉદાહરણો આપી સરસ વાત કરી.
“તુલસીદાસ ની એક પંક્તિ”મિત્ર ઐસા કીજિયે, ઢાલ સરીખા હોય”
પ્રશાંત મુન્શા એ જુદા જુદા કવિ ની પંક્તિ ઓ રજુ કરી, સાથે સાથે “હું ફાવી ગયો છું” કાવ્ય વાંચી સહુની આંખ ભીની કરી દીધી.
સતીશભાઈ પરીખે કવિ દક્ષેશ કોન્ટ્રાક્ટર ની એક સુંદર ગઝલ સંભળાવી.
“આપજે એવું કે જે ના ભુલાવી શકું”
હસમુખભાઈ દોશી એ ગુજરાતી ભાષા શીખવાડવા માટે પ્રયત્ન કરવો જોઈએ તો જ ભાષા ટકી શકશે વિશે પોતાનુ મંતવ્ય રજુ કર્યું.
સાહિત્ય સરિતા ના કવયિત્રી દેવિકાબેને અમદાવાદ મા આયોજિત થતી “બુધ સભા” મા પોતાનુ કાવ્ય રજુ કર્યું એ આપણા માટે ગૌરવની વાત છે.
સહુથી વિશેષ લાભ સહુને જે વી બી પ્રેક્ષા મેડીટૅશન સેન્ટર ના શ્રમણીજી નો મળ્યો. એમના સુમધુર કંઠે ભજન સાંભળવા મળ્યું અને જીવન મા ઉતારવા જેવો ઉપદેશ સાંભળવા મળ્યો.
અંતે હસમુખભાઈ દોશી દ્વારા આયોજિત સરસ નાસ્તા ની મહેમાનગતિ માણી સહુ છુટા પડ્યા.

શૈલા મુન્શા. તા ૦૮/૨૫/૨૦૧૩

No responses yet

Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help