Nov 28 2012

ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક- નવેમ્બર ૨૦૧૨ -શૈલા મુન્શા

Published by at 1:13 am under બેઠકનો અહેવાલ

 

નવેમ્બર ૨૦૧૨ ગુજરાતી સાહિત્ય સરિતા ની બેઠક ના યજમાન હતા શ્રીમતી ગુલબાનુ અને ફતેહ અલીભાઈ ચતુર. રવિવાર ના બપોરે ૨.૦૦ વાગે સભાની શરૂઆત થઈ.
સરિતા ના કો-ઓર્ડિનેટર શૈલાબેન મુન્શા એ સહુનુ સ્વાગત કર્યું અને દિવાળી અને નવા વર્ષની સહુને વધાઈ આપી.
સભાની શરૂઆત ડો. ઈંદુબેને પ્રાર્થના થી કરી. ત્યારબાદ સભા સંચાલન નો દોર પ્રશાંતભાઈ મુન્શા એ હાથ મા લીધો.રમુજી ટુચકા અને કાવ્ય પંક્તિઓ કવિ ઓ ની રચના વચ્ચે પીરસી વાતાવરણ સભર રાખ્યું.
રક્ષાબેન પટેલ-અહિંસાના સંકલ્પની વાત કરી અને સર્વને નવા વર્ષની શુભેચ્છા પાઠવી.
વિનોદ પટેલ-”પોયડું” કાવ્ય રજુ કરી સહુને ગામડાં ની સહેલ કરાવી.
દેવિકાબેન ધ્રુવ-”ન જવાબ છે,ન સવાલ છે,” ગઝલ રજુ કરી.
હેમંતભાઈ ગજરાવાલા-ચીલી ના કવિ પાબ્લો વિશે વાત કરી.
ચીમનભપટેલ-”કેમ રે સમજાવું” કાવ્યરજુ કર્યું.
વિપુલભાઈ માંકડ-સૌરાષ્ટ્રના દુહા સરસ અવાજે ગાઈ સંભળાવ્યા.
પ્રકાશ મજુમદાર- શીતલ જોશી ની ગઝલ “જ્યારે જ્યારે તારી યાદ આવે છે” ભાવવાહી સ્વરે ગાઈ સંભળાવી.
પ્રદીપ બ્ર્હ્મ્ભટ્ટ-”પવિત્ર તહેવાર” એ કાવ્ય રજુ કર્યું.
અશોકભાઈ પટેલ-કવિ પાબ્લો વિશે વધુ માહિતી આપી કે એમની યાદમા ૧૩મી જુલાઈ આખા વિશ્વમા કવિતા દિવસ તરીકે ઉજવાય છે.
મુકુંદભાઈ ગાંધી-”નવા વર્ષે નવલા રે થઈએ” રજુ કર્યું.
પ્રવિણાબેન કડકિયા-”દિલથી આવો મનાવો તહેવાર” કાવ્ય રજુ કર્યું.
નુરૂદિનભાઈ દરેડિયા-કબીરના દોહા અને દિલમા દીવો કરવાની વાત કરી.
સુરેશભાઈ પરીખ-કવિ મ્રુગાંક શાહની રચના “હથોડા” વાંચી સંભળાવી.
ડો. ઈંદુબેન શાહ-”આરતી” કાવ્ય રજુ કર્યું.
શૈલાબેન મુન્શા-”તહેવાર” કાવ્ય રજુ કર્યું.
નવીનભાઈ બેંકર- “પુષ્પ ગુચ્છ”વિશે એમનુ વિહંગાવલોકન રજુ કર્યું.
વિજયભાઈ શાહ-”પુશ્પ ગુચ્છ”સર્જનયાત્રા  ટુંકમા માહિતી આપી. સુરેશભાઈ બક્ષી ના મનમા આ વિચાર બે ત્રણ વર્ષ પહેલા આવ્યો અને અંતે એ સપનુ સાકાર થયું.ગુજરાતી સાહિત્ય સરિતાના બ્લોગ ઉપર્ના ૩૦૦૦થી વધુ કાવ્યોમાં થી ૬૨ કાવ્ય શોધવાનું કાર્ય અભિનંદન પાત્ર હતુ
ફતેહ અલીભાઈ ચતુર-માણેક વર્મા ની વ્યંગ કવિતા “મેરે મુલ્ક કે માલિકો અપને દેશ કી ક્યા હાલત બના દી” રજુ કર્યું
સહ કો-ઓર્ડિનેટર ડો ઈંદુબેન શાહે અંતમા સહુનો આભાર વ્યક્ત કર્યો.સરિતાની બેઠક નો આનંદમય વાતાવરણ મા અંત આવ્યો.
ગુલબાનુ બેન ની અનિવાર્ય સંજોગોને કારણ ગેરહાજરી હોવાં છતાં અલીભાઈ એ સહુનુ સ્વાગત ચા નાસ્તાથી કર્યું અને નવા વર્ષે પણ સરિતા આમ જ વહેતી રહે એવી મંગલ કામના કરતાં સહુ છુટા પડ્યાં.
અસ્તુ
શૈલા મુન્શા. તા ૧૧/૨૬/૨૦૧૨
 


 

 

 

 

 

No responses yet

Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help