May 23 2021

બેઠક ક્રમાંક ૨૨૦, તા. ૨૩ મે,૨૦૨૧: અહેવાલ 

https://youtu.be/I64pMhZhx9

પ્રમુખ ચારુ વ્યાસ નું ટૂંકું સ્વાગત પ્રવચન:
નમસ્તે, આજના અતિથિ વિશેષ ડૉ. જવાહરભાઇ બક્ષી  સાથે સાહિત્ય સરિતા ના સભ્યો નું સ્વાગત છે.

ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી,
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી.
ડૉ. જવાહર બક્ષીની આગવી ઓળખ બની ગયેલ આ શેર ગુજરાતી ભાષાના ઉમદા શેરમાંનો એક શેર છે.
જીવનની ક્ષણભંગુરતા ,તત્વજ્ઞાન અને અધ્યાત્મના ગૂઢ રહસ્યોને સહજતા અને સરળતા પૂર્વક ઉંચું કાવ્યત્વ મૂકી અધ્યાત્મિકતાના તત્વથી ઘૂંટાયેલી ગઝલો માટે તેઓ ખૂબ જાણીતા છે.

તેમનો જન્મ 19 ફેબ્રુઆરી 1946ના રોજ જૂનાગઢ ખાતે માતા નિલાવતી અને પિતા રવિરાય બક્ષીને ત્યાં થયો હતો. તેમણે શાળાનું શિક્ષણ સ્વામી વિવેકાનંદ વિનયમંદિરથી પૂર્ણ કર્યું હતું. .
તેઓ મુંબઈની સીડેનહામ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાંથી વાણિજ્ય શાખામાંથી ગ્રેજ્યુએશન થયા
‘નરસિંહ મહેતાની કવિતામાં આધ્યાત્મિકતા ” મહાનિબંધ લખી તેઓએ પીએચડીની પદવી મેળવી છે.
1964માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા.

નમસ્તે જવાહરભાઇ

આપને આજે આ ઈન્ટરનેટ માધ્યમ દ્વારા મળતા આનંદ થાય છે. હવે પછી નો દોર આપ સાંભળો:

2 responses so far

2 Responses to “બેઠક ક્રમાંક ૨૨૦, તા. ૨૩ મે,૨૦૨૧: અહેવાલ ”

  1. DILIP KAPASIon 27 May 2021 at 9:01 pm

    ગુ સા સ ને ઘણા ધન્ય છે કે હવે ફરી વાર મિટિંગો શરુ કરી છે. મારુ એક નાનું સૂચન છે કે વેબસાઈટ માં ઉપર ક્યાંય પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ નું નામ અને વોટ્સએપ નો ફોન રાખે, બને તો ઈમેલ પણ મૂકે તો કયારે મારા જેવાને કાંઈક સારું વાંચન વગેરે મળ્યું હોય તો તેના પર મોકલી શકું. હમણાં જ કોઈએ મને ગુજરાતી ભાષાનો જન્મ, તેનું વ્યાકરણ કોને કયારે શરુ કર્યું તે બાબત માં એમ વોટ્સએપ મોકલ્યું. મેં મારા કોઈ કોન્ટેક્ટ ને મોકલી આપ્યું કે જે ગુ સા સ માં મેમ્બર છે. પણ તેથી આખી સોસાયટી ને કોઈ ખાસ ફાયદો થતો નથી. તો આ વાત જરૂર થી ધ્યાન માં લેશો. હવે તો ગ્રુપ વોટ્સએપ નથી તો આ ખોટ સાલે છે.

  2. charusheelavyason 04 Jun 2021 at 10:21 am

    શ્રી  દિલીપભાઈ, આપના સૂચનો અને સંદેશા બાદલ આભાર. આ બાબત આપે મને ઈમેલ પણ મોકલ્યો હતો. તેનો આપને પ્રત્યુત્તર આપી દીધો છે. વિશેષ અહીં લખવાનું  કે    અમારી કમિટીના  નિર્ણય મુજબ હમણાં  WhatsApp  ચાલુ કરવાની શક્યતા નથી . આપને EMAIL  તથા  phone number મોકલ્યા છે .    

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.