Jun 09 2022

બેઠક નં ૨૩૨નો અહેવાલઃ મે ૨૦૨૨

Published by at 11:33 am under બેઠકનો અહેવાલ

મે,૨૦૨૨: બેઠક ક્રમાંક ૨૩૨ નો અહેવાલ

તારીખ ૨૨ મે ના રોજ ગુ.સા..ની બેઠક ‘લોસ્ટ ક્રીક પાર્ક‘ સુગરલેન્ડટેક્સાસ
ખાતે યોજાઈ હતી.


શરૂઆતમાં ચાનાસ્તા અને મિલન બાદ પ્રમુખશ્રી ભારતીબહેન મજમુદારે સર્વેનું
સ્વાગત કરીને જરૂરી સૂચનો આપીને સમૂહપ્રાર્થના સાથે બેઠકની શરૂઆત કરી
હતી.
સભાનુ સંચાલક પદ સંભાળતા ભારતીબહેને વારાફરતી દરેક સભ્યને પોતાની કૃતિ
રજૂ કરવા આમંત્રિત કર્યાં હતા.

માતૃદિનઆપણું પ્યારું ગુજરાત અથવા મે મહિનામાં જન્મ કે મૃત્યુ પામ્યા હોય
 તેવા કવિ કે લેખકની કૃતિ એ  વખતની બેઠકનો વિષય હતો.

સૌ પ્રથમ ફતેહઅલીભાઈએ માતૃદિન નિમિત્તે “મુઝે ભી એક રવિવાર ચાહિએ” ની
રજૂઆત કરીને બધાને  ખુશ કરી દીધાં.

ભરતભાઈએ (પ્રેસિડેન્ટ ઓફ સીનિયર સિટીઝન્સગુજરાતની ગૌરવશાળી ધરતી
 અને તેના વિવિધ સાહિત્યકારોની વાત કરીને સુંદર માહિતી આપતાંગુજરાતને
હિન્દુસ્તાનના જમણા હાથની ઉપમા આપી હતી.

દક્ષાબેન બક્ષીએ “વસંતના વૈભવ” વિશે સુંદર રીતે રજૂઆત કરી હતી.
મોનિકા પટેલે માતૃદિન ઉપર આધારિતલેખક પ્રવિણ ભૂતાના  વાક્યો રજૂ
કર્યાં હતાં.

   

પ્રકાશભાઈ મજમુદારે તેમના સૂરીલા અવાજમાં “ગુણવંતી ગુજરાત
ગીત સંભળાવી  સર્વેને ખુશ કરી દીધા હતાં.
મોનિકા પટેલે કોરસ ગીત આપ્યું હતું  અને વિજયભાઈ શાહે તેમની આગવી
છટામાં તબલાનું લયબદ્ધ સંગીત આપ્યું હતું.
પ્રવીણાબહેન અને નીરાબહેન શાહના અવાજમાં ગવાયેલું બુઢાપાના સંદર્ભનું
તેમજ
નયનોએ કૃષ્ણ નિરખ્યાં” ગીત પોતાના સેલફોન દ્વારા સંભળાવ્યું હતું. જનાર્દનભાઈ શાસ્ત્રીએ તેમની પોતાની રચના “ધરતી પરનું સ્વર્ગ મા તારા ચરણોમાં
રજૂ કરીને સૌને ભાવવિભોર કરી દીધા હતાં.

ત્યારબાદ પ્રમુખશ્રી ભારતીબહેન મજમુદારે “લોહીની સગાઈ” કૃતિનું પોતાની
 આગવી શૈલીમાં  વર્ણન કર્યું કે જે  અખિલ ભારતીય સ્પર્ધામાં સ્થાન પામેલી છે અને
 તેમણે  કૃતિના લેખક ઈશ્વર પેટલીકરનો પરિચય આપ્યો હતો.
તેમણે અમુક વાતો એવી કરી કે જેની આપણને કદાચ ખબર પણ નહોતી.

સેક્રેટરી શ્રી પ્રફુલ્લભાઈ ગાંધીએ “કોમ્પ્યુટર પર મારે અને એને મળવાનું થયું
કવિતા સંભળાવીને થોડું હાસ્યનું મોજું  વહેતું કર્યું.

ભાવનાબહેન દેસાઈએ ભગવતીકુમાર શર્માની રચના “હરિવર ઊતરી આવ્યાં
પોતાના  સુમધુર અવાજમા સંભળાવીને  બધાંને ખુશ કરી દીધા. ચારુબહેન વ્યાસે માતૃદિન અંગે વાત કરી જેમાં એવો ભાવ છતો થતો હતો કે
 માતાપિતાએ પણ દીકરાને સમજવા પ્રયત્ન કરવો જોઈએ. નૂરુદ્દીનભાઈ દરેડીયાએ માતૃદિન વિશે ટૂંકું પ્રવચન આપતાં જણાવ્યું કે માતાની
 દુઆ બાળક  માટે સૌથી ચડિયાતી છેબાળક માટે માતા  સર્વસ્વ છે. હેમંતભાઈ ગજરાવાલાએ જયશિખરીના ખમીરની વાત કરી તેમજ કવિ સુંદરમની
 કવિતા  “કોણ” સંભળાવી.
સભાના અંતે પ્રમુખશ્રીએ આજના ભોજન અને ચાપાણી માટે શ્રી.દિનેશભાઇ અને
હેમંતીબહેનનો આભાર માન્યો.


આજનું ભોજન એમના સ્વપિતાશ્રી ધીરુદાદાની પુણ્યતિથિ નિમિત્તે સ્પોન્સર કર્યું હતું.
ધીરુદાદા આપણા માનવંતા વડીલ અને ઘણાં વર્ષો GSSના સક્રિય સભ્ય હતા.
એમના ઘણાં પુસ્તકો  ગુજરાતી તથા અંગ્રેજીમાં પ્રકાશિત થયાં છે.
પ્રભુ એમના આત્માને શાંતિ આપે.

 અંતે દાળ,ભાતઊંધિયુંરોટલીફૂલવડીપાપડ અને લાડુ આરોગીને બધાએ વિદાય લીધી.

મોનિકા પટેલ

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.