Oct 19 2025
૨૭૩ મી બેઠક – નવરાત્રિ અને દિવાળીની ઉજવણી – નો અહેવાલ
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૭૩મી બેઠકમાં નવરાત્રિ અને દિવાળીનાં પર્વોની ધમાકેદાર ઉજવણી કરાઈ હતી. આ બેઠક રવિવાર, ઓક્ટોબર ૧૨, ૨૦૨૫ ની સાંજે ૫ વાગે સુગરલેંડના Clyde and Nancy Jacks Conference Center ખાતે યોજવામાં આવી હતી, જેમાં આશરે ૬૫ જેટલા સભ્યો હાજર રહ્યાં હતાં. કાર્યક્રમનો શુભારંભ શ્વેતાબહેન શ્રોફના કંઠે સરસ્વતી-વંદનાથી અને ત્યારબાદ મા જગદંબાની આરતીથી થયો […]