Jan 09 2022

બેઠક ક્રમાંક ૨૨૭નો અહેવાલ

વર્ષની અંતિમ  બેઠક ૨૬ મી ડીસેમ્બર ૨૦૨૧ અને રવિવારના રોજ મળી હતી. આમ  આપણી વાર્ષિક સાધારણ સભા ઝુમ પર મળી હતી. પ્રમુખ શ્રીમતી ચારુબહેન  વ્યાસે સૌને આવકાર આપ્યો હતો.
શ્રી નિખીલભાઈ મહેતા એ પ્રાર્થના કરી હતી. ત્યારબાદ પ્રમુખ શ્રીમતી ચારુબહેન  વ્યાસે અહેવાલ રજૂ કયૉ હતો.

તેમણે આખા વર્ષ દરમિયાન આયોજાયેલા કાર્યક્રમોનું  વિહંગાવલોકન પ્રસ્તુત કર્યું. સાથે જેમના સહયોગ દ્વારા ગુજરાતી ભાષાના વિવિધ વિદ્વાનોને સાંભળવાની અમૂલ્ય તક મળી તે સહુનો  આભાર માન્યો. સાથોસાથ નમ્રતા પૂર્વક  જાણે-અજાણે કોઈનું પણ દિલ દુભાવ્યું હોય કે મનદુઃખ થયું હોય તો માફી પણ માંગી. ત્યાર બાદ આપણા ખજાનચી શ્રી પ્રફુલ ગાંધી  એ ૨૦૨૧નો હિસાબ રજૂ  કર્યો.
શ્રી પ્રફુલભાઇ ગાંધી એ મંત્રી સાથે ખજાનચી ની બેવડી જવાબદારી  નિષ્ઠાપૂર્વક નિભાવવા બદલ  અને શ્રી નીખિલભાઈ  મહેતાનો સારાએ વર્ષ દરમીયાન સલાહકાર તરીકે ની અગત્યનાં  માર્ગદર્શન બદલ આભાર માન્યો. દરેક  કાર્યક્રમનું સુઘડ રેકોર્ડિંગ સમયસર કરી આપવા બદલ અવનિબેન મહેતા અને તેને સ્ટ્રીમલાઈન કરી વેબસાઈટ ઉપર મુકવા યોગ્ય કરી આપવા બદલ વિશાલભાઈ મોણપરા નો આભાર માન્યો.

ચારુબહેને આખા  વર્ષ દરમિયાન સુંદર અને સંપૂર્ણ સહકાર આપવા બદલ કમિટી અને સાહિત્ય સરિતાના સર્વે માનવંતા સભ્યોનો આભાર માન્યો.
ત્યારબાદ ૨૦૨૨ના પ્રમુખ તરીકે શ્રીમતી ભારતીબહેન  મજમુદારના નામની જાહેરાત ચારુબેન વ્યાસે કરી હતી.
શ્રીમતી ભારતીબહેન  મજમુદારે ઉપ-પ્રમુખ શ્રીમતી જ્યોતિબહેન  વ્યાસનો પરિચય આપ્યો હતો. શ્રી પ્રફુલભાઇ ગાંધી અને શ્રી નીખિલભાઈ મહેતા પોતાની જવાબદાર પોસ્ટ પર ચાલુ રહે તેવી વિનંતી કરી. જે તેમણે નમ્રતા સાથે સ્વીકારી હતી.  હંમેશ  મુજબ સરિતા ના માનવંતા સભ્યોનો સાથ અને સહકાર ચાલુ રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.
ફરી એક વખત સહુનો આભાર માની નવા વર્ષની શુભેચ્છા પાઠવી  ઝૂમ મિટિંગ પૂર્ણ જાહેર કરી  હતી.
અસ્તુ

ચારુ  વ્યાસ

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.