Aug 24 2025
૨૭૧મી બેઠક
રવિવાર, ઓગસ્ટ ૧૭, બપોરે ૪ થી ૭
Clyde and Nancy Jacks Conference Center
3232 Austin Parkway, Sugar Land, TX 77479
RSVP DEADLINE FRIDAY AUGUST 15
આ બેઠકના પહેલા ભાગમાં નીચેના ભારતીય ઉત્સવોમાંથી કોઇ એક પસંદ કરી તેની આપણા જીવન પર અને ગુજરાતી સાહિત્ય પર કેવી અસર પડે છે તેની રજૂઆત ૬ – ૮ મિનિટ્ની કરી શકો. તે રજૂઆત માટે અમને અગાઉથી ઈમેલ દ્વારા જણાવવા વિનંતિ છે જેથી duplication ન થાય. આશા છે કે વધુમાં વધુ સભ્યો રજૂઆત કરવા તૈયાર થશે.
- મકર સંક્રાંતિ
- ગુડી પડવો
- હોળી / ધુળેટી
- રક્ષાબંધન
- ગણેશોત્સવ
- નવરાત્રી/દશેરા
- દિવાળી
બેઠકના બીજા ભાગમાં આપણા સભ્ય ભરતભાઈ શાહે પોતાના જીવન સંસ્મર્ણો (memoire) ૩૧૭ પાનાની અંગ્રેજીમાં લખી અને જાતે જ પ્રકાશન કરી છે. તેમના મત પ્રમાણે આપણે કોઇપણ તેમની જેમ પોતાના સંસ્મરણો લખી શકીએ. તેની સફરમાં આવતી આંટીઘુંટીમાંથી કેવી રીતે સફ્ળતાથી પાર કરવી તેની રજૂઆત ૩૦ મિનિટ કરશે અને ત્યારબાદ ૧૦-૧૨ મિનિટ open Q & A.
અંતે ભારતથી આવેલ કીર્તિભાઈ ગણાત્રા તેમની રચનાઓ ૨૦ મિનિટમાં કરશે.
તમારી હાજરીની નોંધ અગાઉથી gujss2024@gmail.com શુક્રવાર ઓગસ્ટ ૧૫ પહેલા વહેલી તકે કરવાનું ચૂકશો નહિ.
અગાઉની બેઠકોના અહેવાલ ફોટા સાથે નીચેની link પર વાંચી શક્શો અને તમારા પ્રતિભાવો ત્યાં મૂકી શકો છો.
આગામી આકર્ષણ – “કલમનો ઉત્સવ” બેઠક ૨૭૨ રવિવાર સપ્ટેમ્બર ૨૧.
મુખ્ય મહેમાન પ્રસિદ્ધ કવિ શ્રી ક્રુષ્ણ દવે સાથે કાવ્યમય સાંજ અને તેમના જ હાથે આપણા જ કવયીત્રી દેવિકાબહેન ધ્રુવનો સમગ્ર કાવ્યસંગ્રહ “અહીં જ બધું” નુ વિમોચન થશે.
આભાર.
નિખિલ મહેતા (પ્રમુખ) – 832.660.8008 રિદ્ધિ દેસાઇ (ઉપપ્રમુખ) – 713.562.7774
નરેંદ્ર વેદ (સચિવ) – 832.274.1722 હસમુખ દોશી (સલાહકાર) – 281.395.9906