Feb 01 2010
ગુજરાતી શબ્દ સ્પર્ધા બૃહદ સ્તરે ઉજવાઇ ૧૦૧મી બેઠકમાં-પ્રવિણા કડકીયા
તસ્વીરો જય પટેલ અને વીડીયો મનોજ મહેતા, પ્રકાશ મજમુદાર અને સતીશ પરીખ
૩૦, જાન્યુઆરી, ૨૦૧૦ના વિજય મુહુર્તે ( સવારનાં ૧૨.૩૦ કલાકે) હ્યુસ્ટન નાં આર્યસમાજ નાં ભવ્ય હોલમાં ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૦૧મી બેઠકમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને ભાવ પૂર્વક તેમને શ્રધ્ધાંજલી અર્પણ કરી. આજની બેઠક તેમના સત્યના આગ્રહને માન આપી, તેમના ગમતા શ્લોકથી શરુ થઇ
“અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈજા
ઉંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા”
પૂ. બાપુ માટે નાના, મોટા, અબાલ ,વૃધ્ધ સર્વેને અગણિત લાગણી તથા આદર છે તેનું દર્શન થયું. શૈલા મુન્શા, ધીરુભાઇ શાહ, નીરાબેન શાહ, પ્રવિણા કડકીઆ, વિજયભાઈ શાહ, દેવિકાબેન ધ્રુવ, પ્રશાંતભાઇ મુન્શા, પ્રકાશભાઇ મજમુદાર અને નુરુદ્દીનભાઇ દરેડીયાએ સુંદર રજુઆત કરી. દરેક્ની વાતો ગાંધીજીનાં સદગુણો ને જાણી તેનો જિંદગીમાં અમલ કરવાની હતી.અશોકભાઈ પટેલે સભાનું સુંદર સંચાલન કર્યું. તેમની વાણી તથા સંચાલનની કુશળતા દાદ માગી લે તેવી હતી. હવે સભાનો દોર વિજયભાઇ તથા વિશાલ મોણપરાએ હાથમાં લીધો.
પૂ ગાંધીજીની ‘મારા સત્યના પ્રયોગો’ પર આધારિત ‘શબ્દાક્ષરી’ ની શરૂઆત દેવીકા ધ્રુવ દ્વારા રચાયેલ સુંદર ગીતથી થઈ. સંગીતાબેન ઘારિયા દ્વારા ગવાયેલ અને સંગીતબધ્ધ ગીતે શબ્દસ્પર્ધાનાં આયોજનનાં હેતુ અને રમવાનો પ્રકાર સુંદર રીતે સમજાવ્યો.
[audio:http://gujaratisahityasarita.org/files/2010/02/shabdspardhatrack1.mp3]
અતુલભાઇ કોઠારીએ આપેલ “સત્યનાં પ્રયોગો” માંથી ૫૦૦ શબ્દો શોધવા માટે પ્રવિણા કડકિયાએ બીડું ઉઠાવ્યું અને બે દિવસમાં તે કાર્ય વિજયભાઇને પહોંચાડ્યું. હવે તેના અર્થ શોધી વિશાલને આપવા માટે ટાઇપીંગ જાણતા દેવિકાબેન ધ્રુવ, શૈલાબેન મુન્શા. પ્રવિણાબેન કડકીયા અને વિજયભાઇએ ‘ભગવદ ગો મંડળ’ તથા બીજા શબ્દકોષોનો ઉપયોગ કરી શબ્દસ્પર્ધાનું મૂળ ભાથુ વિશાલ પાસે પહોંચડ્યું.
વિશાલે જરૂરી સર્વ નિયમોને સાંકળી વિશિષ્ટ કોમ્પ્યુટર પ્રોગ્રામ બનાવ્યો જેનો પ્રયોગ ૧૦૦મી બેઠકમાં થયો અને તે સમયે મળેલા સુચનો અને તકનીકી તકલીફો દુર કરીને શબ્દ સ્પર્ધા નો સોફ્ટ્વેર તૈયાર કર્યો.
સત્યમ શિવમ અને સુંદરમ એમ ૩ ટુકડીઓ રચાઇ અને પ્રવિણાબેન પાસે આવેલા પ્રથમ ૯ નામોને સ્ટેજ પર આવવા પ્રશાંત મુન્શાએ આમંત્રણ આપ્યું
સત્યમ ટુકડીનાં નીખિલ મહેતા, શૈલા મુન્શા અને મનોજ મહેતા
શિવમ ટુકડીનાં દેવિકા ધ્રુવ, રસેશ દલાલ અને રીટા કોઠારી
સુંદરમ ટુકડીનાં પ્રવિણા કડકીયા, હેમાબેન પટેલ અને રિધ્ધિ દેસાઇ
વિજયભાઇએ શબ્દસ્પર્ધાનાં નિયમો સમજાવ્યા અને તે મુજબ દરેક પ્રતિસ્પર્ધી એ દોર એકમાં દસ શબ્દોનાં અર્થ આપવાનાં હતા અને જે સાચો પડે તેને એક ગુણ મળે અને ખોટા અર્થનાં ગુણ ના મળે તેમ સમજાવ્યું. સુમનભાઇ અજમેરી જેઓ નિર્ણાયક બનવાનાં હતા તેઓ ન આવતા તે કામ કાંતિભાઇ શાહને સોંપાયું.
નિર્ણાયક શ્રી કાંતિભાઇ શાહ | વિજયભાઇ, પ્રશાંત મુન્શા અને વિશાલ મોણપરા સ્ટેજ સજાવતા |
![]() |
![]() |
વિશાલ કોમ્પ્યુટર દ્વારા શબ્દ આપતો હતો જે વિજયભાઇ સ્પર્ધકોને આપતા હતાઅને શ્રોતાઓ તેને પાછળ પડદા ઉપર જોતા હતા
૫ સેકંડ બાદ તેના અર્થો પણ પડદા પર આવતા હતા. જેમના અર્થો ખોટા પડતા હતા ત્યારે કોમ્પ્યુટર કાચ તુટતો હોય તેવો અવાજ પેદા કરતું હતું. પ્રથમ દોર ૧૫ મીનીટમાં પૂરો થયો. ઘણા શબ્દોનાં અર્થો અંગ્રેજીમાં તરત આવતા હતા જ્યારે કવચિત ખોટા અર્થ ઘટનો એ શ્રોતાઓને જ્ઞાન સાથે ગમ્મત પુરી પાડી.
શબ્દ સ્પર્ધાની રોમાંચક ક્ષણોમાં સ્પર્ધકો | ||
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
બીજા દોર શરુ કરતા પહેલા કાંતીભાઇએ ત્રણે ટુકડીમાંથી ઓછા ગુણ ધરાવતા પ્રતિસ્પર્ધકોને જવાનું હતુ. તે ત્રણ પ્રતિસ્પર્ધકોનાં નામ નિર્ણાયક શ્રી કાંતિભાઇ એ આપ્યા અને તેમને રમતમાંથી દુર કર્યા. હવેના દોરમા દરેક સ્પર્ધકોને ૫ શબ્દો મળવાનાં હતા અને પુછાયેલ શબ્દોનાં બે અર્થ આપવાનાં હતા.વિજયભઇએ સ્પર્ધકોને ખાતરી આપી હતી કે પ્રથમ દોરના એકેય શબ્દ ફરીથી નહીં પુછાય.
સાત મીનીટ ચાલેલ આ દોરમાં એક શબ્દનાં બીજા અર્થમાં તકલીફ પડતી હતી અને સમય પણ અગત્યનો હતો.
કાંતીભાઇએ ફરીથી ત્રણેય ટુકડીમાંથી ઓછા ગુણ આવેલા નામો જાહેર કર્યા જેઓ સ્પર્ધામાંથી દુર થયા.
ત્રીજા દોરમાં ત્રણ પ્રતિસ્પર્ધક હતા અને તેઓ પ્રથમ, દ્વીતિય અને તૃતિય સ્થાન માટે સ્પર્ધા કરતા હતા. જો બે જણ નાં સરખા ગુણ આવે તો તે સમયે અપાયેલા શબ્દ ઉપર બે લીટીનું કાવ્ય કે મુક્તક રજુ કરવાની કડક શરત સ્પર્ધકોમાં ધ્રાસકો પાડી ગઇ અને શ્રોતાઓને ઉત્તેજના અપાવી ગઈ. દેવિકાબેન ધ્રુવ ત્રણે શબ્દોનાં જવાબ આપી પ્રથમ વિજેતા બન્યા જ્યારે શૈલા મુન્શા અને રિધ્ધિબેન દેસાઇ વચ્ચે નંબર બે અને ત્રણ સ્થાન માટે કાવ્ય સર્જન પ્રક્રિયા થઇ જેમાં શૈલાબેન દ્વીતિય અને રિધ્ધિબેન તૃતિય આવ્યા.
આ રમત ખૂબ રસપ્રદ બની રહી. સમયની મર્યાદાને લક્ષમા રાખી ખૂબ સુંદર તેનું આયોજન હતું .રમત રમનારને તથા જોનારને સરખો આનંદ પ્રાપ્ત થયો. શબ્દાક્ષરી રમત ગુજરાતી ભાષાને રસપ્રદ બનાવવામાં સફળ નિવડી.
![]() |
![]() |
[audio:http://gujaratisahityasarita.org/files/2010/02/shabdspardhatrack2.mp3]
આ સ્પર્ધા કોઈ પણ ઉંમરનાને ધ્યાનમા રાખી રમી શકાય તેવી સરળ છે. નાના અમેરિકામા જન્મેલા બાળકો પણ માણી શકે તેમજ ૬૦ વર્ષની ઉપરના આપણા વડીલો પણ તેની લહેજત માણે તેવી સુંદર રીતે વિશાલે તેને કમપ્યુટર પર બનાવી છે. ગુજરાતી શબ્દ સ્પર્ધાનો પ્રયોગ ગુજરાતી સાહિત્ય સરિતાનાં માધ્યમથી મુકાયો અને સૌએ તેને માણ્યો તે બદલ વિશાલભાઇ, વિજયભાઇને તથા શબ્દ સ્પર્ધાનાં સ્પર્ધકોને સૌએ બીરદાવ્યા.
છેલ્લે આભારદર્શન માટે રજુ થયેલ પાવર પોઇંટમાં ગુજરાતી સાહિત્ય સરિતાનું પ્રચલીત સુત્ર દર્શાવ્યુ.
એક વ્યક્તિનું આ કામ નથી..સમુહનું જુઓ આ શુભ પરિણામ..
વિશાલ મોણપરાએ તેમનો પ્રોગ્રામ જનહીતાર્થે અત્રે નિઃશુલ્ક મુક્યો છે. અહીં ક્લીક કરવાથી આપને આ પ્રોગ્રામ મળી શકશે. ગુજરાતી ઉપરાંત વિશાલે અન્ય ૮ ભારતીય ભાષા માટે શબ્દ સ્પર્ધાનો પ્રોગ્રામ તૈયાર કરેલ છે
ગુજરાતી શબ્દ સ્પર્ધાનો પ્રથમ પ્રયોગ નાના ભુલકાઓ માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદીર – હ્યુસ્ટન નાં સંતોએ કરેલો જે વિચારને વટવૃક્ષ બનાવવા ગુજરાતી સાહિત્ય સરિતા કટીબધ્ધ બની અને તે આજે સ્ટેજ ઉપર રજુ કરી એક નવી પ્રયોગાત્મક અને સરળ ગુજરાતી સાહિત્ય સંચાર,પ્રસાર અને સંવર્ધનનાં પ્રયાસોમાં આગેવાની લીધી. વિશાલભાઇ અને વિજયભાઇનાં કૌશલ્ય હેઠળ સૌ સભ્યોનો શત શત અભાર અને આનંદ હું વિશિષ્ટ રીતે વ્યક્ત કરીશ.
આ કાર્યક્રમને નજરોનજર માણવા માટે નીચેની વીડીયો લિંક પર ક્લિક કરો.
ભાગ ૧ (http://www.youtube.com/watch?v=wJKaKlho2Ac)
ભાગ ૨ (http://www.youtube.com/watch?v=iupWQkDLr3I)
ભાગ ૩ (http://www.youtube.com/watch?v=LJKRsmRXNKM)
ભાગ ૪ (http://www.youtube.com/watch?v=aUdXLX9o0jM)
ભાગ ૫ (http://www.youtube.com/watch?v=VlFVjBJMMfw)
અહેવાલઃ પ્રવિણા કડકીયા.
Report in akila
Great program, nice report (aheval). Congratulations to all the participants and winners!
પ્રવિણા બેન ખુબજ સુંદર અહેવાલ.ફોટાઓ સહિત બધી જ વિગત નુ વ્યવસ્થિત વર્ણન.
ખાસ ખાસ અભિનંદન.
Congratulations on winning the first prize in the competition. We all are proud of you. Mummy and Dolly saw the photos too.
Devikaben you look like collegian in last pic.in middle.
I know you were always first in yr whole carreer. Congratulations.
સરસ
ફોટા પણ સારા આવ્યા છે
કવરેજ સારુ
કાર્યક્રમનુ સાર જાણ્યુ
અભિનન્દન
congratulations devikaben..
Congratulations to all for your hard work to make this event successful.
પ્રિય બ્લોગબંધુ,
દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com
સહકારની અપેક્ષાસહ,
આપનો દિવ્યેશ વ્યાસ.
Kindly dont moderate this comment..
આજે જ આ સાઇટની મુલાકાત લીધી.
મને ખુબ જ ગમી છે, આપની આ સાઇટ,
અને આપ લોકો હ્યુસ્ટન માં રહી ને પણ
આપણી ગુજરાતી ભાષાને લુપ્ત થતી બચાવવા માટે
આટલો બધો પ્રયત્ન જો કરી રહ્યા હોય
તો અમે ગુજરાત માં રહી ને કેમ નહી..
અને આટલા બધા લોકો એક જ લક્ષ્ય માટે કામ કરતા હોય તો
કેટલો બધો આનંદ થાય.
આમ તો મારું નામ જીજ્ઞ્રેશ પારેખ “માનવ” છે,
અને હું પણ આ જ પ્રકારનું જ કંઇક કામ કરું છું,
મારું એક સાહીત્ય ગ્રુપ છે
નામ છે “છેલછબીલો ગુજરાતી” ,
અને ટૂંક સમયમાં જ એક વેબસાઇટ બનાવી ને આ ગ્રુપ ને માત્ર
અમદાવાદ પુરતું જ નહી પણ વિશ્વ ના લોકો આને જાણે એવું કંઇક
કરવા જઇ રહ્યા છીયે…..
અને એક વાત નો ખુલાસો કરવાની ઇચ્છા છે…
કે મે કરેલી ભુતકાળની ભુલો ને વિશાલભાઇ
મને એક નાનુ બાળક સમજી ને માફ કરી દે.
આમ તો માત્ર ૧૮ વર્ષનું બાળક જ છું.
વિશાલભાઇ એક્વાર મને કોલ કરશો પ્લીઝ મારે તમારી હેલ્પ જોઇએ છે.
“માનવ”
+૯૧૯૯૭૯૮૭૯૮૭૫
મારું મેઇલ આઇડી બંધ છે….
વિશાલભાઇ હું મેઇલ નહીં વાંચી શકું
જો એવું હોય તો હું કોલ કરીશ આપને પણ મારી પાસે નંબર નથી..
“માનવ”
khuub saras prog..
sachchu kahu me aapni aa site paheli var joi..ane mane afsos che ke me shu kam aatli aalas kari aa site jova ma…
tamaru karya khub umda che…bas mane aamaathi ganu badhu janva malshe…
gr8888