Oct 13 2014
આવો ઉજવીયે…
ગુજરાતી સાહિત્ય સરિતા મિત્રો,
ગુજરાતી સાહિત્ય સરિતા આયોજિત કરે છે “ક
આ કાર્યક્રમનું આયોજન કરવામાં અમે સફળ થયા છીએ તો તેનું કારણ આપ સૌનો સાથ અને સહકાર છે. આપણા આ આયોજનને આર્થિક સહાય માટે શ્રી હસમુખભાઈ દોશી, શ્રી ચીમનભાઈ પટેલ, ડૉ. બરકતભાઈ ચારણિયા, શ્રી પ્રદિપભાઈ બ્રહ્મ્ભટ્ટ, ડૉ. કોકિલાબેન પરીખ, શ્રી દેવિકાબેન ધ્રુવ, ડૉ. ઇન્દુબેન – ડૉ. રમેશભાઈ શાહ, શ્રી સુરેશભાઈ પરીખ, શ્રી વિજયભાઈ શાહ અને શ્રી ધીરુભાઈ શાહ નો ગુજરાતી સાહિત્ય સરિતા વતી ખુબ-ખુબ આભાર. જયારે અમે આ કાર્યક્રમ કરવા માટે ઈચ્છા જાહેર કરી અને આર્થિક સહાય માટે વાત કરી તો આ મિત્રોએ તુરંત જ તૈયારી બતાવી હતી, જેથી અમોને પણ એક પરિબળ મળી ગયું હતું. તો આપણે આ “કાવ્યોત્સવ” ઉજવશું તેનો શ્રેય આ લોકોને ફા
તો તારીખ, વાર અને સમય નોંધી લેશો અને આશા છે કે આપણી સરિતાના બધા મિત્રો હાજર રહી શકશે. આપની ટીકીટ પણ તુરંત બૂક કરાવી દેશો. શ્રી અદમભાઈ અને શ્રી કૃષ્ણ દવેને એક સાથે સાંભળવા એ એક લાહવો છે અને તેનો લાભ આપણી સાહિત્ય સરિતા દ્વારા, અહીં હયુસ્ટનમાં વસતા બધા ગુજરાતી લોકોને પણ મળશે.
શ્રી કૃષ્ણ દવે એમ કહે છે કે, 
“અરે રોકે કદાચ, કોઈ ટોકે કદાચ,
તોએ મેહફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં,
આપણે તો આવળ ‘ને બાવળ ની જાત,
ઉગાડે એમ કદી ઉગવાનું નહીં”
શ્રી અદમ ટંકારવી કહે છે કે,
“એઈજ સિક્સટીની થઇ ગઈ એ ખરું,
કિન્તુ તું સિક્સટીન દેખાય છે.
હું લખું ઇંગ્લીશમાં તારું નામ ને,
એમાં સ્પેલિંગની ભૂલો થાય છે.
શી વુડન્ટ લિસન ટુ એનીવન અદમ,
આ ગઝલ ને ક્યાં કશું કેહવાય છે.”
વિચારો… આવી મેહફિલ જામે તો ઉત્સવ તો ઉજવાય જ ને!..  આપણે પણ એમ જ કેહશું કે, “મેહફીલથી કોઈ દિવસ ઉઠશું નહીં”.
તો ચાલો ઉજવીએ “કાવ્યોત્સવ”!…
આભાર સહ,
ધવલ મહેતા, નિખિલ મહેતા, નરેન્દ્ર વેદ
                                                      
