Feb 13 2008
ગુજરાતી સાહિત્ય સરિતાની ફેબ્રુઆરી બેઠક
ગુજરાતી સાહિત્ય સરિતાની ફેબ્રુઆરી બેઠકનુ આયોજન ચીમનભાઈ ને ત્યાં યોજાયું હતું. ચીમનભાઈએ સભાનુ સંચાલન પણ સંભાળ્યુ હતું ચીમનભાઈ અને નિયંતિકા બેનનો બે બાબત માટે ખાસ આભાર માનવાનો. એક તો બેઠક નુ આયોજન એમના ઘરે રાખવા બદલ, અને બીજું ગુજરાતી સાહિત્ય સરિતાની વેબસાઈટનુ પાંચ વર્ષનુ લવાજમ જે ૯૫ ડોલર થાય છે તે સ્વેચ્છા એ એમણે પોતે આપવાનુ જાહેર કર્યું એ બદલ સર્વ સભ્યો વતી ખુબ આભાર.
બેઠક ની શરુઆત રસિકભાઈ મેઘાણી થી થઈ. તાજેતરમા એમની દિકરીના લગ્ન પ્રસંગે રચાયેલું કાવ્ય “સુના બધા પડી ગયા તારા ગયા પછી” બધાની આંખ ભિજવી ગયું. બીજી ગઝલ હજી પણ તમારી યાદને તરસે ઘણી સરસ રહી. પ્રકાશભાઈએ ત્રણ અવસ્થા ના પ્રેમ નુ ગીત સુંદર રીતે ગાઈને રજું કર્યું. વિશ્વદિપભાઈએ “velentine’s Day નિમિત્તે “I will be there” કાવ્ય રેખા એમની (સહચારિણી)ને સમર્પિત કર્યું. વિજયભાઈએ હનિફ સાહિલ ની રચના પ્રણય અને આધ્યાત્મ પર અને “કબુલ મને” બે કાવ્યો રજુ કર્યા. પ્રવિણાબેને પ્રેમ વિશે સુંદર લેખ રજુ કર્યો અને પ્રેમ ને ઉપમા પ્રભુની કે પ્રેયસીની વિશે વાત કરી. શૈલાબેને પ્રેમ કાંઈ ત્રાજવે તોળાતો નથી એ તો બસ થઈ જાય છે નુ કાવ્ય રજુ કર્યું. સુમનભાઈ અજમેરી એ “આંધિ થઈને વાત ઊડી” ના કાવ્ય દ્વારા ગ્રામ્ય જીવન નુ દર્શન કરાવ્યું અને પાંચ નાગલી નુ કાવ્ય રજુ કર્યુ. દેવિકાબેને પ્રેમ અને પ્રક્રુતિ નિ વાત કરી. ચીમનભાઈએ હાસ્ય ગઝલ “આ ઊમ્મરે પ્રેમમા પડવું ક્યાં સહેલુ છે?” ની વાત કરી. ભગવાનદાસ ભાઈએ વેણીભાઈ પુરોહિત નુ જાણીતું ગીત “તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી” ગાઈને રજુ કર્યું અને સહુએ ગાવામા સુર પુરાવ્યો. નવા સભ્ય નુરુદ્દીન ભાઈએ સુરેશ દલાલ,બેફામ, અને ઘાયલ ના કવ્ય ગઝલ માથી થોડી પંક્તિઓ રજુ કરી. ફતેહ અલીભાઈએ એક ગીત “આવ એકવાર તને ફરિથી જોઈ લઉ” ભાવવાહી સ્વરે રજુ કર્યુ.
પ્રેમ વિષય પર આમ સુંદર કાવ્યો અને લેખ સાંભળવા મળ્યા. વિજયભાઈએ અંતાક્ષરી ના કાર્યક્રમ માટે નવા સુચનો રજુ કર્યા જેમા ગીત અંતાક્ષરી નુ ભવિષ્યમા આયોજન કરવાની દરખાસ્ત મુકી. માર્ચ ની બેઠકમા ફરિવાર શેર અંતાક્ષરી રજુ થશે.
આ બેઠક નો કાર્યક્રમ ઘણો સફળ રહ્યો અને સમયસર પુરો થયો. સહુ સભ્યો ચીમનભાઈ અને નિયંતિકાબેન ની મહેમાનગતિ માણીને છુટા પડ્ય