Dec 31 2017

ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક # ૧૮૦

Published by at 12:13 pm under બેઠકનો અહેવાલ

 

                                                     અહેવાલ ડો. ઇન્દુબેન શાહ

 

 

                                            

 

 

                                           આ વર્ષની આખરી બેઠક માલટેઝ રોડ પર આવેલ સુગરલેન્ડના કોમ્યુનિટી સેન્ટરમાં બરાબર ૩-૧૫ મિનિટે આરંભાઇ, પ્રમુખશ્રીએ સૌને આવકાર્યા બાદ શ્રી નિખિલભાઈ સાથે સૌ સભ્યોએ સરસ્વતી વંદના કરી.

આ મિટીંગમાં ત્રણ મહત્વના કાર્ય થયા. પ્રથમ કાર્ય સંસ્થાના પ્રમુખ શ્રી સતિશભાઈ પરીખે આખા વર્ષનું તારીખ મુજબ વિંહગવાલોકન રજુ કર્યું, જેમાં બે અગત્યના પ્રસંગો કવિ શ્રી શોભિત દેસાઇનો ૨ કલાકનો પ્રોગ્રામ, તથા કેલિફોર્નિયાના જાણીતા ગઝલકાર શ્રી મહેશભાઈ રાવલનો પ્રોગ્રામ નોંધ પાત્ર હતા. સતિશભાઈએ આખા વર્ષનો વિગતવાર હિસાબ રજુ કર્યો અને તેની ઝેરોક્ષ કોપી સૌ સભ્યોને આપી. આ કમિટીની પારદર્શીકાને સૌ સભ્યોએ તાળીઓના ગડગડાટથી આવકારી અને સૌ સભ્યોએ કમિટીને ધન્યવાદ આપ્યા. બીજા વર્ષ માટે પણ આ કમિટી ચાલુ રહે તેવા સૂચનો ઘણા સિનિયર સભ્યો દિપકભાઇ ભટ, કમલેશભાઇ, હેમંતભાઇ, રમેશભાઈ શાહ  દ્વારા આવ્યા જે સર્વ સભ્યોએ માન્ય રાખ્યા.
લોક લાગણીને માન આપી બીજા વર્ષ માટે આ ત્રણ સભ્યોની સા.સની સેવા માટે નિમણુક કરાઈ. કમિટીના ત્રણે સભ્યો તે સહર્ષ સ્વીકારી.

   દ્વિતીય કાર્ય, શ્રીંમતી દેવિકાબેન ધૃવનું સન્માન.
સાહિત્ય સરિતાની યશ કલગીમાં હંમેશા ઉમેરો કરનારા શ્રીમતી દેવિકાબેન ધૃવ વિષે. તાજેતરની તેમની ઇન્ડિયાની મુલાકાત દરમ્યાન જાણીતા સાહિત્યકારોની,પત્રકારોની અને આમંત્રિત મહેમાનોની હાજરીમાં તેમના અને તેમની સહેલી નયનાબેન પટેલ દ્વારા લખાયેલ પત્ર શૃંખલા ગ્રંથઆથમણી કોરનો ઉજાસજે ગ્રીડ્સ ડાયસ્પોરા ગ્રંથમાળાએ પ્રગટ કર્યું, તેનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયેલ. પ્રસંગે સા.સ.નું નામ ઘણા ચ્ચ કોટીના સાહિત્યકારો અને પત્રકારોમાં જાણીતું થયું. વેબગુર્જરીના સહસંપાદક શ્રી લીભાઇ મુસાએ પ્રસંગનું અવલોકન વેબગુર્જરી પર પ્રસિધ્ધ કર્યું અને તે રીતે પણ સા..નું નામ દેશ-વિદેશમાં જાણીતું થયું. દેવિકાબેનના માનમાં અમદાવાદમાં ત્રણ કવિ સંમેલન પણ યોજાયેલ, જેનું સુંદર વર્ણન દેવિકાબેને પોતાની આગવી શૈલીમાં રજુ કર્યું ,સાંભળી સૌ સભ્યોએ આનંદ વ્યકત કર્યો. મને નોંધપાત્ર વયિત્રી સંમેલન જણાયું જેમાં ઘણી વયિત્રીમાં આપણા લાડીલા દેવિકાબેનનું શાલ ઓઢાડી સન્માન થયેલ. સા.સના કમિટી મેમ્બર્સ અને સભ્યોએ પણ  દેવિકાબેનનું મિટીંગમાં પુષ્પગુછ  સાથે સુંદર અલંકારિક અને કાવ્યમય ભાષામાં લખાયેલ બે પ્રશસ્તિ પત્રો અર્પણ કરી સન્માન કર્યું.

 

        

 ત્તૃતિય કાર્ય, સા..ની મિટીંગ અને આભાર વિધી.
સમયના અભાવે ઘણા સભ્યોએ પોતાની કૃતિ રજુ કરી નહિ પણ પાચ થી સભ્યોએ રજુઆત કરી. સૌ પ્રથમ જનાર્દનભાઇ શાસ્ત્રીએ પોતાનું કાવ્ય સ્વર્ગખુદના ઘર વિષે રજુ કર્યું.
ડો,રમેશભાઈએડુંગળી કે ફટકારતિલાલ બોરીસાગરનો રમૂજી લેખ રસપ્રદ રીતે વાંચ્યો. એક અંધેરી નગરી જેવી એક નગરીમાં નાની કે મોટી ચોરી કરનાર ચોરને એક સજા કરાતી. ચોરે કાં ૫૦ ફટકા ખાવાના, કાં ૫૦ ડુંગળી ખાવાની, એક ચોર પકડાયો તેને પૂછ્યું કે બોલ ૫૦ ડુંગળી ખાવી છે કે ૫૦ ફટકા? ચોરે ૫૦ ડુંગળી ખાવાનું નક્કી કર્યું, ૧૦ ડુંગળી ખાધી ત્યાં તો આંખમાં પાણી, નાક, કાનમાંથી ધૂમાડા મોઢામાં બળતરા..’નહી.. નહી..ડુંગળી નહી ખવાય ફટકા સહી લઈશફટકા શરૂ થયા એક બે ….ચાર   સાત આઠ  આવતા તો ભગવાન ભાળી ગ્યો.નહી..નહી..ડુંગળી  એમ વારાફરતી માગણી કરતા ચોરે ૫૦ ડુંગળી અને ૫૦ ફટકા ખાધા.અને પછી રતિલાલભાઈ વક્તા અને શ્રોતાની વાત કરે છે સભામાં વક્તા તરીકે જવું સારું કે શ્રોતા તરીકે જવું સારું તેઓ નક્કી નથી કરી શક્યા આપ કરી શક્યા છો? સાંભળવાની સૌને મઝા આવી.

                                   


હાસ્ય લેખક શ્રી ચીમનભાઈએ તેમના સ્વભાવ વિરૂધ્ધ  મિટીંગમાં  તેમની એક ગંભીર ગઝલ રજુ કરી.
નરુદિનભાઈ દરેડીયાએ ભાવાત્મક મીરા, કબીરના પ્રેમ વિષે વાતો કરી, પ્રવિણાબેને એક રમૂજી ટૂચકો સંભળાવ્યો, શૈલાબેને દેવિકાબેનના પુસ્તક “આથમણી કોરનો ઉજાસપર લખેલ પોતાનો પ્રતિભાવ,”શબ્દ અક્ષર અને કલમની સાધના જેમની અવિરત ચાલુ રહે છે જેની ઓળખ ઉગમણી કોરથી આથમણા ઉજાસ સુધી પહોંચી છે તેવા ગૌરવવંતા દેવિકાબેનને કોટી કોટી અભિનંદન”કાવ્યમય શૈલીમાં રજુ કર્યો, પ્રશાંતભાઇએ વોટ્સ પર વાંચેલ વાત રજુ કરી.

 સતિશભાઇએ આખા વર્ષ દરમ્યાન જે જે વ્યક્તિએ મદદ કરેલ તે બધાનો વિગતવાર આભાર માન્યો. દિનેશભાઇ શાહ, સમુખભાઈ દોશી, મનસુખભાઈ વાઘેલા,દીપકભાઇ ભટ, પ્રશાંતભાઈ મુન્શા,,નિતીનભાઇચારુબેન, ફતેહઅલી ચતુર અને અતુલભાઈ કોઠારીનો મિટીંગના યજમાન થવા બદલ.
દેવિકાબેન ધ્રુ, નવિનભાઇ બેંકર, શૈલાબેન, નિતીનભાઇ, વિશ્વદીપ બારડ તથા ડો.ઇન્દુબેન શાહનો મિટીંગનો અહેવાલ લખવા બદલ. દેવિકાબેન ધ્રુવ અને નવિનભાઇ બેંકરનો પ્રુફ રિડીંગ કરી રિપોર્ટ પ્રેસમાં મોકલવાની જવાબદારી નિભાવી તે માટે અને સુગરલેન્ડ કોમ્યુનિટી સેન્ટરના સ્ટાફનો આભાર માન્યો કે જેમણે હંમેશા બેઠક દરમ્યાન આપણી જરૂરિયાતો પૂરી પાડી.
જયંતભાઇ પટેલ,પ્રશાંતભાઇ મુન્શા તથા ડો.રમેશભાઈ શાહનો ફોટોગ્રાફી માટે અને ડો. ઇન્દુબેન શાહનો બધા રિપોર્ટ ગુ.સા.સ.ની સાઇટ પર અપલોડ કરવા માટે આભાર વ્યક્ત કર્યો.
વિશાલભાઇ મોણપરા ગુ.સા. ની વેબસાઈટને દરવર્ષે રિન્યુલ કરાવતા રહે છે તે માટે તેમનો  પણ આભાર માન્યો. સૌ સભ્યોનો સાથ સહકાર અને સૂચનો માટે આભાર માન્યો.
છેલ્લે, સામૂહિક તસ્વીર લેવાયા બાદ, સૌએ ગરમા ગરમ ઉંધિયું, પરોઠા,કચોરી,પાતરા શ્રીખંડ, બિરયાની અને કઢીનુ સ્વાદિસ્ટ ભોજન માણ્યું.

અસ્તુ.

ડો ઈન્દુબેન શાહ

૧૨/૩૦/૨૦૧૭

 

3 responses so far

3 Responses to “ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક # ૧૮૦”

  1. Devika Dhruvaon 03 Jan 2018 at 6:00 pm

    Well written with pictures.

  2. શૈલા મુન્શાon 04 Jan 2018 at 9:29 am

    માહિતિસભર અહેવાલ.

  3. Hasmukh Doshion 08 Jan 2018 at 8:27 pm

    Well detailed report. Hats off to Induben.

Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help