Feb 06 2017

ગુજરાતી સાહિત્ય સરિતા ૧૭૦મી બેઠનો અહેવાલ

Published by at 11:21 pm under બેઠકનો અહેવાલ

 

In new window______________________________________________
ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૦૧૭ની પ્રથમ બેઠકનો અહેવાલ-
શૈલા મુન્શા
જાન્યુઆરી ૨૦૧૭ની સાહિત્ય સરિતાની પ્રથમ બેઠક,૨૨મી જાન્યુ.ના રોજ, સુગરલેન્ડના કોમ્યુનિટી હોલમાં
રાખવામાં આવી હતી. ૧૭૦મી આ બેઠકનુ આયોજન સરિતાના નવા નિમાયેલ હોદ્દેદારોએ કર્યું હતું.
 
૨૦૧૭ની પ્રથમ બેઠક-નં.૧૭૦
શ્રી સતિશભાઈ પરીખ-પ્રમુખ
શ્રી નીતિનભાઈ વ્યાસ-ઉપ પ્રમુખ
શ્રી મનસુખભાઈ વાઘેલા-ખજાનચી
શ્રી અશોકભાઈ પટેલ-સલાહકાર
નવા વર્ષની પ્રથમ બેઠકનો શુભારંભ શ્રી નિખીલભાઈએ સરસ્વતી વંદનાથી કર્યો.
પ્રમુખ શ્રી સતિશભાઈએ સહુનુ સ્વાગત કરતાં નવા વર્ષની શુભકામના વ્યકત કરી અને સભા સંચાલનનો દોર 
આ સભાના સંચાલક શ્રી અશોકભાઈને સોંપ્યો.
 
અશોકભાઈએ સહુ પ્રથમ ફતેહ અલીભાઈએ પોતાની કૃતિ રજૂ કરવા અને સાથે બીજા બે વક્તાને પણ તૈયાર રહેવા અગાઉથી સૂચિત કર્યાજેથી સમયનો વ્યયતથા રસક્ષતિ ના થાય.ફતેહ અલીભાઈ સામાન્ય રીતે હિન્દીના વિખ્યાત કવિની સુંદર રચના પોતાના પ્રભાવશાળી કંઠે સંભળાવવા માટે જણીતા છેપણ આ વખતે ગુજરાતીના જાણીતા ગઝલકારોની ગઝલ જેમા રદિફ-કાફિયા મળતા નથી એની રજૂઆત કરી અને પોતાની જિજ્ઞાસાનુ નિરાકરણ કરવા
 એનુ કારણ શું એવો સવાલ પુછ્યોજેનો જવાબ શ્રીમતિ દેવિકાબેને, (જેમણે ગઝલ વિશે ઊંડો અભ્યાસ કર્યો છે)
સરળ ભાષામા ‘હમરદીફ-હમકાફિયા’ જણાવી પોતાના     
વક્તવ્ય દરમ્યાન સમજાવ્યો.
 
શ્રી ધીરૂભાઈએ પાનખર અને વૃધ્ધાવસ્થા પર પોતાના વિચારો રજૂ કર્યા.શ્રી ચીમનભાઈ પટેલ જે પોતાના વ્યંગ
અને હાસ્ય કાવ્યો અને ગઝલ રજૂ કરવા માટે જાણીતા છેએમણે રતિલાલ બોરીસાગરની લઘુકથા વાંચી સંભળાવી.
શ્રી પ્રકાશભાઈ મજમુદાર જે સાહિત્ય સરિતામાં વોઈસ ઓફ મુકેશ” તરીકે જાણીતા છેએમણે શ્રી કૈલા પંડિતની
રચના પોતાના મધુર કંઠે સંભળાવી.
શ્રીમતિ શૈલા મુન્શાએ પતંગ” કાવ્ય સંભળાવીજીવન પણ પતંગની જેમ આત્મબળ ને સ્વમાન સાચવી હંમેશા અવકાશમાં ઊંચે ને ઊંચે લહેરાય વિશેની તાત્વિક વાત કરી. શ્રી અશોકભાઈ દરેક વક્તાના વક્તવ્ય
 બાદ પોતાની વિશેષ ટીપ્પણી રજૂ કરી સભાનો માહોલ વધુ રસમય બનાવતા હતા.
શ્રી હસમુખભાઈ પટેલે સ્મૃતિ અને શ્રુતિ માં માનુ છું અને વસંત અને પાનખર એકબીજાના પૂરક છે” તે વિશે વાત કરી. 
શ્રી ભગવાનદાસભાઈએ શ્રી મહેન્દ્ર મેઘાણીના એક પત્ર વિશે વાત કરી.
 
શ્રીમતિ દેવિકાબેને ગત બેઠકથી એક નવું અભિયાન શરૂ કર્યું છે. પોતાની સ્વ રચિત કૃતિ રજૂ કરવાને બદલે
કાવ્યોના જુદા જુદા પ્રકાર વિશે સરળ ભાષામાં માહિતી આપવાનુ શરૂ કર્યું જે આપણા સહુ સાહિત્યરસિકો
અને સર્જકોને કવિતા લખવા કે સમજવામાં વિશેષ માર્ગદર્શન આપશે.આ વખતે એમણે સોનેટ કાવ્ય વિશે માહિતી આપી. સોનેટ ઈટાલીથી વેલ કાવ્ય પ્રકાર છે અને ૧૪ પંક્તિમાં આ કાવ્ય લખાય છે. ૧૮૮૮માં કવિ શ્રી બળવંતરાય ઠાકોરે “ભણકારા” કાવ્ય રચીને ગુજરાતમાં સૌથી પ્રથમ સોનેટનું અવતરણ કરાવ્યું વગેરે જણાવ્યું. બ્લોગજગતના શ્રી આતાના અવસાન પર શબ્દાંજલિ રૂપે એક કાવ્ય પણ તેમણેજૂ કર્યું.
 
શ્રીમતિ પ્રવિણાબેન કડકિયાએ મકરસંક્રાંતિ વિશે વાત કરી. ફિરકીમાંજો અને પતંગને સત્વતમસ અને રજસ સાથે સરખામણી કરી પોતાના વિચારો રજૂ કર્યાં.શ્રીમતિ નીરા શાહે ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ વિશે પોતાના વિચારો વાંચી સંભળાવ્યાં.શ્રી દીપકભાઈએ  વેબ ગુર્જરી પર પ્રકાશિત થયેલ નીતિનભાઈ અને દેવિકાબેન દ્વારા મીરાંબાઈના ભજન પરના રસદર્શન વિશે માહિતી આપી. નીતિનભાઈ ખૂબ સંશોધન કરી જુદા જુદા ગીતકાર દ્વારા ગવાયેલા આ પદોને આપણી સમક્ષ લાવે છેએ ખૂબ ઉમદા માહિતી પૂરી પાડે છે.
 
શ્રી અશોભાઈએ એક  સ્વરચિત હાઈકુ સંભળાવ્યું. શ્રી સતીશભાઈએ ઉત્તરાયણ પરનુ એક કાવ્ય સંભંળાવ્યું. શ્રી વિનોદભાઈ પટેલે આગામી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જે એપ્રીલ માસમાં હ્યુસ્ટનમા થનાર છે એની પુસ્તિકા સહુને આપી,સાથે સાથે સાહિત્ય સરિતાના સભ્યો પણ કોઈ ફિલ્મની પટકથા લખેકે એ દિશામા આગળ વિચારણા કરે એ વિશે વાત કરી.
 
અંતમાં, મોરપિચ્છની કલગી સમું અને સોનામાં સુગંધ ભળે એવું અનોખું, અમારા સહુના વડિલ અને ૯૬ વર્ષે એક
યુવાનને પણ શરમાવે એવા સ્ફુર્તિલા શ્રી ધીરુભાઈનુ સન્માન (યજમાનો અને તેમના કુટુમ્બ્બીજનો સિવાય બધા માટે
તે સરપ્રાઇઝ હતુ) કરવાનુ હતુ. આ સમગ્ર વિધિ એમના સહુ સ્વજનોની હાજરીમાં કરવામાં આવી. હાલમાં જ
ધીરુભાઈની ૯૬મી વર્ષગાંઠ બી એ પી એસ મંદિર મા ઉજવવામાં આવી હતીઅને સાહિત્ય સરિતા ના
યજમાનો ને પણ આપણી આ બેઠક મા તેમનુ ૯૬મી વર્ષગાંઠ નિમિતે સન્માન કરવાની ઇચ્છા હતી તેથી આ પ્રસંગ ની
 તક ઝડપી લઇ ને તેમનુ સન્માન વડિલ નીતાબેન મહેતા અને ઉપ પ્ર્મુખ નિતિનભાઇ વ્યાસ ના હસ્તે શાલ અર્પણ કરી ને કર્યું.
 
ધીરુભાઈને સન્માન
ધીરુભાઈના પુત્ર શ્રી દિનેશભાઈ એમના પત્ની શ્રીમતિ હેમંતીબેનએમની પુત્રી દક્ષાબેન તથા એમના પતિ
 શ્રી નીલેશભાઈ વગેરે સહુ પરિવારજનો આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા. ધીરુભાઈની તંદુરસ્તીનુ રહસ્ય જણાવતા દિનેશભાઈએ કહ્યું કે ચાલવું અને લખવું એ જ એમની પ્રવૃતિ” અને એમનો જીવનમંત્ર ફાવશેગમશે અને ચાલશે
 જેના કારણે એમને ક્યાંય પણ સહજતાથી ભળી જવામાં તકલીફ નથી પડતી.શ્રીમતિ દેવિકાબેને ધીરુભાઈના
દીર્ઘાયુ માટે કાવ્યરુપી શબ્દાંજલિ અર્પણ કરી.
 પ્રમુખ શ્રી સતીશભાઇ પરીખે સાહિત્ય સરીતા ના તમામ સભ્યો તરફથી દિર્ઘાયુષ્ય ની પ્રાર્થના કરતો સંદેશો પાઠવ્યો અને શ્રીમતિ દેવિકાબેને પણ તેમના દીર્ઘાયુ માટે કાવ્યરુપી શબ્દાંજલિ અર્પણ કરી.
અંતમા ઉપપ્રમુખ શ્રી મનસુખભાઈએ સહુનો આભાર માનતા બેઠકની સમાપ્તિ કરી. 
આ બેઠક નો તમામ ખર્ચો (અલ્પાહાર સાથે નો) આ બેઠક ના યજમાનો શ્રી દિપકભાઇ ભટ્ટ, ફતેહઅલીભાઈ ચતુરનીખિલભાઈ મેહતામનસુખભાઈ વાઘેલા અને સતીશભાઈ પરીખે ઉઠાવેલ અને ગીતાબેનમંજુબેન તથા ચારુબેને  પ્રેમપુર્વક બધાને પીરસેલ રગડા પેટીસ અને કાજુ કત્રી ના સ્વાદીષ્ટ અલ્પાહારની જ્યાફત માણી
સહુ છુટા પડયા.
 
એકંદરે ૨૦૧૭ની આ પ્રથમ બેઠક વિષય વૈવિધ્ય અને સન્માન ને કારણે રસવંતી બની રહી.
 
અસ્તુ,
શૈલા મુન્શા  તા૦૧/ ૨૮/૨૦૧૭
satish parikh
Add to circles
Show details

2 responses so far

2 Responses to “ગુજરાતી સાહિત્ય સરિતા ૧૭૦મી બેઠનો અહેવાલ”

 1. LoveGujon 11 Feb 2017 at 12:55 am

  It is nice to know how important service your organisation is doing to Gujarati language on foreign land!! congratulations and best wishes…

 2. તરુણ શાહon 08 Mar 2017 at 1:47 pm

  એ…. હું તરુણ શાહ આપણાં દેશમાંથી….. રાજકોટ ગામેથી…..

  તમ સહુ સર્જકોને મારાં રામ રામ ને હેત પ્રીતના ઓવારણાં હાર્યે નોતરું આપુ છું……
  સાહિત્યકારોના વિ-પરિવારમાં જોડવાનું.
  લઘુમાહિતી આ મુજબ છે.

  “સાહિત્યસેતુ ડૉટ કોમ” એક એવો નમ્ર પ્રયાસ છે જેમાં સાહિત્યકારોનાં અંતરંગ જીવનનો અને સાહિત્ય સર્જન યાત્રાનો પરિચય -વિશેષ ઓળખાણ બનાવીને શક્ય એટલી મહત્તમ વિગતો સાથે દર્શાવવામાં આવશે. સાહિત્ય માણતા ભાવક સમાજને આ સાહિત્યનાં સર્જકોનો પરિચય કરાવવાનું આધુનિક પ્લેટફોર્મ એટલે “સાહિત્યસેતુ ડૉટ કોમ”.

  સાહિત્યસંગીઓની વિશેષ ઓળખાણ તેમના પરિચય, ફોટા, સંપર્ક સેતુ, પ્રકાશન, એવોર્ડઝ તથા અન્ય માહિતી સાથે સાહિત્યની વિવિધ કેટેગરીમાં લીસ્ટીંગ કરી “સાહિત્યસેતુ ડૉટ કોમ”માં રજૂ કરવામાં આવશે.
  તો તમે સહુ પણ તમારી સર્જનયાત્રાની તમામ વિગતો, પરિચય, સન્માન, પ્રકાશન, ફોટાઓ અને પ્રતિકાત્મક ૨ ગદ્ય અને ૧૦ પદ્ય રચનાઓ વિ-પત્રથી માંડો મોકલવા મારાં બાપલા……………
  રૂદિયો રાજી થાય તો ભેળા લક્ષ્મીજીને પણ મોકલ્જો.

  અમેરીકામાં મારા ખાસ મિત્ર અને “સાહિત્યસેતુ ડૉટ કોમ” વિશેના મુખ્ય વ્યક્તિ શ્રી અક્ષયભાઈ શાહનો આ બાબત સંપર્ક કરી શકાય. (AkshayShah715@gmail.com , Tel: +1 908.285.7523)
  અથવા જરૂર લાગે તો મને પણ મળી શકાય
  e-meet source : sahityasetu.com@gmail.com +91 9427213072

  આ મહિનાના અંત ભાગમાં અથવા મોડમાં મોડુ આવતા મહિનાના પ્રથમ સપ્તાહમાં “સાહિત્યસેતુ ડૉટ કોમ” અંતરાજાળમાં મુકાઇ જાશે.

Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help