Aug 18 2024
બેઠક નં ૨૫૯ઃ ઑગષ્ટ ૨૦૨૪ઃ અહેવાલઃ
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં. ૨૫૯ઃ
અહેવાલઃ નરેન્દ્ર વેદ
ત્યારબાદ દેવિકાબહેને આપણી વેબસાઇટની વિગતવાત સફર કરાવી અને તેની વિવિધ શ્રેણીઓની માહિતી બતાવી. તેમણે બધાને પોતાના પ્રતિભાવો ત્યાં જ Comment બોક્સમાં આપવા પ્રેર્યા.
ત્યારબાદ નિશ્ચિત્ત કરેલ અન્ય વિષય “માનવ સ્વાતંત્ર્ય અને તેની પરિસીમા” તરફ બેઠક આગળ વધી. નરેન્દ્ર વેદે યાદ અપાવ્યું કે આગામી ચુંટણીનાં પરિણામોની અસર ફક્ત આ દેશમાં જ નહિં પણ સમસ્ત વિશ્વમાં ઘણા વર્ષ સુધી રહેશે. તેથી બધા નાગરીકોની વિવેક્બુદ્ધિથી કરેલ મતદાન અગત્યનો ભાગ ભજવશે.
સીતાબહેન કાપડીઆએ આ જ વિષય પર કહ્યું “જો તમને હસવાની સ્વતંત્રતા જોઈતી હોય તો બીજાને પણ હસવાની છૂટ આપવી જોઈએ. તો જ વિવાદ, હિંસા સુધી ન વધે.” આ જ વિષય પર દેવિકાબહેને, શ્રી ચંદ્રકાંત બક્ષીના સંસ્કૃતિ અને સ્વાતંત્ર્ય પર લખાયેલ પુસ્તક ‘આભંગ’ માંથી નીચે મુજબ એક નાનકડો અંશ વાંચ્યો હતો કે,
“સ્વતંત્રતા જન્મજાત છે, એ માણસને અપાયેલી છે. માણસને ‘સ્વતંત્ર ન થવાની’ પણ સ્વતંત્રતા નથી. ઈશ્વર વગરની દુનિયામાં માણસ એ સ્વાતંત્ર્યનો ઉપયોગ કરે છે; સ્વતંત્રતા બે-લગામ બને છે અને પોકારે છે: ‘સ્વાતંત્ર્ય ભયાવહ છે’ – Freedom is terror. ”
આગળ વધી તેમણે આ જ વિષય પર પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા.
નીતીનભાઈ વ્યાસે તેમની પેરિસની સફરની યાદગાર વાતો સૌ સાથે આનંદપૂર્વક રજૂ કરી હતી.
–નરેન્દ્ર વેદ
તા. ઑગષ્ટ ૯,૨૦૨૪