Nov 18 2024

બેઠક નં. ૨૬૨ઃ અહેવાલઃ રિદ્ધિબહેન દેસાઈ અને નરેન્દ્ર વેદ

Published by at 8:52 pm under બેઠકનો અહેવાલ

નવેમ્બર ૧૦, ૨૦૨૪ની સાંજે ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૬૨મી બેઠકની શરૂઆત, માયાબહેન અને કોકીલાબહેનના સ્વરે સરસ્વતી વંદનાથી થઈ. દિવાળી બેઠકના પાંચ સ્પૉન્સરોએ દીપ પ્રગટાવ્યા. ત્યારબાદ હાજર રહેલા બધા સભ્યોએ પ્રમુખ નિખિલભાઈના સુંદર સ્વરની દોરવણી હેઠળ શ્રી નારાયણ સુક્તમનું સમૂહ પારાયણ કર્યું. આશરે ૭૦ સાહિત્યરસિક સભ્યો તથા મહેમાનો હાજર હતા.

પહેલેથી નક્કી કર્યા પ્રમાણે બધાં દિવાળીનાં પ્રાસંગિક નાસ્તા, મીઠાઈ વગેરે લાવ્યાં હતાં. તે બધાંએ આનંદ સાથે માણ્યાં. આનું co-ordination અવનીબહેન મહેતાએ કર્યું હતું. 

બેઠકનું સંચાલન સંસ્થાના સચિવ નરેંદ્ર વેદે સંભાળ્યું. બેઠકના નિર્ધારિત વિષયો હતાઅસતો મા સદ્ગમયઅથવાતમારી પ્રિય કૃતિ“.

સૌ પ્રથમ વડીલ વક્તા સીતાબહેન કાપડીઆએકાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા…” શ્લોકની ટૂંકમાં સરળ સમજણ આપી અને તેના સમન્વયના મહત્ત્વ વિષે જણાવ્યું. 

ત્યારબાદ સંસ્થાના સ્થાપક વડીલ દીપકભાઈ ભટ્ટેઅસતો મા સદ્ગમયની ગહન છણાવટ કરી. પંક્તિનો ઉદભવ, ચાર વેદ, તેના ભાગસંવિભાગ અને તેના કાંડ વિષે માહિતી આપી. આદિ શંકરાચાર્યથી માંડી સમકાલીન સચ્ચિદાનંદે પણ આના પર  પોતાના ભાષ્યો તથા પ્રવચનોથી સહુને સમજણ આપી છે જણાવ્યું. અંતે કવિ ન્હાનાલાલની શિખરિણી છંદમાં રચિતઅસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા..”ના પઠનથી તેમનું વકતવ્ય પૂરું કર્યું. 

ત્યારબાદ ઉપપ્રમુખ રિદ્ધિબેન દેસાઈએઅસતો મા સદ્ગમયની હળવી રીતે રજૂઆત કરી વર્તમાનના social media માં સત્યઅસત્ય વચ્ચેની ભેદરેખા ઝાંખી થતી જવાની વાસ્તવિક્તા તરફ સહુને સચેત કર્યા. 

પછી સંસ્થાના સલાહકાર અને patron હસમુખભાઈ દોશીએ જણાવ્યું કે દિવાળીના દિવસે જૈન તીર્થંકર મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા અને તેઓ મોક્ષે પધાર્યા. ત્યારથી જૈન વીરસંવતની શરૂઆત થઈ. જૈન નવકાર મંત્ર સાથે તેમણે વાત સમાપ્ત કરી.

અરવિંદભાઈ ઠેકડીએ,  દિવાળીના દિવસે ગુરુ હરગોવિંદસિંહે કેવી રીતે બાવન શીખ કેદીઓને જહાંગીરની કેદમાંથી છોડાવ્યા અને તેને કારણે શીખ સમાજ, દિવાળીનેબંદિછોડ દિનતરીકે ઉજવે છે એની રસપ્રદ માહિતી આપી. 

પછી જનાર્દનભાઈ શાસ્ત્રીએ એક રચના સંભળાવી. જેમ દરજી તેના સંચામાં ખૂબ જતનથી તેલ પૂરે છે જેથી સંચાને તેલ મળે પણ કપડાં પર એક પણ ડાઘ પડે તેમ આપણે પણ આપણું જીવન જીવવાનું છે એમ જણાવ્યું.

ત્યારબાદ મીતાબેન ભટ્ટે જુદી જુદી વયે હૃદયમાં થતી ઊર્મિઓ અને અનુભૂતિની વાત કરી. શ્રી ભોગીલાલ ગાંધીએઉપવાસીના આતમદીપ ભજનનું પઠન કરી ખૂબ સુંદર ભજનની યાદ કરાવી દીધી.

  બેઠકના sponsors હતાજનાર્દનભાઈ અને ઉષાબહેન શાસ્ત્રી, બિપિનભાઈ અને ઉર્વશીબહેન પંડ્યા, ભરતભાઈ અને ભારતીબહેન શુક્લભુપેન્દ્રભાઈ અને રીમાબહેન શેઠ તથા હસમુખભાઈ દોશી

પછી રિદ્ધિબહેને બેઠકનાં બધાં વક્તવ્યોની સુંદર summary રજૂઆત કરી બેઠકના sponsors નો આભાર માન્યો તથા જેઓ વાનગીઓ લાવ્યા હતા તે સર્વેનો, Sound system માટે અશોકભાઈ ભાવસારનો, હરહંમેશ બેઠકોની photography માટે જયંતભાઈ પટેલનો  અને અવનીબહેન કે જેમણે રંગોળી તથા દીવા અને અન્ય જરૂરી તૈયારી કરી હતી તેમનો  હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

અંતે બધાં ભાઈબહેનો શ્રીખંડપુરી અને ખાંડવીનું સ્વાદિષ્ટ ભોજન માણી છૂટાં પડ્યાં.

 સંકલનરિદ્ધિબહેન દેસાઈ અને નરેંદ્ર વેદ

સંપાદનઃ દેવિકા ધ્રુવ

 

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.