Dec 21 2024
બેઠક નં. ૨૬૩ઃ અહેવાલ
બેઠક નં. ૨૬૩ઃ
અહેવાલઃ નરેન્દ્ર વેદ
સંકલનઃ રિદ્ધિ દેસાઈ
સંપાદનઃ દેવિકા ધ્રુવ
ડિસેમ્બરની ૮મી તારીખે સાંજે ૪ વાગે ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૬૩મી બેઠક – વાર્ષિક બેઠક આશરે ૪૫ સભ્યોની હાજરી સાથે મળી. શરુઆતમાં ભાવનાબહેન દેસાઈએ તેમના સુંદર સ્વરે ગુજરાતીમાં સરસ્વતી વંદના કરી.

ત્યારબાદ ઉપપ્રમુખ રિદ્ધિબહેન દેસાઈએ ૨૦૨૪માં મળેલી બધી બેઠકોનું ટૂંકમાં વિહંગાવલોકન કર્યું. તેમણે બધાં સભ્યોને ગુ.સા.સ.ની વાર્ષિક ફીના વ્યાજબીપણા અને તે વધારીને $૨૫ કરવા વિષે ચર્ચા શરુ કરી. આગલા વર્ષમાં ગુ.સા.સ. ૨૫મા વર્ષમાં પ્રવેશે છે અને કોઈ ભવ્ય કાર્યક્રમની શક્યતા અને આજની મોંઘવારીને ધ્યાનમાં લઈ મોટા ભાગના સભ્યોને $૨૫ વ્યાજબી લાગ્યા. આથી ૨૦૨૫થી કુટુંબ દીઠ વાર્ષિક વધારીને $25 કરવાનો ઠરાવ બહુમતીથી પસાર થયો.

દેવિકાબહેન ધ્રુવે ચાલુ સમિતિના ૨૦૨૪ના કાર્યને સારો આવકાર આપતાં એ પણ કહ્યું કે કાર્યની વહેંચણી વધુ કાર્યકર્તામાં થાય તો કાર્ય વધુ સરળતાથી થઈ શકે. તેમણે બધા સભ્યોને ગુ.સા.સ.ની website પર નિયમિત રીતે જઈ વાંચવા અને ત્યાં પોતાના વિચારો તથા સૂચનો લખવાનો અનુરોધ કર્યો. આપણને બધી જ ભાષાઓ આવકાર્ય હોવી જોઈએ જેથી અંગ્રેજી, હિંન્દી કે અન્ય ભાષામાં અનુવાદ પણ કરી શકાય. સમિતિએ તેમના સૂચનો આવકાર્યા અને તે તરફ બનતા પ્રયત્ન કરીશું તેમ જણાવ્યું. તે ઉપરાંત તેમણે, ટૂંક સમયમાં પ્રકાશિત થનાર તેમના નવા કાવ્યસંગ્રહ ‘અહીં જ બધું’ નો ખૂબ સંક્ષિપ્તમાં પરીચય આપ્યો.
ત્યારબાદ ગુ.સા.સ.ના ખજાનચી નરેન્દ્રભાઈ વેદે ૨૦૨૪નો આર્થિક અહેવાલ રજૂ કર્યો અને તેની પ્રતની વહેંચણી કરી. કોઈ સભ્યોને આ બાબતમાં કોઈ પ્રશ્ન કે વાંધો ન હતો. આ અહેવાલ સર્વાનુમતે સ્વીકારાયો. ફતેહ અલિભાઈ ચતુરે ગુ.સા.સ.ની રજતજયંતિ ખૂબ ધૂમધામથી ઉજવવાનો અનુરોધ કર્યો.
અરવિંદભાઈ થેકડીએ સ્મૃતિસંપદા પુસ્તકનો જો અંગ્રેજી અનુવાદ કરીએ તો આપણી યુવાન પેઢી જે ગુજરાતી વાંચી શકતા નથી તેને અમેરિકાના શરુઆતના ભારતીય immigrantsને પડેલ અસંખ્ય મુશ્કેલીઓ અને પડકારોનો ખ્યાલ આવે અને તે પ્રેરણાદાયક બને. તેના અનુસંધાનમાં ગુ.સા.સ.ના પ્રમુખ નિખિલભાઈ મહેતાએ તે જ સવારે તેમણે આર્ષર્વિદ્યા ગુરુકુલમનાં બાળકો જે અમેરિકામાં જન્મેલ છે તેમના મોઢે પાણિનિના સંસ્કૃત વ્યાકરણના અષ્ટાધ્યાયીનીનો મુખપાઠ સાંભળ્યો. આ અનુભવથી તેમણે તારવ્યું કે જો ગુજરાતી પરિવારો ઘરમાં બાળકો સાથે ફ્ક્ત ગુજરાતીમાં જ વાતચીત કરે તો કદાચ ગુજરાતી બોલી આ દેશમાં સચવાશે.




નરેન્દ્રભાઈ અને રિદ્ધિબહેન,
આપ બંનેએ અહેવાલ લખી,સંકલન કરી સરસ કામ કર્યું છે. આવી જ રીતે ચાલુ રાખશો અને અન્ય સભ્યોને પણ વાંચવા પ્રેરતા રહેશો. ખરેખર તો એ આપણો ઉદ્દેશ છે, પ્રેરણા છે અને સરિતાને વહેતી રાખવાનો રિયાઝ પણ છે. તે સિવાય છેલ્લાં ૨૪ વર્ષોથી ચાલી રહેલી આપણી આ સાહિત્યની સંસ્થાની પ્રવૃત્તિઓનો એક દસ્તાવેજ પણ ખરો જ.
બંનેને આ કામ માટે અભિનંદન.
very nice Aheval
Excellent summary of the meeting. This was a very interesting and informative meeting.
Thanks to all organizers and contributors.
Looking forward to future meetings.
Well written, prompt and complete!