Mar 30 2025
૨૬૫મી બેઠકનો અહેવાલ
ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૬૫મી બેઠક રવિવાર, ફેબ્રુઆરી ૨૩મીએ બપોરે ૩ વાગે સુગરલેંડના
Clyde and Nancy Jacks Conference Center માં મળી હતી.
વિષય હતો – “તમારી કૃતિ અથવા તમને પ્રિય કૃતિ (તમે વાંચેલ કવિતા અથવા ટૂંકી વાર્તા અથવા નિબંધ)”
આશરે ૪૫ જેટલા સભ્યો હાજર રહ્યા હતા.
જ્યોત્સ્નાબહેન વેદે સરસ્વતી વંદનાથી બેઠકની શરુઆત કરી હતી.
ફેબ્રુઆરીમાં Velentine’s Day હોવાથી દીપકભાઈ ભટ્ટે ચિત્રા બેનરજી લેખિત “Uncommon Love – The early Life of Sudha and Narayan Murti” બહુ જ પ્રેરણાદાયક પુસ્તકનો ટૂકમાં આસ્વાદ કરાવ્યો.
હસમુખભાઈ દોશીએ કાંતિ ભટ્ટ અને મનહર શાહની વર્ષો પહેલાં પ્રકાશિત “રસ પીઓ કાયાક્લ્પ કરો” પુસ્તિકામાંથી આરોગ્યદાયક ફાયદાઓ વર્ણવ્યા હતા અને organic શાકભાજી અને ફળાહાર પર ભાર મૂકયો હતો.
અવનીબહેન મહેતાએ ગુજરાતી આધુનિક કવયિત્રીઓનું “Mocktail” પુસ્તકમાંથી બે કાવ્યોની રજૂઆત કરી હતી.
નયનાબહેન શાહે Velentine’s Dayની શરુઆત ક્યારે, ક્યાંથી અને કેવી રીતે થઈ તેનું ઐતિહાસિક સંશોધન કરી યુરોપના Italy, Greece અને અન્ય દેશોની પૌરાણિક વાર્તાઓ અને ઉદાહરણો સાથે ખૂબ જ રસદાયક રજૂઆત કરી.
વર્ષાબહેન દવે અને નયનાબહેન ગોસલીયાએ “આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી” ગીત રજૂ કર્યું હતું.
પ્રમુખ નિખિલભાઈ મહેતાએ મનુભાઇ પંચોળી(દર્શક)નું વ્યાખ્યાન “મનુષ્યત્વની કેળવણી” નુ સળંગ વાંચન કરી આજના કાળમાં શિક્ષણમાંથી મૂળભૂત મૂલ્યો અને આદર્શો તદ્દન અળગાં રહ્યાં છે અને તેથી દ્વેષ, લોભ, રંગભેદ, આતંકવાદ વગેરે દોષો સાથે મનુષ્યે જ ઊભી કરેલ વિવિધ સમસ્યાઓ સતાવી રહી છે તે તરફ નિર્દેશ કર્યો હતો.
અંતે નરેંદ્રભાઇ વેદે સુગરલેંડ શહેરનો હૉલનો નિઃશુલ્ક વપરાશ માટે, અશોક્ભાઈ ભાવસારનો sound system માટે, વિશાલ મોનપરાનો આપણા website upgrade માટે અને અન્ય સ્વયંસેવકોનો આભાર માન્યો હતો.
અંતે હળવા નાસ્તો પાણી કરી બધાં ભાઈબહેનો છૂટાં પડયાં હતાં.
અહેવાલ – નરેંદ્ર વેદ
સંપાદન – દેવિકાબહેન ધ્રુવ
સરસ મુદ્દાસર અહેવાલ. ફોટા પણ વ્યવસ્થિત મૂકાયા છે. લખનાર અને આ સાઈટ પર મૂકનાર બંનેને સુંદર પ્રયાસ બદલ અભિનંદન.