Jan 26 2015

ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૫૧મી બેઠકનો અહેવાલ શ્રી. નવીન બેન્કર

Pink Peony

૧૭મી જાન્યુઆરી ૨૦૧૫ ને શનિવારની બપોરે અઢી વાગ્યે, સંસ્થાના માનનીય સભ્ય શ્રી. દિપકભાઇ અને ગીતાબેન ભટ્ટના નિવાસસ્થાને ૨૦૧૫ ના નવા વર્ષની પ્રથમ બેઠક યોજવામાં આવી હતી. હ્યુસ્ટનના પચાસેક જેટલા સાહિત્ય રસિકજનોની હાજરીમાં, પુરા ત્રણ કલાક ચાલેલી બેઠકમાં વાર્તા, કવિતા,તથા મુક્તકોની છોળો ઉડી હતી.

ડોક્ટર ઇન્દુબેન શાહે પ્રાર્થનાથી શરુઆત કરી. યજમાન શ્રી. દિપકભાઇ ભટ્ટે સ્વાગત પ્રવચન કર્યા બાદ, સંસ્થાના ભૂતપૂર્વ સભ્ય સ્વ. શ્રી.અરવિંદ પ્રેમચંદ શેઠના અવસાન અંગે અને પાકિસ્તાન તથા પેરીસમાં આતંકી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ માણસો અને બાળકોના મૃતાત્માની શાંતિ અર્થે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

સંસ્થાના ખજાનચી અને કમિટી મેમ્બર શ્રી. નરેન્દ્ર વેદે ૨૦૧૪ના હિસાબોની પ્રિન્ટેડ કોપીઓ સભ્યોને વહેંચી હતી. અને નવા વર્ષના સભ્યપદ અંગે ટહેલ નાંખી હતી.

શ્રી. દિપકભાઇએ નવેમ્બર ૨૦૧૪ના, શ્રી. કૃષ્ણ દવે અને શ્રી. અદમ ટંકારવીનાકાવ્યોત્સવકાર્યક્રમમાં અથાગ પરિશ્રમ કરીને સફળ બનાવનાર સભ્યોને અભિનંદન આપ્યા હતા.

    સંસ્થાના સભ્ય, અને સક્રિય કાર્યકર એવા શ્રીમતિ દેવિકા ધ્રુવના, પ્રતિલિપીએ પ્રસિધ્ધ કરેલા ઇન્ટર્વ્યૂ અંગે તેમને અભિનંદન આપવામાં આવ્યા હતા. ‘નાસાના વૈજ્ઞાનિક અને સાહિત્ય સરિતાના સભ્ય એવા શ્રી. કમલેશ લુલ્લાને અમેરિકન સરકાર દ્વારા અપાયેલા એવોર્ડ અને સન્માન બદલ પણ સંસ્થાએ ગૌરવપૂર્વક નોંધ લીધી હતી.

કાર્યક્રમની શરુઆત, શ્રી. ચીમન પટેલે રોજબરોજના જીવનમાં બનતી સામાન્ય લાગતી ઘટના પરથી, રમુજી શૈલીમાં લખાયેલી તેમની કૃતિચાહની તપેલીરજૂ કરી હતી. તપેલી પરના ડાઘા સાફ કરતાં કરતાં, એક વિધુર, સદગત પત્ની સાથેના સંસ્મરણોને વાગોળે છે એની વાત કરતી ગદ્યકૃતિ શ્રોતાઓને ગમી ગઈ હતી. નાટ્યઅભિનેત્રી એવા રક્ષાબેન પટેલે, અરુણા ચોક્સીના બે કાવ્યો રજૂ કર્યા હતા.

અમે તો  ચિતાએ ચઢી પોઢનારા, અમારે ફુલોની શય્યા શું કામની ?
અમે તો ઝેરના જામ ભરપુર પીનારા, અમૃતની પ્યાલી અમને શા ખપની ?

   હ્યુસ્ટનના ગાંધીવાદી કાર્યક્રર અને ગાંધી લાયબ્રેરીના સંચાલક એવા શ્રી. અતુલ કોઠારી સાહેબે, તથા શ્રી. અકબર અલી હબીબે, ગાંધી નિર્વાણ દિન નિમિત્તે, કેટલીક વાતો કરી હતી.શ્રીમતિ દેવિકાબેન ધ્રુવે, તેમનુંતડકાપરનું 

તડકો વીંટીને અંગ બેઠાતા સંગ સંગ, હૂંફાળા હાથ લઈ હાથમાં

તેમની લાક્ષણિક શૈલીમાં રજૂ કરીને, ‘વેબ ગુર્જરીમાં લેવાતા કાવ્યો અંગે કેટલીક માહિતી આપી હતી.

દિપક ભટ્ટે, કાવ્ય વાંચવાની વિવિધ કળા પર વક્તવ્ય આપ્યું, પ્રજાસત્તાક દિન અંગે પ્રાસંગિક પ્રવચન કર્યું, પ્રીતિ સેનગુપ્તા અને પન્ના નાયકના  કાવ્ય અંગે પણ વાતો કરી. પ્રવિણાબેન કડકિયાએ ૨૦૧૫ના નવા વર્ષ અંગે લખેલું એક હળવું કાવ્ય રજૂ કર્યું હતું.

   બાળશિક્ષણ સાથે સંકળાયેલા શ્રીમતિ શૈલા મુન્શાએ મોનિકા નામની એક બાળકીનું રેખાચિત્ર શબ્દોના સથવારે સુંદર રીતે રજૂ કર્યું હતું 

શ્રી. વિજય શાહે, સરયૂ પરીખના એક અંગ્રેજી કાવ્ય અને તેનો પોતે કરેલો અનુવાદ વાંચી સંભળાવ્યા હતા. દાદા અને પૌત્રીના સંવાદની કવિતા હ્રદયસ્પર્શી હતી 

શ્રી. અશોક પટેલે પોતાની હળવી શૈલીમાં, ધીરુભાઇ શાહની એક કૃતિની વાત રજૂ કરી હતી. અને સ્વરચિત કવિતાની કેટલીક પંક્તિઓ રજૂ કરી હતી. 

 ‘ગુજરાત ગૌરવના સંપાદક શ્રી. નુરુદ્દીન દરેડીયાએ, મેઇલમાં મળેલી તેમને ગમતી કૃતિઓનો રસાસ્વાદ કરાવ્યો હતો.

નવોદિત કવયિત્રી શ્રીમતી ગીતા પંડ્યાએ તેમની તાજેતરમાં સર્જાયેલી કવિતા રજૂ કરી હતી.

 આજ ભીની સાંજને મળવા સુરજ ક્યાં ખોવાયો ?
આજ વિરહની વેદનાને જાણવા, વાલમ ક્યાં રિસાયો ?”

ત્યારબાદ સાહિત્ય સરિતાના શિરમોર વક્તા એવા શ્રી. ફતેહ અલી ચતુરે પોતાની વિશિષ્ટ રજૂઆતથી આપણી કહેવતો અંગે કેટલીક હળવી વાતો કરીને શ્રોતાઓને હસાવ્યા

સાહિત્ય સરિતાના  ચિત્રકારસર્જક શ્રી. વિનોદ પટેલે અર્વાચીન ચિત્રકલા, ચિત્રકળાની વિવિધ સાઇટો, પોતાના ચિત્રોના પ્રદર્શનો, હાઇપર રીયાલિટી, બ્રહ્માંડ અને સમુદ્રમંથન અંગેના ચિત્રો અંગેની હેરતપ્રેરક વાતો રજૂ કરીને શ્રોતાઓ સમક્ષ એક નવું ક્ષેત્ર રજૂ કર્યું હતું.

હ્યુસ્ટનના પીઢ અભિનેતા, નાટ્યકાર, દિગ્દર્શક અગ્રણી કાર્યકર એવા શ્રી. મુકુંદ ગાંધીએ, મેઇલમાં મળેલી કેટલીક પંક્તિઓ, પોતાના ધીરગંભીર અવાજના જાદૂથી રજૂ કરીને શ્રોતાઓને સંમોહિત કરી દીધા હતા.

છેલ્લે નરેન્દ્રભાઈ વેદે યજમાન શ્રી દિપકભાઈ અને ગીતાબેનનો અને અન્ય સૌ સભ્યોનો આભાર માન્યો.તે પછી યજમાન દંપતિ દ્વારા પિરસાયેલ બકલાવા, મઠિયા, વિવિધ જાતના બિસ્કીટ, ચેવડો અને ચાહની જ્યાફત ઉડાવીને સૌ વિખરાયા હતા.

સંસ્થાના પ્રમુખ અને ઉપપ્રમુખ તથા તસ્વીરકારની ગેરહાજરી સાલતી હતી.

હ્યુસ્ટન પાસે પોતાના ગુજરાતી સર્જકો છે. કવિઓકવયિત્રીઓ, ચિત્રકારો, વાર્તાકારો, સાહિત્યરસિક વિદ્વાનો અને નાટ્યકલાકારો પણ છે. પણ તેમની પ્રવૃત્તિઓ વિશે લખીને વર્તમાનપત્રો દ્વારા જનતા સમક્ષ રજૂ કરનારા માધ્યમોનો અભાવ છે. કેટલાંક જાણીતા ગુજરાતી અખબારો અમેરિકામાં દરેક શહેરમાં વંચાય છે. પણ મુખ્યત્વે એમાં ન્યુયોર્ક અને કેલિફોર્નિયાની સાહિત્યિક સામગ્રીઓ છપાય છે. કારણ કે તેમને ત્યાંથી ધંધાવિષયક જાહેરાતો મળે છે. હ્યુસ્ટનમાં તો પટેલોની મોટેલો અને લીકર સ્ટોરો છે. અને.. લોકો સંપ્રદાયોના મંદિરોમાં નાણાં આપે છે. ન્યુયોર્ક અને ન્યુજર્સી પાસે એચ.આર. શાહ જેવા શાહી સોદાગરો છે અને એવા માતબર વર્તમાનપત્રો છે. હ્યુસ્ટન પાસે નથી એટલે હ્યુસ્ટનની વિવિધ કલાઓ ધૂળમાં ઢાંકેલા રતન જેવી છે. હા, શ્રી વિજય શાહ વેબમાધ્યમ દ્વારા સૌને પ્રકાશમાં લાવવાના અવિરત પ્રયાસો કરે છે અને શ્રી નુરૂદ્દીન દરેડીયા જેવા પોતાના નિઃશુલ્ક માસિકપત્રગુજરાતગૌરવદ્વારા નાનકડો દીવો પ્રગટાવે છે પણ એમને જાહેરાતો આપવાવાળા ગુજરાતી બિઝનેસમેનો નથી. પણ અરણ્યરુદન છે.

એકંદરે, એકધારા વાદળિયા દિવસો પછી નીકળેલાં, સરસ મઝાના તડકાના દિવસે યોજાયેલ, નવા વર્ષની બેઠક, વિષય વૈવિધ્યથી સભર અને સંસ્થામાં નવા જોડાયેલાં સભ્યોથી આનંદિત બની રહી.

અસ્તુ.

નવીન બેંકર.

 

 
 
Pink Peony

Stationery, a Yahoo Mail and Paperless Post collaboration

2 responses so far

2 Responses to “ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૫૧મી બેઠકનો અહેવાલ શ્રી. નવીન બેન્કર”

  1. Devika Dhruvaon 26 Jan 2015 at 7:36 pm

    Nice report.

  2. vkvora Atheist Rationaliston 27 Jan 2015 at 2:45 am

    आखो अहेवाल वांच्यो. तस्वीरकारनी गेरहाजरी वांची. हवे स्मार्ट फोने आ गेरहाजरी दुर करेल छे.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.