Nov 18 2024
બેઠક નં. ૨૬૨ઃ અહેવાલઃ રિદ્ધિબહેન દેસાઈ અને નરેન્દ્ર વેદ
નવેમ્બર ૧૦, ૨૦૨૪ની સાંજે ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૬૨મી બેઠકની શરૂઆત, માયાબહેન અને કોકીલાબહેનના સ્વરે સરસ્વતી વંદનાથી થઈ. આ દિવાળી બેઠકના પાંચ સ્પૉન્સરોએ દીપ પ્રગટાવ્યા. ત્યારબાદ હાજર રહેલા બધા સભ્યોએ પ્રમુખ નિખિલભાઈના સુંદર સ્વરની દોરવણી હેઠળ શ્રી નારાયણ સુક્તમનું સમૂહ પારાયણ કર્યું. આશરે ૭૦ સાહિત્ય–રસિક સભ્યો તથા મહેમાનો હાજર હતા. પહેલેથી નક્કી કર્યા પ્રમાણે બધાં દિવાળીનાં પ્રાસંગિક […]