Archive for the 'બેઠકનો અહેવાલ' Category

Jun 22 2022

બેઠક નં. ૨૩૩નો અહેવાલ જૂન ૨૦૨૨

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૩ નો અહેવાલ   જૂન ૧૨, ૨૦૨૨ના રોજ ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૩નો એક સુંદર કાર્યક્રમ, ISSO સ્વામિનારાયણ મંદિરમાં યોજાયો. આ વખતે મુખ્ય મહેમાન તરીકે ભારતથી પધારેલ કવિ, સંગીતકાર તથા ગાયક શ્રી હરીશભાઈ જોશી હતા. બપોરના ૧ વાગે સંસ્થાના હાલના પ્રમુખ શ્રીમતી ભારતીબહેને બધાનું સ્વાગત કર્યું. ઉપપ્રમુખ શ્રીમતી […]

No responses yet

Jun 09 2022

બેઠક નં ૨૩૨નો અહેવાલઃ મે ૨૦૨૨

મે,૨૦૨૨: બેઠક ક્રમાંક ૨૩૨ નો અહેવાલ તારીખ ૨૨ મે ના રોજ ગુ.સા.સ.ની બેઠક ‘લોસ્ટ ક્રીક પાર્ક‘ સુગરલેન્ડ, ટેક્સાસ ખાતે યોજાઈ હતી. શરૂઆતમાં ચાનાસ્તા અને મિલન બાદ પ્રમુખશ્રી ભારતીબહેન મજમુદારે સર્વેનું સ્વાગત કરીને જરૂરી સૂચનો આપીને સમૂહપ્રાર્થના સાથે બેઠકની શરૂઆત કરી હતી. સભાનુ સંચાલક પદ સંભાળતા ભારતીબહેને વારાફરતી દરેક સભ્યને પોતાની કૃતિ રજૂ કરવા આમંત્રિત કર્યાં હતા. માતૃદિન, આપણું પ્યારું ગુજરાત અથવા મે મહિનામાં જન્મ કે મૃત્યુ પામ્યા હોય  તેવા કવિ કે લેખકની કૃતિ એ આ વખતની બેઠકનો વિષય હતો. સૌ પ્રથમ ફતેહઅલીભાઈએ માતૃદિન નિમિત્તે “મુઝે ભી એક રવિવાર ચાહિએ” ની રજૂઆત કરીને બધાને  ખુશ કરી દીધાં. ભરતભાઈએ (પ્રેસિડેન્ટ ઓફ સીનિયર સિટીઝન્સ) ગુજરાતની ગૌરવશાળી ધરતી  અને તેના વિવિધ સાહિત્યકારોની વાત કરીને સુંદર માહિતી આપતાં, ગુજરાતને હિન્દુસ્તાનના જમણા હાથની ઉપમા આપી હતી. દક્ષાબેન બક્ષીએ “વસંતના વૈભવ” વિશે સુંદર રીતે રજૂઆત કરી હતી. મોનિકા પટેલે માતૃદિન ઉપર આધારિત, લેખક પ્રવિણ ભૂતાના ૪–૫ વાક્યો રજૂ કર્યાં હતાં.     પ્રકાશભાઈ મજમુદારે તેમના સૂરીલા અવાજમાં “ગુણવંતી ગુજરાત” ગીત સંભળાવી  સર્વેને ખુશ કરી દીધા હતાં. મોનિકા પટેલે કોરસ ગીત આપ્યું હતું  અને વિજયભાઈ શાહે તેમની આગવી છટામાં તબલાનું લયબદ્ધ સંગીત આપ્યું હતું. પ્રવીણાબહેન અને નીરાબહેન શાહના અવાજમાં ગવાયેલું બુઢાપાના સંદર્ભનું તેમજ “નયનોએ કૃષ્ણ નિરખ્યાં” ગીત પોતાના સેલફોન દ્વારા સંભળાવ્યું હતું. જનાર્દનભાઈ શાસ્ત્રીએ તેમની પોતાની રચના “ધરતી પરનું સ્વર્ગ મા તારા ચરણોમાં” રજૂ કરીને સૌને ભાવવિભોર કરી દીધા હતાં. ત્યારબાદ પ્રમુખશ્રી ભારતીબહેન મજમુદારે “લોહીની સગાઈ” કૃતિનું પોતાની  આગવી શૈલીમાં  વર્ણન કર્યું કે જે  અખિલ ભારતીય સ્પર્ધામાં સ્થાન પામેલી છે અને  તેમણે આ કૃતિના લેખક ઈશ્વર પેટલીકરનો પરિચય આપ્યો હતો. તેમણે અમુક વાતો એવી કરી કે જેની આપણને કદાચ ખબર પણ નહોતી. સેક્રેટરી શ્રી પ્રફુલ્લભાઈ ગાંધીએ “કોમ્પ્યુટર પર મારે અને એને મળવાનું થયું” કવિતા સંભળાવીને થોડું હાસ્યનું મોજું  વહેતું કર્યું. ભાવનાબહેન દેસાઈએ ભગવતીકુમાર શર્માની રચના “હરિવર ઊતરી આવ્યાં” પોતાના  સુમધુર અવાજમા સંભળાવીને  બધાંને ખુશ કરી દીધા. ચારુબહેન વ્યાસે માતૃદિન અંગે વાત કરી જેમાં એવો ભાવ છતો થતો હતો કે  માતાપિતાએ પણ દીકરાને સમજવા પ્રયત્ન કરવો જોઈએ. નૂરુદ્દીનભાઈ દરેડીયાએ માતૃદિન વિશે ટૂંકું પ્રવચન આપતાં જણાવ્યું કે માતાની  દુઆ બાળક  માટે સૌથી ચડિયાતી છે, બાળક માટે માતા જ સર્વસ્વ છે. હેમંતભાઈ ગજરાવાલાએ જયશિખરીના ખમીરની વાત કરી તેમજ કવિ સુંદરમની  કવિતા  “કોણ” સંભળાવી. સભાના અંતે પ્રમુખશ્રીએ આજના ભોજન અને ચાપાણી માટે શ્રી.દિનેશભાઇ અને હેમંતીબહેનનો આભાર માન્યો. […]

No responses yet

Apr 25 2022

બેઠક નં ૨૩૧ અહેવાલ – શૈલા મુન્શા

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન બેઠક નં.૨૩૧ઃ અહેવાલઃ શૈલા મુન્શા તા. ૨૩ એપ્રિલ, ૨૦૨૨ના રોજ ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠકનું આયોજન ઝુમ પર કરવામાં આવ્યું હતું. કોરોનાનો ભય હળવો થતાં આ વર્ષની શરૂઆતથી બેઠકનું આયોજન હોલમાં જ કરવામાં આવતું હતું, પણ આ બેઠકમાં મુખ્ય મહેમાન  કવિ શ્રી અનિલભાઈ ચાવડા શિકાગોથી જોડાવાના હોવાથી આ બેઠકનું આયોજન ઝુમ પર કરવામાં […]

No responses yet

Apr 02 2022

માર્ચ,૨૦૨૨ઃ બેઠક ક્રમાંક 230ઃ અહેવાલ શ્રી નિખિલ મહેતા

ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક ક્રમાંક ૨૩૦ નો અહેવાલ : શ્રી નિખિલ મહેતા (ટાઈપીંગ સહાયઃ પ્રકાશ મજમુદાર) તા. માર્ચ ૨૭, ૨૦૨૨ના રોજ, સુગર લેન્ડ, ટેક્સાસના લોસ્ટ ક્રીક પાર્કના હૉલમાં સાહિત્ય સરિતાની ૨૩૦મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે ૪૦ -૪૫ જેટલા સભ્યોની હાજરી રહી હતી. પ્રારંભમાં ચા–પાણી અને મિલન પછી બરાબર ૨ઃ૧૫ વાગ્યે પ્રમુખશ્રી ભારતીબહેન મજમુદારે બધાનું સ્વાગત કરી સભાની શરૂઆત કરી. સૌ […]

One response so far

Mar 08 2022

ગુ.સા.સ. બેઠક નં ૨૨૯ઃ અહેવાલઃ જ્યોતિબહેન વ્યાસ

ગુ.સા.સની બેઠક ક્રમાંક ૨૨૯નો અહેવાલઃ જ્યોતિબહેન વ્યાસ તા. ૨૭મી ફેબ્રુઆરીના રોજ, હ્યુસ્ટનના Lost Creek Park પાર્કના હોલમાં સાહિત્ય સરિતાની ૨૨૯મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં મિલન અને અલ્પાહાર પછી બરાબર બે વાગ્યે પ્રમુખશ્રી ભારતીબહેન મજમુદારે બધાનું સ્વાગત કરી સભાની શરૂઆત કરી. સૌ પ્રથમ શ્રીમતી સુચેતાબહેન શાહે સરસ્વતીની પ્રાર્થના કરી. ત્યારબાદ, શ્રી નિખિલભાઈના પિતાશ્રી નટવરભાઈના […]

One response so far

Jan 23 2022

૨૨૮મી બેઠકનો અહેવાલ -પ્રમુખ ભારતીબહેન મજમુદાર

ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૨૮મી બેઠકનો અહેવાલ. તારીખ – ૧૫ મી જાન્યુઆરી ૨૦૨૨ સ્થળ – Lost Creek Park, Sugar Land, TX લગભગ બે વર્ષ સુધી ઘરમાં બેસીને Zoom પર બેઠકો કર્યા પછી ૨૨૮મી બેઠક ખુલ્લા પાર્કમાં કરવાનો નિર્ણય લીધો. કોવિડનો કોપ અને શનિવારે 40° ડિગ્રી ટેમ્પરેચરની આગાહી હોવા છતાં સભ્યોનો ઉત્સાહ અનેરો હતો. ફક્ત 60 સભ્યોની […]

5 responses so far

Jan 09 2022

બેઠક ક્રમાંક ૨૨૭નો અહેવાલ

વર્ષની અંતિમ  બેઠક ૨૬ મી ડીસેમ્બર ૨૦૨૧ અને રવિવારના રોજ મળી હતી. આમ  આપણી વાર્ષિક સાધારણ સભા ઝુમ પર મળી હતી. પ્રમુખ શ્રીમતી ચારુબહેન  વ્યાસે સૌને આવકાર આપ્યો હતો. શ્રી નિખીલભાઈ મહેતા એ પ્રાર્થના કરી હતી. ત્યારબાદ પ્રમુખ શ્રીમતી ચારુબહેન  વ્યાસે અહેવાલ રજૂ કયૉ હતો. તેમણે આખા વર્ષ દરમિયાન આયોજાયેલા કાર્યક્રમોનું  વિહંગાવલોકન પ્રસ્તુત કર્યું. સાથે […]

No responses yet

Dec 13 2021

   

No responses yet

Oct 25 2021

બેઠક ક્રમાંક ૨૨૫ નો અહેવાલ

બેઠક ક્રમાંક ૨૨૫ નો અહેવાલઃ તારીખ ૨૩ નવેમ્બર ૨૦૨૧ની બેઠકમાં સાહિત્ય અને સંગીત નો મજાનો સમન્વય રહ્યો. ડો.શ્રી જવાહર બક્ષી  અને આશિતભાઇ દેસાઈ  ,સાહિત્ય જગતના અને ગુજરાતી સુગમ સંગીતના  બે આદરણીય મહાનુભાવો આજની બેઠકમાં બંને મુંબઈ થી વિડીઓ કોન્ફરન્સ દ્વારા, આપણા આમંત્રણને માન આપી જોડાયા. વિષય હતો:”નરસિંહ મહેતાનું જીવન અને કવન”. બેઠકની શરૂઆત ગુજરાતી સાહિત્ય સરિતાના […]

No responses yet

Sep 28 2021

અહેવાલઃ બેઠક નં. ૨૨૪ તારીખ ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૧

આપણી બેઠક નં.૨૨૪ તારીખ ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૧ ને રવિવાર સાંજે ૬ થી રાત્રીના ૮ વાગ્યા સુધી મળી. મુખ્ય મહેમાન શ્રી મધુસૂદન વલ્લભદાસ ઠાકર, “મધુ રાય” ન્યુજર્સી આપણા આમંત્રણ ને સ્વીકારી જોડાયા હતા. આજના વાર્તાલાપ નો વિષય હતો, “વાર્તા કેમ ન લખાવી” .મોક્લેલ વર્તાઓની છણવટ કરી હતી.યોગ્ય માર્ગદર્શન કર્યુ હતુ. બેઠક નું સંપૂર્ણ રેકોર્ડિંગ અહીં પ્રસ્તુત […]

No responses yet

Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.