Mar 14 2011

ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક -૧૧૪-શૈલાબેન મુન્શા

Published by at 6:56 pm under બેઠકનો અહેવાલ

ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૧૪મી બેઠકનુ આયોજન તા.૧૩/૦૩/૨૦૧૧ ના રોજ શ્રી મધુસુદન ભાઈ તથા ભારતી બેન ના નિવાસે યોજવામા આવ્યું હતુ. આ બેઠકનુ ખાસ આયોજન આગલી સાંજે યોજાયેલ સાહિત્ય સરિતાનો “દશાબ્દિ મહોત્સવ’ અને એ પ્રસંગે ખાસ પધારેલ મુખ્ય મહેમાન ડો. અશરફ ડબાવાલા અને ડો. મધુમતી મહેતા જેઓ વ્યવસાયે ડોક્ટર હોવાં છતાં સાહિત્ય જગતમા પણ એટલી જ નામના મેળવનાર ને સાંભળવા માટે યોજવામા આવી હતી.

સભાનુ સંચાલન ડો. ઈંદુબેન શાહને સોંપવામા આવ્યું અને એમણે શ્રીમતી ભારતીબેન ને પ્રાર્થના કરવા અનુરોધ કર્યો.

ભારતીબેન દેસાઇએ “આપણે રામભજન મા રહીએ”ભજન ખુબ જ ભાવવાહી સ્વરે ગાયું. ત્યારબાદ ઈંદુબેને શ્રી અશરફ ભાઈને આગલી સાંજ ના કાર્યક્રમ વિશે એમનો શું પ્રતિભાવ છે તે દર્શાવવા વિનંતિ કરી. ડો અશરફ ભાઈએ કહ્યું કે તેઓ ને ખુબ જ મજા આવી અને એમના જ શબ્દોમા “બન્ને નાટકો ખુબ જ માણ્યા, ગરબો કરનાર બહેનો ની ઉમરના પ્રમાણમા સરસ રજુઆત થઈ અને ખાસ તો “કવિ અને કવિતા” ના જે દ્રશ્ય શ્રાવ્ય ની રજુઆત થઈ એમા મધુર કંઠ ભાવવાહી શૈલી મા કવિનુ વર્ણન અને સાથે આબેહુબ એ કવિ ના રૂપમા મંચ પર એક કલાકારની હાજરી ખુબ ગમી. શિકાગો મા પણ આ નવતર પ્રયોગ અમે જરૂર કરશું એવી અમારી ઈચ્છા છે.”શ્રીમતી મધુમતી બહેને પણ અશરફ ભાઈની વાતોને સમર્થન આપ્યું. ત્યાર બાદ ઈંદુબેને અશરફ ભાઈને એમની ગઝલો ને ગીતો સંભળાવવા વિનંતિ કરી.

ડો.અશરફ ડબાવાલા ની કૃતિ-

” ભીંતો ને બારી જેવા છરાં કેટલા હતા?

ઘરમાં વિવિધ રૂપે દગાં કેટલા હતાં?”

૦-૦

“ગમતી હોય જે વ્યથા તે સદા આવતી નથી

આવે જો એ કદી તો જવા આવતી નથી.”

૦-૦

ડાક્ટર ડાક્ટર તમારી વાત હાવ હાચી

કે મને સ્ક્રીઝોફેનિયા થયો છે.

ટીવી ઈન્ટરવ્યુ ના પ્રશ્નો

ખરેલું પાન- તમને ડાળ પરથી ખરતી વખતે શું પ્રસ્ન થાય છે?

૦-૦

સરકસનો સિંહ- જંગલમાં અને સરકસમાં તમને શું સામ્ય લાગ્યું?

૦-૦

જન્મથી અંધ બાળક- તમે ક્યારેય આકાશને સપનાં મા જોયું છે?

૦-૦

ગઝલ- સરવૈયાની ઐસીતૈસી

સરવાળાની ઐસીતૈસી

૦-૦

નાદાન એવો છું કે છળને ગુગલ કરૂં છું

લુંટાઈને પછી ઠગને ગુગલ કરૂં છું.

૦-૦

સંતની શાણી શીખામણ ના ભરોસે બેઠા

રણમા જાણે બીજા રણના ભરોસે બેઠા.

૦-૦

ડો. મધુમતી બહેને સહુ પ્રથમ અશરફ ભાઈની એક ગઝલ પોતાના મધુર સ્વરે ગાઈ સંભળાવી.

“આપના ઘર સુધી કદમ લાવ્યાં

હાથમાં તોડીને કુસુમ લાવ્યાં”

ત્યાર બાદ એમણે પોતાના મુક્તકો રજુ કર્યાં

“વિતેલી કાલ લઈ આવે

હું એવી શામ શોધું છું.”

૦-૦

“તલવાર બની જવાય, ઢાલ જોઈએ

ખાલી ખપી જવાય, પણ મજાલ જોઈએ.”

૦-૦

ઊંડી ખીણો ઊંચા ડંગર ચઢવાનુ છે રામભરોસે

જીવ્યાં જેવું જીવતર છે ને મરવાનૂ રામભરોસે”

૦-૦

“સાથ કાયમનો છતા સહવાસ જેવું કાંઈ નથી

સૂર્યનો આભાસ છે પણ અજવાસ જેવું કાંઈ નથી”

અને છેલ્લે સહુની માગણી ને માન આપી એમનુ બહુ જાણિતું “ભજ ગોપાલમ” ગાઈ સંભળાવ્યું.

હવે વારો આવ્યો હ્યુસ્ટન ની સાહિત્ય સરિતાના કવિ મિત્રોનો.

શરૂઆત સરયૂ બેને કરી.એમનુ કૃષ્ણ ભક્તિ ઉપરનુ કાવ્ય” મનડાં ના મધુવનમાં” રજુ કર્યું

શૈલાબેન મુન્શાએ પોતાનુ કાવ્ય “આયનો” રજુ કર્યું

“આમ તો જાણે સાવ પથ્થરદિલ આયનો

જોઈ પ્રતિકૃતિ આપની હરખાય આયનો”

દેવિકાબેન ધ્રુવ- “શિસ્તના શાસન થકી આ ચાલતું નગર જુઓ” કાવ્ય રજુ કર્યું.

મનોજ મહેતા ની કૃતિ-

“ના મળે જો કાંઈ તો તેપણ કદી કરવું પડે છે

રાહમાં પારોઠનુ પગલું કદી ભરવું પડે છે.”

વિજયભાઈ શાહ-

”એકાંત તને પીડે છે?

તું દુઃશાસન ની જેમ ચીર ખેંચને?”

હેમંત ગજરાવાલાએ સ્ક્રીઝોફેનિયા પર થોડી વાતો કરી.

પ્રવિણાબેન કડકિયાએ તાજેતરમા જાપાન પર આવેલ સુનામી પરનુ કાવ્ય વાંચ્યું.

“જોયેલું શિવજીનુ તાંડવ

નિહાળ્યું કુદરતનુ તાંડવ”

કમલેશ લુલ્લા એ વિજ્ઞાન અને કુદરત ના સંયોગની વાત કરી.

એશિયાની ધૂળ ઊડીને અમેરિકા સુધી આવે છે એના પર રમુજી કાવ્ય રજુ કર્યું.

“ખાઈ લઈશ હવે વતનની ધૂળ અમેરિકામાં

વતન જવાની ટીકિટ પણ હવે ક્યાં પોસાય છે.”

મધુસુદન ભાઈએ ગુરૂદત્તની ફિલ્મનુ ગીત “યે તખ્તો યે તાજો કી કી દુનિયા” ગાઈ સંભળાવ્યું.

સુરેશ બક્ષીએ એક મુક્તક સંભળાવ્યું.

“તારા હાથમાં વહીવટ છે તો કર

સુખદુઃખની લહાણી કર

તું જે આપે તે મંજુર છે

ડોલ મારી તું કાણી ન કર.”

ફતેહઅલી ચતુરે અશોક ચક્રધરની વ્યંગ રચના “દરવાજા પીટા કીસીને સવેરે સવેરે” સંભળાવી.

વિલાસબેન પીપળીઆ જે માસી ના હુલામણા નામથી પ્રખ્યાત છે, એમણે એક લોકગીત “ગામમાં સાસરૂં ને ગામમાં પિયર” બહુ મધુર અવાજે ગાઈ સંભળાવ્યું.

રસેશભાઈ દલાલે મહેમાનો નો આભાર માનતા બહુ સુંદર વાત કહી કે “સુગંધ નો ફોટો જો પાડી શકો તો આશરફભાઈ ને મધુમતી બહેન નો આભાર માની શકાય”ખરેખર ડો. દંપતિ સાથે ની આ સવાર ખુબ જ સંગીતમય અને સુરીલી બની ગઈ.

અંતમા ઈંદુબેને સાહિત્ય સરિતા વતી યજમાન દંપતિ નો ખરા દિલથી આભાર માન્યો કે એમના નિવાસ સ્થાને સાહિત્ય સરિતાની બેઠકનુ આયોજન કરવા સહમતિ દર્શાવી.

છેવટે ભારતી બેનનુ આતિથ્ય અને સરસ ભોજન આરોગી સહુ છુટા પડ્યા.

અહેવાલ લેખન કાર્ય શૈલા મુન્શા. તા.૦૩/૧૪/૨૦૧૧.

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.