Mar 16 2009

ગુજરાતી સાહિત્ય સરિતાની માર્ચ મહીનાની બેઠક-અહેવાલ – વિજય શાહ

Published by at 6:40 am under બેઠકનો અહેવાલ

ગુજરાતી સાહિત્ય સરિતાની માર્ચ મહીનાની બેઠક ૧૫મી માર્ચ ના રોજ શ્રી મધુસુદનભાઈ અને ભારતીબેન દેસાઈના ઘરે થઈ હતી .વિષય હતો “ફાગણ” અને નિર્ધારીત સમયે  સભા સંચાલક કવિ શ્રી સુરેશ બક્ષી એ પ્રાર્થના થી બેઠક નો આરંભ કર્યો. નવાંગતુક મહેમાનો પ્રફુલ્લાબહેન પટેલ્, ડો કમલેશ અને છાયાબેન્ ઠાકર અને બીપીન પંડ્યા ને ઉર્વશીબેનને બેઠકમાં સન્માન પુર્વક આદર અપાયો.

પ્રાર્થના પછી એમણે કહ્યું -દિલીપ વ્યાસ કહે છે

” પ્રણયનો કાયદો પાળે નહીંતે કેમ ચાલે?

હું બોલાવુ અને તુ ન આવે તે કેમ ચાલે?”

ફાગણ છોને ન હોય રંગ ભરેલો કે કોરો, બને તે અષાઢી ખયાલ તે કેમ ચાલે.. કરે મયુર ટહુકા તે કલ્પન સાથે સાંભળીયે હેમંતભાઈ ગજરાવાલાને…

હેમંતભાઈ એ ફાગણ નાં રંગોને વિજ્ઞાન નાં સંગે સરસ મઢી નાનકડું ગદ્ય કાવ્ય સંભળાવ્યુ.

ફરી સુરેશભાઈ એ પોતાનો શેર કહ્યો..

છે કદી ફાગણને કદી શ્રાવણ

ઝેરી તકદીરનું શોધો મારણ

આમ ક્યાં સુધી ખોડાવું મારે?

આવો ઉતારો અફળતાનું ભારણ.

અને માઈકનો દોર આપ્યો દેવિકાબેન ધ્રુવનાં હાથમાં

દેવિકાબેન આમેય કુદરતનાં રંગોની સુંદર શબ્દોથી રંગોળી પુરતા કાબેલ કવિયત્રી છે તેમણે અષાઢી માહોલ ને ટહુકા કરતા મોરની વચ્ચે કોયલ મંજરી અને મંદ મંદ વાયરાઓની શ્રોતાઓને તેમના કાવ્ય દ્વારા ઝાંખી કરાવી.

પ્રકાશ મજમુદારે તેના કર્ણ પ્રિય અવાજમાં ગની દહીવાલા અને શુન્ય પાલન્પુરીની ગઝલ ગાઈ બેઠકને સુર થી ભરી

વિજય શાહે પ્રસંગને અનુરુપ ત્રણ હાઈકુ કહ્યાં.

 સદાબહાર ફતેહ અલી ચતુરે ફાગણને સાંકળતી સરસ હાસ્ય રચના હિંદી માં કહી

ફરીથી સુરેશ બક્ષી તેમનુ મુક્તક લઈને આવ્યા ( લોટરી દેવીની વાત છે)

જોઉં છું રોજ તને પણ મળવાનાં બહાના નથી મળતા

આ શું સિતમ છે તકદીરનો હાથ વેંત છે ને ખજાના નથી મળતા

નીરાબેન શાહે પણ્ ફાગણનું સુંદર કાવ્ય કહ્યુ અને વિષયને પુખ્ત રીતે ન્યાય આપ્યો જેની પાછળ શૈલા બેને તેમણે ગતવર્ષે શાંગ્રીલા ગેલેરીમાં જે કાવ્યનું મુખડુ લખ્યું હતું તે કાવ્ય પુરું કર્યુ અને તે રજુ કર્યુ અને શ્રોતાઓની દાદ મેળવી ગયા.

નુરદ્દીન દરેડીયા તેમની હિંદી મિશ્ર ગુજરાતી ચાર શાયરી કહી ગયા તો રસિક મેઘાણી તેમનો શેર તરન્નુમમાં ઇશ્કે હકીકતમાં સૌને સંભળાવી ગયા. અશોકભાઈ પટેલ હમણા જ ભારત થી આવ્યા અને મુકેશ જોશીની બહુ જ હ્રદય સ્પર્શી કવિતા લઈ આવ્યા હતા.. જેમાં લખોટી અને તેની રમતો દરમ્યાન કરેલી અંચઈની વાત જોડે તુરંત તે દોસ્તને અંચઈ કેમ કરી વાળુની વાત હતી. અશોકભાઇ ની સુંદર રજુઆત થી દરેક્ને બચપણ ની શેરીની ધુળ સાંભરી ગઈ હતી. 

બેઠક જ્યારે પૂર્ણ રંગમાં આવી ત્યારે મધુસુદનભાઈ દેસાઈ કઠોર કવિતા લઈને આવ્યા કે તુ કઠોર છે નઠોર છે ત્યારે તેનો બહુ ભાવુક અને ઉત્તમ જવાબ તેમના પત્ની ભારતીબેને સુંદર ફિલ્મી ગીત ગાઈને આપ્યો.

પછી શરુ થયો થોડોક માહીતિનો દોર જેમાં અતુલભાઇ કોઠારીએ ગાંધી લાઇબ્રેરીની વિગતો આપી. વિનોદ પટેલે અજંટા પેઇન્ટીંગની વાતો કરી. હેમંતભાઈ ગજરાવાલાએ નાનણાકીય માહીતિ આપી. વિજય શાહે ગુજરાતી સાહિત્ય સરિતા ઊજાણી કરશે અને તે સમય દરમ્યાન્ ગુજરાતી શબ્દ સ્પર્ધા રમાશે જેની માહીતિ માટે www.Bhagavadgomandalonline.com  ઉપરથી અજાણ્યા અને અઘરા શબ્દો ૩૧ માર્ચ પહેલા એકઠા કરીને વિશાળ મોણપરાને આપવાનું દરેક્ને ઈજન અપાયુ અને ભારતીબેન અને મધુસુદનભાઈનાં આતિથ્યનો સ્વિકાર કરી સભા બરખાસ્ત થતા છેલ્લે ગની દહીવાલાને યાદ કરતા સુરેશભાઇ બક્ષી બોલ્યા

વર્ષોથી ‘ગની’ નિજ અંતરમાં, એક દર્દ લઈને બેઠો છું.

છો એનું તમે ઔષધ ન બનો,પણ દર્દ વધારો શા માટે?

કો ઓર્ડીનેટર જયંતભાઈ પટેલે સહુનો આભાર માની સંપન્ન કરી હતી.

આ મીટીંગનાં અન્ય ફોટા જોવા નીચે ની લિન્ક ને ક્લીક કરો

http://www2.snapfish.com/share/p=358151237159430698/l=475171289/g=86167913/otsc=SYE/otsi=SALB

ગુજરાત ટાઈમ્સે લીધેલી નોંધ

http://www.gujarattimes.com/ArticleImageEx.aspx?article=03_04_2009_008_002&type=1&mode=1

3 responses so far

3 Responses to “ગુજરાતી સાહિત્ય સરિતાની માર્ચ મહીનાની બેઠક-અહેવાલ – વિજય શાહ”

 1. કીર્તિ ગણાત્રા (દુશમન)on 19 Mar 2009 at 9:25 pm

  પ્યારા ભાઇયો તથા બહેનો

  આપ સૌને ગરવી ગુજરાતી ભાષા ને પરદેશ માં જાળવી રાખવા માટે અભિનંદન

  કીર્તિ ગણાત્રા

 2. રાજ મેકવાનon 20 Mar 2009 at 4:18 pm

  wow you guys are having real gujarati fun in Houston.
  its not fair vijaybhai.
  ન્યુ જર્સી માં આવું કાઈક ચાલૂ કરવાની કાર્યવાહી કરવામાટે ની આગેવાની લોને……

 3. વિશ્વદીપ બારડon 31 Mar 2009 at 12:45 pm

  ભાઇ મેકવાન, હ્યુસ્ટ્નાતો સાહિત્યનો ઘુઘવાટો સાગર છે..જ્

Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help