Sep 26 2014

ગુજરાતી સાહિત્ય સરિતા ની ડીસેમ્બર ૨૦૧૩ ની ૧૪૦મી બેઠક- પ્રવિણા કડકિયા

Published by at 9:33 pm under બેઠકનો અહેવાલ

દર મહિનાની માફક ડીસેમ્બર તારિખ ૨૧ની બેઠક સહસંચાલક શ્રી.સતિશભાઈ પરીખને ત્યાં યોજાઈ હતી. વર્ષારાણી માઝામૂકીને કૃપા કરી રહ્યા હતા. છતાંય આપણા સહુ સભ્યો આવ્યા અને બેઠકને રસપ્રદ બનાવી તે બદલ સહુનો આભાર. મૌસમને કારણે આમંત્રિત સઘળાં મિત્રોનું સ્વાગત મસાલેદાર ચાય, બિસ્કિટ અને ચેવડા સાથે થયું. ગીતાબહે્ન ભટ્ટ નો આભાર. ચહા અને નાસ્તાની લહેજત માણી સભાનો દોર સંચાલક પ્રવીણા કડકિઆના હાથમાં સોંપ્યો.
પ્રવીણા કડકિઆએ સહુનું માનભેર સ્વાગત કરી, ‘ૐ સહનાવવતુ’ની પ્રાર્થનાથી સભાની શરૂઆત કરી. એક સાથે જ્યારે પ્રાર્થના થાય છે ત્યારે વાતાવરણ ખૂબ નિર્મળ અને પાવન હોય તેની અનુભૂતિ સહુને થાય એ સ્વાભાવિક છે. છ મહિના, તેમના સંચાલન હેઠળના સમય દરમ્યાન અનેક વિધ પ્રયોગો સફળતા પૂર્વક પાર પાડવામાં આપ સહુની સહાય બદલ હ્રદયપૂર્વકનો આભાર. નવા આવેલાં મહેમાનોની ઓળખ વિધિ કરી. સભાનો દોર સતિષભાઈએ સંભાળ્યો. આજની સભાનું સંચાલન ધવલ મહેતા કરવાના હતા. યુવાન અને ઉત્સાહી ધવલ મહેતા તેમના નિર્મળ સ્વભાવને કારણે સહુના ચાહિતા છે.
એક પછી એક મિત્રો આવીને પોતાની કૃતિનો રસથાળ પિરસી રહ્યા હતા. શ્રી ‘ચમન’પટેલ અને શૈલા મુન્શાએ પોતાના કિમતી સમય બીજાને માટે ફાળવ્યો. દેવિકાબેન ધ્રુવની સુંદર ગઝલ સ્વરબદ્ધ કરાઈ હતી તેને સાંભળવાનો તથા નિહાળવાનો લહાવો સહુએ ખુલ્લા દિલે માણ્યો. શ્રીનિતિન વ્યાસે ખૂબ સુંદર રજૂઆત કરી. ડૉ. ઈન્દુબહેનની નાતાલની વાર્તા ઘણી સુંદર હતી. શ્રી. વિજયભાઈ શાહ, ડૉ. ચન્દ્રવદને પ્રસિધ્ધ કરાવેલી જે બી પ્રજાપતિ ની વાર્તા ‘સબળા સંગાથે રહો’ વાંચી સંભળાવી. શ્રી. ફતેહઅલી દર વખતની જેમ મેદાન મારી ગયા. ‘ત્રણ ટેસ્ટ ટ્યુબ’ દ્વારા આંગળીઓને ‘ટેસ્ટ ટ્યુબ’નું રૂપક આપી ‘ઘણામાં ઘણું બધું’ કહી ગયા. જે સત્ય છે. ‘લોહીનો રંગ લાલ છે.ભક્ત કવિ પ્રદીપ બ્રહ્મભટ્ટ વિતેલા વર્ષની અમેરિકન વાત આમ કહી ગયા
‘ દીવાળી ગયે મહીનો થયો,ને આવી ક્રીસમસની ઇવ
મંદીર છોડીને દોડો ચર્ચમાં,એજછે અમેરીકનની રીત
મનસુખભાઇ વાઘેલા અને ધવલ મહેતાએ પણ પોત પોતાની સુંદર કૃતિ કહી. સુરેશ બક્ષીએ તેમની પ્રચલીત કૃતિ “ક્યાં સુધી?” રજુ કરી પ્રવીણા કડકિઆએ ‘નાતાલાના તાલ ને તાલબદ્ધ પ્રગટ કર્યો.’ નરૂદ્દીન દરેડિયા ભાવ ભરી કૃતિઓ દ્વારા સહુના મનને સ્પર્શ્યા. શ્રી વિનોદ પટેલે “ “પ્રથમ”ના સક્રીય કાર્યક્રરનું પુસ્તક અને હસમુખભાઇ દોશીએ નવા વર્ષનું કેલેંડર સહુને વહેંચ્યુ.
આવનારા છ મહીના માટે સંચાલક શ્રી નિખિલ મહેતા અને સહ સંચાલક તરીકે શ્રી ધવલ મહેતાની નિમણુંક થઇ . જનાર સંચાલક પ્રવીણા કડકિઆ અને સહ સંચાલક સતીશ પરીખ ની સેવાઓને બીરદાવાઇ.બરાબર બે કલાકની રસપ્રદ મિટીંગ બધાએ ઉમળકા ભેર માણી. સરસ ગરમા ગરમ રગડા પેટીસ, સમોસા અને ગુલાબ જાંબુ પ્રેમ પૂર્વક આરોગી સતીશભાઇ અને મનસુખ વાઘેલાના આતિથ્યને માણીને છુટા પડ્યા. ૨૦૧૩ની આ અંતિમ મુલાકાત યાદ સભર બની. હવે ૨૦૧૪માં મળીશું. સહુને નાતાલની વધાઈ અને નવા વર્ષની શુભેચ્છા.

No responses yet

Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help