Oct 07 2014

ગુજરાતી સાહિત્ય સરીતાની ૧૪૯મી બેઠક –નવીન બેંકર

Published by at 10:50 am under બેઠકનો અહેવાલ

 

 

GSS 149th bethak

 

 

 

 

આ બેઠકમાં હાજર રહેલા સર્જકો અને સાહિત્ય પ્રેમીઓની ડૉ બળવંત જાની સાથે તસ્વીર.

હ્યુસ્ટનમાં મળતી દર મહીનાની ગુજરાતી સાહિત્ય સરીતાની ૧૪૯મી બેઠકનાં આજનાં ( તારીખ ૨૫ સપ્ટેમ્બર ના રોજ ભોજન રેસ્ટોરંટમાં સાંજે ૬.૦૦ વાગે)મળી હતી અને આજ ના  અતિથિ હતા ડૉ બળવંત જાની-.જેઓ તેમના વિવિધ લક્ષી કાર્યોનાં શિરમોર કાર્ય ડાયાસ્પોરા સર્જનનાં ભાગ રૂપે આજે હ્યુસ્ટન નાં ગુજરાતી સર્જકો અને સાહિત્ય પ્રેમીઓ ને મળ્યા હતા અને તેમના કાર્ય વિશે સૌને માહિતગાર કર્યા હતા..

તેઓશ્રી એ બ્રીટન ખાતે વસતા લેખકોની માહિતી ઉપરાંત તેઓની કલમને ઉજાગર કરતા ૧૮ પુસ્તકો લખ્યા અને અમેરિકામાં આજ પ્રકારનાં ૨૨ પુસ્તકો લખવાનાં પડકાર સાથે કાર્યરત છે તેમણે આ લેખકોને વધુ લાઇમ લાઇટમાં લાવવા એક વિશિષ્ટ એવૉર્ડ પણ આપ્યો છે જે ડાયાસ્પોરીક લેખનની ઉજળી બાજુઓ છે. શ્રી બાબુ સુથાર, ને તેમના વિવેચન કાર્યો માટે સૌ પ્રથમ આ એવૉર્ડ અપાયો હતો

આજ દિન સુધી બહાર પાડેલા તેમના પુસ્તકોમાં નોંધપાત્ર સાહિત્ય છે  સર્વ સુશ્રી પન્ના નાયક, આદિલ મન્સુરી,સુશ્રી પ્રીતિ સેનગુપ્તા, શકુર સરવૈયા, હરનિશ જાની અને આનંદરાવ લીંગાયતનાં સર્જન કાર્યો. છે.

ડૉ બળવંત જાની હાંસિયામાં જતા રહેલા સર્જકોને મુખ્ય ધારામાં લાવવાનાં પ્રયત્નોને સૌએ સાચા હ્રદયથી મુલવ્યા હતા. હ્યુસ્ટન ખાતે સક્રિય ગુજરાતી સાહિત્ય રચતા સર્જકોને અને ગુજરાતી સાહિત્ય સરિતાને તેમણે આજે ઉષ્માભર્યા હૈયે પોંખ્યા હતા અને બહુ આદર સાથે સર્વ સર્જકોને તેમના ઉમદા કાર્યમાં સહકાર આપવા ટહેલ કરી હતી.કવિ પ્રદીપ બ્રહ્મભટ્ટનાં હસ્તે ડૉ બળવંત જાની ને સ્મૃતિ કાવ્ય તથા

અલ્વંત જાની ૨

વરિષ્ઠ સભ્ય નીતાબેન મહેતાનાં હસ્તે અને સ્મૃતિ ચિન્હ અપાયુ હતુ.. સૌથી અગત્યની વાત એ હતી કે પ્રમુખ ધવલ મહેતા, ઉપપ્રમુખ નિખિલ મહેતા અને મંત્રી નરેન્દ્રભાઇ વેદ ની ટીમ જરુર જેટલુ બધું જ કામ કરતા હતા અને ક્યાંય તેમનો તેમના પદ માટેનો દેખાડો નહોંતો તે આનંદની વાત હતી તે સૌને અભિનંદન

Balvant Jani 3

 

 

 

 

 

 

 

આ પ્રોગ્રામનાં અંતે હ્યુસ્ટન નાં સક્રિય સર્જક શ્રી વિજય શાહનાં તાજેતરમાં બહાર પડેલ પુસ્તક “વીજળીનાં ઝબકારે”નું વિમોચન કર્યુ હતુ

વિજય શાહે આ પુસ્તકને તેમની સર્જન પ્રક્રિયાનું ૨૫મું પુસ્તક કહ્યુ હતુ જેમાં રોજબરોજનાં નાના પ્રસંગો દ્વારા નિપજતા લોક્પયોગી ચિંતનો ની ૧૦૭ કથાઓ છે. જે તેમના બ્લોગ ઉપર ૨૦૦૭ થી ક્રમશઃ૨૦૧૩ સુધી પ્રસિધ્ધ થયેલ હતી. વિજય શાહે હેતૂલક્ષી પુસ્તકો ૯, નવલકથાઓ ૬ કાવ્ય સંગ્રહો ૫ અને  વાર્તા સંગ્રહો ૫  બહાર પાડ્યા છે. આ ઉપરાંત સહિયારા સર્જનોની પ્રક્રિયામાં તેમના ૨૫ જેટલા સર્જનો ની નોંધ “લીમકા બુક ઓફ રેકોર્ડે” લીધી છે જે નોંધનીય છે. આ પુસ્તક એમેઝોન.કોમ ઉપર પણ ઉપલબ્ધ છે

No responses yet

Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help