Dec 28 2009

ગુજરાતી શબ્દ સ્પર્ધા યોજીને ગુજરાતી સાહિત્ય સરિતા એ ઉજવી ૧૦૦મી બેઠક

Published by at 11:50 am under Uncategorized

       

હેમાબેન પટેલનાં આમંત્રણ થી તા.૨૭ ડીસેમ્બર ૨૦૦૯ ની બેઠક બપોરે ૩ વાગ્યાથી યોજાઇ. ગણપતિ સ્તુતિ સાથે હેમાબેને બેઠક શરુ કરી અને સર્વ સરિતા સભ્યોને મીઠેરો આવકાર આપ્યો. પ્રવિણાબેન કડકીયાએ નવ વર્ષને તે બેઠક્નો વિષય બતાવી સભા સંચાલન વિજય શાહને સોંપ્યું.

વિજય શાહે સહુને જણાવ્યું  કે ‘આજે આ ૧૦૦મી સભા છે.’ સભ્યોએ વાતને તાળીઓથી વધાવી ખુશી પ્રગટ કરી.  વિજયભાઈએ સુંદર રીતે ગુ.સા.સ. નો અહેવાલ અને પ્રગતિના સોપાન રજુ કર્યા. દેવિકાબેન ધ્રુવનું શબ્દોને પાલવડેનાં વિમોચન બાદ તેમના પુસ્તક્ને મળેલ આશિર્વાદ અને દિવ્યભાસ્કર ના રાજુલ બહેન શાહે લીધેલી નોંધને સૌએ આનંદ થી વધાવી.

ચાલુ વર્ષે ગુજરાતી સાહિત્ય સરિતાનાં બે કવિ મિત્રોએ પોતાની કલમ પ્રથમ વખતે શબ્દ દેહે મુકી. સ્વ.મહમદ અલી પરમાર “સુફી”( આધ્યાત્મિક કાવ્યો ) અને દેવિકાબેન ધ્રુવ ( શબ્દોને પાલવડે). બન્ને કૃતિઓને સાહિત્યીક વર્તુળોમાં સારો આવકાર મળ્યો.*સદા બહાર પ્રો. સુમન અજમેરી આ વર્ષે ૮ જેટલા પુસ્તકો લાવ્યા અને રોટરીક રાઇટર સર્જક બની રહ્યા.  

હાજર રહેલા સહુએ વિજયભાઈની ‘શબ્દાક્ષરી અને શબ્દ સ્પર્ધા’ રમવાની વાત સહર્ષ વધાવી લીધી. સ્પર્ધાની શરૂઆત અંતકડીની માફક થઈ. દરેક જણાએ ૧૦ શબ્દો કહ્યા  અને તેની કાગળ પર નોંધ કરી. આ હતી શબ્દક્ષરી જેમા દરેક શબ્દનાં અંત એ આવેલા શબ્દો પર નવા શબ્દો બોલવાના હતા. ‘ર’ રમેશ્ભાઇને બહુ હેરાન કરતો હતો જ્યારે “ટ” અને “ઠ” દીપક્ભાઇને બહુ કઠ્યા

 વિશાલ મોણપરાની હાજરી દરેકને ખૂબ ગમી. તેણે કમપ્યુટર પર રમતની સુંદર તૈયારી કરી હતી.  ભેજાને કસરત કરવી પડે તેવા હાલ હતા. છતાંય દરેકને રમત રમવામાં ખૂબ આનંદ આવ્યો.   હવે કામ પડ્યું આપણા રસેશભાઈનું. ખૂબ જવાબદારી પૂર્વકનું કામ હતું.  તેમણે દરેકના શબ્દતપાસી ગુણાંક લખવાના હતા. જ્યારે રસેશભાઈ દરેકના શબ્દો તપાસી રહ્યા હતા, ત્યારે વિજયભાઈએ સભાનો દોર ચાલુ રાખ્યો.

પ્રવિણાબહેનને નવા વર્ષ પર કાવ્ય પ્રસ્તુત કરવા જણાવ્યું. આપણી ગુ. સા. સ.નો તો જન્મ પણ થયો ન હતો. ૧૯૯૯માં જ્યારે Y2K  ની ચર્ચા સમસ્ત વિશ્વમાં ઉહપોહ મચાવી રહી હતી તે સમયે લખેલું તેમનું કાવ્ય પ્રસ્તુત કર્યું. સભ્યોએ રસપુર્વક સાંભળી આનંદ માણ્યો. મુ. સુમન અજમેરીએ તેમાની બે પંક્તિ ખૂબ સુંદર છે કહી બિરદાવ્યું. તે સમય દરમ્યાન રસેશભાઈએ કાર્ય સમાપ્ત કર્યું.  અંક પધ્ધતિ બહુ સરળ હતી દરેક શબ્દનાં અક્ષરોનો એક ગુણ હતો જેમા કોમ્પ્યુટર જે રીતે સમજે તેમ કાનો માત્રા અને હ્ર્સ્વ દીર્ઘ પણ એક કેરેક્ટર ગણી ને માર્ક અપાયા હતા પ્રથમ ૮ વિજેતાઓને શબ્દ સ્પર્ધાના બીજા તબક્ક્કામાં નવા દસ શબ્દો પુછવાના હતા અને ૪ સભ્યની એક ટુકડી એમ બે ટુકડી સામસામી રમવા માટે તૈયાર થઇ.

    ૧. શૈલા મુન્શા, હેમા પટેલ, રીટા કોઠારી, પ્રવિણા કડકિઆ.

     ૨. પ્રફુલ્લા પટેલ, પ્રશાંત મુન્શા, કાંતીભાઈ શાહ અને ડો. રમેશ શાહ.

એક એક ખેલાડી જુથમાંથી લઈ વિશાલે ૧૦ શબ્દોના અર્થ પૂછ્યા. ઘણા શબ્દો જીવનમા પહેલી વાર સાંભળવા મળ્યા હતા. રમનાર તથા નિહાળનાર સહુનો ઉત્સાહ અનેરો હતો. બંને પક્ષે સરખા ગુણાંક મેળવ્યા. તેથી ૧ ખેલાડી પસંદ કરી ૩ શબ્દના અર્થ જણાવવાનું સુચન કર્યું. જેમા પ્રશાંતભાઈ તથા પ્રવિણા બહેનને પ્રાપ્ત થયું.  બીજો ખેલાડી પસંદ થયા અને અંતે ચાર સહેલીઓ વાળા જુથને વિજેતા જાહેર કરાયા. શબ્દ સ્પર્ધાનો લહાવો સહુએ પ્રેમથી માણ્યો. એ દરમ્યાન ચા અને કોફી તૈયાર થઈ ગયા હતા તેથી દરેકે નાસ્તાપાણીને ન્યાય આપવો એમ નક્કી કરી વિરામ પાડ્યો. હેમા બહેનના ભાણેજવહુ મેધા બહેને ખુબ સુંદર ચા તથા કોફી બનાવ્યા હતા. નાસ્તાપાણીની લહેજત દરેકે માણી અને સભાનો દોર ફરીથી ચાલુ થયો. તે દરમ્યાન મનોજભાઇ અને કલ્પનાબેન મહેતા  આવ્યા અને જોડાયા.

                   મુ. સુમન અજમેરીએ સુંદર કૃતિ રજુ કરી જે શાર્દુલવિક્રિડિત છંદમા હતી. મનોજભાઈએ તે રાગમા ગાઈ બધાને મુગ્ધ કર્યા. પૂ ધીરૂકાકાએ તેમની શૈલીમાં સુંદર રજુઆત કરી. સુરેશભાઈએ નાનું સરખું નવા વર્ષ પરનું લખાણ વાંચી સંભળાવ્યું. સહુના ચહેતા નવિનભાઈ બેંકરની ૪૦ વર્ષ પહેલા પ્રગટ થયેલ નવલીકા સંગ્રહ “ પરાઇ ડાળનું પંખી” પુસ્તક નિહાળી સહુ ખુશ થયા. સ્ત્રી, સવિતા અને બીજા પ્રકાશનોમાં તેમની વાર્તા નિયમિત છપાતી. તેમાંની કેટલીક વાર્તાને વિવિધ વાર્તા સ્પર્ધાઓમાં પુરસ્કાર પણ પ્રાપ્ત થયા હતા. હવે તેઓની લખવાની આદત ઓછી થઈ ગઈ છે કિંતુ આપણા વર્તુળમા એ સહુથી જુના પ્રસિધ્ધ લેખક પૂરવાર થયા જેનો આપણને ગર્વ છે.. અશોકભાઈએ તો ત્યાં બેસીને જ લખ્યું અને પ્રસ્તુત કરીને સહુને ખુશ કરી દીધા. રસેશભાઈની રચના ખૂબ સુંદર હતી. જીતુભાઈ તન્નાએ થોડા સત્સંગનો લહાવો અર્પ્યો.-

આવનારી બેઠક્નો અછ્ડતો અંદાજ અતુલભાઇ કોઠારીએ આપ્યો જે ૩૦ જાન્યુઆરીએ ગાંધી લાઇબ્રેરીનાં કાર્યક્રમ સાથે થશે અને તે સમયે સભ્યોએ મોટા પ્રમાણમાં હાજરી આપી તેને સફળતાથી ઉજવવાની છે વધુ વિગતો ટુંક સમય્માં અપાશે. ફેબ્રુઆરી મહીનાની બેઠક માટે પ્રફુલ્લાબેન પટેલનું આમંત્રણ છે.ન્યુ જર્સી થી આવતા મહેમાનો સાથે તારીખ જાણી સૌને જાણ થશે અને માર્ચ મહિનો આદિલ મન્સુરી સ્મૃતિ દિન તરીકે મનોજ્ભાઇ મહેતાને ત્યાં ઉજવાશે.જ્યારે આદિલ મન્સુરીનાં જીવન અને કાર્યકાળ વિશે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયુ છે.               અહેવાલ પ્રવિણાબેન કડકીયા

*દેવિકાબેનને સાંપડેલો વિશદ આવકાર ગુજરાતી સાહિત્યકારોના ચિત્રો

http://www2.snapfish.com/share/p=494271261969173408/l=5561110013/g=86167913/otsc=SYE/otsi=SALB

No responses yet

Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help