May 29 2009

ગુજરાતી ભાષાનું નવું કલેવર

Published by at 2:52 pm under Uncategorized

 STS076-a

Picture courtsey  :NASA

શ્રી વિનય  ખત્રીનાં ખાંખા ખોળા  દ્વારા અપાયેલી આ ગૂગલ ગુજરાતી એડિટર ની જાણકારી સાચી-ખોટી જોડણીની દ્વીધામાંથી મુક્ત કરશે..(abhaar Ashwin  http://kakadia.wordpress.com/2009/05/19/%e0%aa%9c%e0%ab%8b%e0%aa%a1%e0%aa%a3%e0%ab%80-%e0%aa%a8%e0%ab%80-%e0%aa%9d%e0%aa%ae%e0%aa%9d%e0%aa%ae%e0%aa%be%e0%aa%9f-%e0%aa%9d%e0%aa%82%e0%aa%9d%e0%aa%be%e0%aa%b3/)

http://www.google.com/transliterate/indic/Gujarati

ગૂગલ નું ગુજરાતી એડિટર તમારા લગભગ બધા જ ખોટી જોડણીવાળા શબ્દો ને પણ સાચી જોડણીવાળા શબ્દો માં ફેરવી નાખે છે મિત્રો.
જેમ કે –

ટાઈપ કરો પરિણામ
asakti કે asaktee આસક્તિ
dehabhimaan કે dehabheeman દેહાભિમાન
vina કે veena વિના
chitt કે cheett ચિત્ત
nirantar કે neerantar નિરંતર
sthit કે stheet સ્થિત
vileen કે vilin કે veeleen વિલીન
vibhuti કે veebhutee વિભૂતિ
visvas કે veeshvas વિશ્વાસ
bhakti કે bhaktee ભક્તિ

ગૂગલ એડીટર પ્રારંભીક તબક્કામાં છે પણ ઘણા મૂળભુત પ્રશ્નો ને જડમૂળથી દુર કરે છે અને કદાચ આ પ્રકારની તકનીકી સિધ્ધિઓ ગુજરાતી ભાષાનો વિકાસ કોમ્પ્યુટર યુગમાં પણ સર્વાંગ સુંદર રીતે કરશે તે આશા અસ્થાને નહી રહે. આનો ઉપયોગ જેમ વધશે તેમ ભાષાને ત્રીજી પેઢી પણ સરસ રીતે માણશે અને જાણશે

અંગ્રેજીને ગુજરાતીમાં જે રીતે લખીએ તે રીતે ટાઈપ કરો અને તેનું સાચી ગુજરાતીમાં રુપાતરણ થતું જુઓ

ના કોઈ ફોન્ટ યાદ રાખવાની ઝંઝટ કે ના કોઈ જોડણી ની માથાકુટ. ટાઈપ કરો કોપી કરો અને ઈ મેલમાં પેસ્ટ કરો કે છાપો.

 Gujarati_matras

http://bhagvadgomandal.com

http://www.gujaratilexicon.com/OnlineSpellchecker

ગુજરાતી લેક્ષીકોન પણ હમણા નવી બે સરસ વાતો લાવ્યું ભગવદ ગોમંડળને કોમ્પ્યુટર સરળ બનાવ્યું અને  સરસ સ્પેલ ચેકર બનાવ્યું.

આ બધી શોધો એમ સૂચવે છે કે ગુજરાતીની તકનીકી નિષ્ણાત પેઢી પણ માતૃભાષા માટે ઉદાસ નથી. હા કદાચ ઉદાસ છે તો ગુજરાતી શાળાઓ બંધ કરતા ઉદ્યોગ પતિઓ કે વિદેશી મોહમાં ફસાયેલા માતા પિતા કે જેઓ ગુજરાતી ભાષાનુ ભવિષ્ય જાણતા નથી

ગુગલ જેવી સંસ્થાઓમાં  અને લેક્ષીકોનના રતીભાઈ ચંદેરીયા  મેગ્નેટના  અરવિદભાઈ કરાનીયા, કાર્તિક મિસ્ત્રી વિગેરે સંસ્થાઓમાં પાયાનું કામ કરતા સૌ ને હાર્દિક અભિનંદન અત્રે મૃગેશ શાહ , ધવલ શાહ ,સોનલ વૈદ્ય ,ઊર્મિ સાગર, જયશ્રી પટેલ ભક્તા, અમિત પીસાવડીયા, વિશાલ મોણપરા અને નીલેશ વ્યાસ ને પણ તેઓના પાયારૂપ કામોને કેમ ભૂલાય…આતો થોડા જે યાદ આવ્યા તેવા નામો છે. સમય તેનું કામ કરે છે અને દરેક જેઓનાં આંખ અને કાન ખુલ્લા છે તે સૌને તેમને ગુંચવતા પ્રશ્નોનાં જવાબ સમય આવે ત્યારે મળે છે.

બ્લોગ જગત દ્વારા ગુજરાતી ભાષાએ નવું કલેવર ધાર્યું છે તેમાં ઘણા બધાનો સાથ સહકાર છે. કહેછે ભાષા પ્રવાહ છે તેમા ગંદકીનાં ગરનાળા ખુલ્લા રાખોતો પ્રવાહ ગંદો થાય અને તેને વહેવારીક ધોરણે શુધ્ધીકરણ  કરતા રહીયે તો ગંદકી નીકળી પણ શકે..તકનીકી વિજ્ઞાને આવીને તે દિશા ખુલ્લી કરી છે જેને હું આવકારદાયી પરિબળ ગણું છું અને આવકારું છું. જાણીતા અને અજાણ્યા  ગુજરાતી ભાષાના સૌ ચાહકોને પ્રણામ.

One response so far

One Response to “ગુજરાતી ભાષાનું નવું કલેવર”

  1. કાલિદાસ વ. પટેલ {વાગોસણા}on 07 Apr 2016 at 12:04 am

    ગુજરાતી ભાષા માટે આ બધા મહાનુભાવો આવો અથાક પરિશ્રમા કરે છે તે જાણી અત્યંત આનંદ થયો. જો આપણી માતૃભાષાને જીવાડવી હશે અને તેનું યોગ્ય વર્ધન કરવું હશે તો આપણે સૌએ નાનુ-મોટુ યોગ દાન આપવું જ પડશે. તથા નવી પેઢી માતૃભાષાથી વંચિત ન રહે તે પણ જોવું પડશે.
    જય ગુજરાત… જય ગુજરાતી …

    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.